________________
સૂરિએ આણદપુરમાં કરવિજયને યોગ્ય જણ પતિપદ આપ્યું.
૩
વિહાર, શિષ્ય. સં. ૧૭પ૭ ના પોષ માસમાં તેમના ગુરૂ શ્રી સત્યવિજય પંન્યાસ સ્વર્ગલોક સિધાવ્યા, અને તેને પટધર તરીકે શ્રી Íરવિ નિમાયા. આ પછી શ્રી Íરવિ વઢીઆર, મારવાડ (ભરૂથલ), ગુજરાત (ગુર્જર ), સેરઠ, રાજનગર (અમદાવાદ), રાધનપુર, સાર, સાદરા, સેજીત્રા, વડનગર વિગેરે સ્થળે ચોમાસા કર્યા. દેશવિદેશ એમ ઘણે સ્થળે અપ્રતિબદ્ધપણે વિહાર કર્યો. બે શિષ્ય નામે શ્રી વૃદ્ધિવિગણિ તથા શ્રી ક્ષમાવિજય પંન્યાસ (જેનું ચરિત્ર આ પછી જોઈશું) થયા, વૃદ્ધાવસ્થા થઈ હતી એટલે છેલ્લે પાટણ માસાં કર્યા. અહીં ઉપધાનમાલારોપણ અને બિંબપ્રતિષ્ઠા આદિ અનેક સુકૃત્ય કરાવ્યાં.
સ્વર્ગવાસ. પાટણનગરમાં સંવત ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ સોમવારે પુષ્યવિજય મુહુર્ત અનશન કરી શ્રી કપૂરવિજયે સ્વર્ગગમન કર્યું. ભક્ત શ્રાવક શ્રાવિકાઓએ નવખંડ માંડવી રચી તેમાં ઉક્ત મુનિવરના શરીરને પધરાવ્યું. સંધ વાજતે ગાજતે ચૌટા વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો. સોનારૂપા નાણું ઉછાળ્યું. “જયજય નન્દા જય જય ભદાને આઘોષ કરતા કરતા ગામની બહાર દાહક સ્થળે આવી શિબિકા ઉતારી અને ચંદન વગેરે સુગંધી કાઈથી દેહને અગ્નિસંસ્કાર કર્યો
બે સ્થભ પહેલાં હતાં, તેમની પાસે ત્રીજે સ્થભ તેમને થયે. આમની પાટે શ્રી ક્ષમાવિજયજી આવ્યા. રવિ કંઈ પણ કૃતિ કરી હોય તેમ જણાતું નથી.
રાસકાર, રાસકાર શ્રી જિનવિજય છે કે જેઓ ચરિત્રનાયક શ્રી રવિજયના પદધર શ્રી ક્ષમાવિજ્યજીના શિષ્ય છે અને જેનું ચરિત્ર આપણે હવે પછી જોઈશું. તેમણે આ રાસ વડનગરમાં માસું રહીને સંવત ૧૭૭૮ ની વિજયાદશમીને શનિવારે રચ્યો છે. પંન્યાસપદ સં. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સં. ૧૭૧૦ માં મળ્યું. પોતે સૂરિપદ વિજયરત્નને નાગારમાં સં. ૧૭૩૨ માં આપ્યું. સ્વર્ગવાસ ઉના ગામમાં સં. ૧૭૪૯ માં કર્યો. પોતે શીલવંત, ભાગ્યવંત, સૌભાગી થયા. અનેક જિનબિં પ્રતિષ્ઠસવ કીધા. પિતાનું નામ શા સવગણ, અને માતાનું નામ ભાણું હતું