SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ શી શ્રી ક્ષમાવિજય ગણી. પ્રક. ૧૨૬-૧૩૬. જન્મવર્ણન. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં મરુસ્થલી (મારવાડ) દેશ છે, કે જ્યાં અબુદગિરિ (આબુ પર્વત) મુગટસમ વિરાજી રહે છે; તે ગિરિ ઉપર વિમલશાહે અનેક સેનૈયા ખરચી-બાવન લાખ વાપરી જિનપ્રાસાદે કરાવ્યાં છે, અને વસ્તુપાલ મંત્રીએ બાર કોડ ત્રેપન લાખ ખરચી મંદિર કરાવી દેરાણી જેઠાણના ગોખલા માટે નવ નવ લાખ ખર્ચો છે અને ફરતી દહેરી બંધાવી છે અને તેમાં શ્રી કષભનાથને પધરાવ્યા છે, વળી મૂલનાયક શ્રી નેમિનાથના બિંબ સાથે બીજા અનેક બિંબ ભરાવ્યાં છે. ફરતે ગઢ પણે બંધાવ્યું છે, આ આબુ પર્વત પાસે પાયંદ્રા કરીને ગામ હતું ત્યાં શ્રી પાર્શ્વનાથનું સુંદર મંદિર છે. અહીં એસવંશના અને ચામુડા ગોત્રને શાહ કલે નામને વણિક વસતું હતું અને વનાં નામની તેને સ્ત્રી હતી. તેમના પેટે શુભસ્વમ સૂચિત ગર્ભ રહ્યો અને જન્મ થયા પછી તેનું નામ ખેમચંદ પાડવામાં આવ્યું. (સંવત ૧૭૨૨ માં) કુમાર ખેમચંદનું પછી કોઈ કારણસર અહમદાવાદમાં આવવાનું થયું અને ત્યાં એક પરૂં નામે એમાપુરમાં ઉતારે લીધે. જી હતી. તેમના નામનો વણિત છે. અહીં એસ ગુરૂસમાગમ. દીક્ષા. તપાગચ્છની ત્રેસઠમી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, તેમના શિષ્ય શ્રી સત્યવિજયગણી થયા અને તેમના શિષ્ય શ્રી Íરવિજય થયા અને તેમના શિષ્ય શ્રી વૃદ્ધિવિજ્ય ગણી શ્રી વિજ્યપ્રભસૂરિના આદેશથી પ્રેમાપુરમાં ચોમાસું કરવા પધાર્યા. શ્રી વૃદ્ધિવિજય ગણી દેશના મધુર આપતા ત્યાં કુમાર ખેમચંદે આવી તેનું શ્રવણ કર્યું, અને તેથી સંસાર આસ્થિર છે એવું લાગ્યું અને વૈરાગ્ય પર પિતાનું મન ગયું. પછી તે ગુરૂ પાસે રર વર્ષની ઉમરે સંવત ૧૭૪૪ જેઠ સુદ ૧૩ ને દિને દીક્ષા લીધી અને નામ ક્ષમાવિજય રાખ્યું. આ સમયે તપાગચ્છની રખેવાળી કરતા પાલણપુરની સીમમાં જેનું સ્થલ એવા માણીભદ્ર યક્ષ તરફથી ગયબી નગારાં વાગ્યાં. આ પરથી ગુરૂએ જાયું કે આ મુનિ સાધુગણના આધારરૂપ થશે.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy