________________
થી શ્રી કપૂરવિજ્યગણી.
પૃષ્ઠ ૧૧૮-૧૨૫. શ્રીમન વીરપ્રભુથી પરંપરાએ નીકળેલ તપાગચ્છની ૫૩ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, તેમના શિષ્ય પંન્યાસ શ્રી સત્યવિજયગણ થયા અને તેના શિષ્ય શ્રી કપૂરવિજ્ય થયા,
જન્મ, ગામ, માતપિતા. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ શ્રી ગુર્જરદેશમાં પાટણ નામનું પ્રસિદ્ધ શહેર છે. આ પાટણ (પત્તન) નગરમાં પંચાસરા પાર્શ્વનાથની ઉત્તમ પ્રતિમા વિરાજે છે, ચિંતામણિ અજીતનાથનું ભવ્ય દેરાસર છે, આ નગર પાસે તારંગા પાર્શ્વનાથ છે એમ અનેક દેવમંદિર છે. આ પાટણ રાજવીર શ્રી વનરાજે સ્થાપેલું અને અહીં શ્રી હેમચંદ્રાચાર્ય કુમાળપાળ રાજાને પ્રતિબધી જૈન બનાવેલ. આવા પ્રસિદ્ધ પાટણનગરની પાસે વાગરોડ કરીને ગામ આવેલ છે, તેમાં પોરવાડ વંશના ભીમજીશાહ નામના સુબ્રાવક વસતા હતા, અને તેને ઘેર વીરા નામની પત્ની હતી. તેમને એક પુત્ર થયો જેનું નામ જન્મ થયે બાર દિવસે કહાનજી આપવામાં આવ્યું. પછી મા અને બંને મરણ પામ્યાં, તેથી કહાનજીને પાટણમાં પિતાના કુઆને ત્યાં આવવું પડયું.
ગુરૂસમાગમ, દીક્ષા. કહાનજી ચૌદ વર્ષનો થયો ત્યારે શ્રી સત્યવિજય ગુરૂ વિહાર કરતા પાટણમાં આવી બીરાજ્યા. વ્યાખ્યાનવાણી બહુ સરલ અને સચેટ હતી. આથી કુમાર કહાનજીને વૈરાગ્ય આવતાં દીક્ષા લેવા માટે ફઆની સંમતિ લઈ ગુરૂ પાસે તેણે દીક્ષા આપવાની યાચના કરી.
ગુરૂએ દીક્ષા ઘણી દુષ્કર છે, તેથી તે લેતાં પહેલાં પાકટ વિચાર કરવાની જરૂર છે એમ કહ્યું. કુમાર તીવેચ્છાવાળું હતું અને તેથી દીક્ષા અંગિકાર કરી. શુભ મુહર્ત સં. ૧૭૨૦ ના માગશર શુદિમાં દીક્ષા આપી શ્રી કરવિજય નામ આપવામાં આવ્યું.
દિનપ્રતિદિન સાધુના આચાર પાળી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા અને ગુરૂ સાથે વિહાર કરવા લાગ્યા. આવશ્યકાદિ સૂત્રોનું પઠન કર્યું. શ્રી વિજયપ્રભ
૧. વિજયપ્રભસૂરિ–(તપગચ્છની ૬૧ મી પાટે. વિજયસિંહસૂરિને ૬૧ માં ન લેખીએ તે) જન્મ સં. ૧૬૭૭ માં કચ્છના મનહરપુરમાં, દીક્ષા સં. ૧૬૮૬;