________________
વિહાર-ચાડ્યા. વિહાર કરતાં જોઈત્રા ગામ આવ્યા. ત્યાંથી જુદે જુદે સ્થલે યાત્રાર્થે વિહાર કર્યો, આબુ, અચલગઢની જાત્રા કરી સીહી આવી વીરપ્રભુને વાંધા, જીવિત પ્રભુને વાંધા. પછી વસંતપુર કે જ્યાં આદ્રકુમારની ચૉરી છે ત્યાં આવ્યા, ત્યાંથી સાદડી, રાણપુર, ઘાર, વીજા, લઢાણ (શ્રી આદિનાથ પ્રભુનું મંદિર છે.) વાકાણું (પદ્મ પ્રભુની પ્રતિમા છે) નાંદેલ, નાંડુલ વગેરે તીર્થ કર્યો. પછી ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, ધુલેવી (ધુલેવાર) ઈડર, વડનગર, વીસલનગર આદિ સ્થળે વિહાર કર્યો.
ગુરૂ સ્વર્ગગમન. ગુરૂ શ્રી Íરવિજય અમદાવાદ હતા. ત્યાં ક્ષમાવિજયને પટપર સર સપુરમાં (પરાનું નામ) બેસાડી પિતે પાટણ તરફ વિહાર કર્યો. ગુરૂ બહુ વૃદ્ધ થયા હતા તેથી શુશ્રુષા કરવા શિષ્ય સાથે રહ્યા. એક નગરમાં ઉત્સર્ગપણે એક કરતાં વધારે માસા મુનિથી ન રહેવાય એમ શાસ્ત્રનો ઉલ્લેખ છે પરંતુ અપવાદ–વૃદ્ધાવસ્થા અને વ્યાધિના કારણે દશ બારમાસાં કર્યો, અને અમદાવાદ શહેર અને પરામાં રહી દેશના દેવા લાગ્યા. અહીં પાટણ સંધની વિનતી આવી, અને તે વખતે કર્ખરવિજય ગુરૂ પાટણ હતા, તેને વાંદવા માટે ક્ષમાવિજય પાટણ આવ્યા. મહોત્સવ ગામના લોકોએ કર્યો. અહીં વિજયક્ષમાસૂરિએ સમાવિજયને પંન્યાસપદ આપ્યું. પછી ખેસર પાર્શ્વનાથની યાત્રા કરી પાછા પાટણમાં આવી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કીધી. આ પ્રતિષ્ઠા કરાવનાર પાટણમાં મુખ્ય શ્રાવક, શા ઝષભ હતે. બધી મળી ૭૦૦ સાતસો જિનમૂર્તિ સં. ૧૭૭૪ મધુ માસમાં સ્થાપિત કરી. આ પછી શ્રી કરવિજયે સં. ૧૭૭૫ ને શ્રાવણ વદ ૧૪ સોમવારને દિને દે. હત્સર્ગ કર્યો.
સ્થલે સ્થલે વિહાર અને સ્વર્ગગમન. ક્ષમાવિજય ગણી એ, હવે પાટણમાં બહુ ઉપદેશ આપી વિહાર કર્યો. સિદ્ધપુર, મહેસાણા, ચાણસમા, રાધનપુર, સાચોરા, સમી, સાંતલપુર, વાવ કે જ્યાં અજિતનાથ પ્રભુ વિરાજે છે, વીસનગર, વડનગર, વઢવાણ,
૧ વિજયક્ષમાસૂરિ (તપગચ્છની ૬૩ મી પાટે) સૂરિપદ સં. ૧૭૩ માં, સ્વર્ગવાસ માંગરોળ ગામમાં સં. ૧૭૮૪ માં. આની પછી પટ્ટધર શ્રી વિજય દયાસૂરિ થયા.