________________
સૂરિ પાસે વિનય અને વૈરાગ્યથી પિતાના મનની વાત પ્રકાશિત કરી કે હે સ્વામિન! ભારે સૂરિ પદવી લેવી નથી. મારી ઈચ્છા તે ક્રિયા ઉદ્ધાર કરવાની છે તે તે કરીશ.”—ત્યારે સૂરિએ કહ્યું કે “આ ગાદી-ગચ્છગાદી તમારે શિરે છે અને તમારે વશ તમારી આજ્ઞા નીચે સૌ મુનિ પરિવાર છે.” આમ કહી તે સૂરિવર સ્વર્ગે સિધાવ્યા, અને તેમણે કહેલું કથન સંઘને સુણાવતાં સત્યવિજય પંન્યાસની આજ્ઞા મુનિગણમાં પ્રવર્તા. ૩ - શ્રી સત્યવિજયજીએ સંઘની સાથે પોતાને હાથે રહી વિજ્યભને સૂરિપદપર સ્થાપ્યા, અને ગ૭ નિકા રાખી ઉગ્રવિહાર કરી ક્રિોદ્ધારથી સંવેગને સત્ય ગુણ વ્યાપ્ત કર્યો. જેવી રીતે છેટેથી ધ્વજા દેખીને લેકે ચૈત્યજિનાલય હોવું જોઈએ એવું અનુમાન કરી હાથ જોડે છે–વંદના કરે છે, તેવી જ રીતે સત્યવિજય ગણિએ રંગત-રંગેલા (પીત) વસ્ત્ર અંગિકાર કરેલાં હોવાથી તેને તેમજ તેના પરિવારના સાધુઓને તે વસ્ત્રો ઉપરથી તેઓ ખરા સંગી હોવા જોઈએ એમ અનુમાન કરી લેકે તેમને વંદના કરે છે. આ શ્રી સત્યવિજ્યજી એવા પ્રભાવક હતા કે તેની સમક્ષ મૂરિ (શ્રી વિજયપ્રભ સૂરિ), પાઠકો ઉભા રહેતા હતા–માન આપતા હતા, અને તેના પક્ષમાં-ક્રિદ્ધારના પક્ષમાં વાચક શ્રી જશ (યશોવિજ્યજી) હતા. ૪
સિદ્ધાંત એ વાતની સાક્ષી પૂરે છે કે સંવેગી મુનિ, નિદી ગૃહસ્થ, અને સંવેગ પક્ષી (સંવેગીને અનુમોદનારા)–આ ત્રણ, શિવમાર્ગ લઈ શકનારા છે; પરંતુ (કલિયુગનું મહાભ્ય કંઈ ઓર છે !) જુઓઆર્ય સુહસ્તિ પિતે સૂરિ હતા છતાં, આર્ય મહાગિરિ સૂરિ ન હોવા છતાં તે ઉગ્ર ક્રિયા ધારી હોવાથી તેને વંદના કરતા હતા, અને તે કમ બે ત્રણ પાટ સુધી રહ્યા પણ પછી ન રહ્યા કારણ કે કલિયુગની વિશેષતા છે. આ માટે દૃષ્ટાંત આપે છે. જેમ આખું નગર ઘેલા બનાવનારું જલ પીવાથી ગાંડું થઈ ગયું અને રાજા અને પ્રધાન કે જેઓ તે જલ પીધું ન હોવાથી ડાહ્યા રહ્યા હતા તેઓને પણ તે ગાંડાઓમાં ભળવું પડ્યું કારણ તેમ ન કરે તે ગાંડા તેઓને ત્રાસ આપ્યા વગર ન રહે.) તેમ કલિયુગ આવતો ગયો તેમ ક્રિયા ઓછી થતી ગઈ અને ક્રિયા પ્રત્યે જોઈએ તેવું માન પણ ન રહ્યું, તેથી ક્રિયાપરાયણને ક્રિયા ન કરનારા સાથે ચલાવી લેવું પડયું.
(૪) કિયાઉદ્ધારમાં શ્રી યશોવિજયજીની સહાય,
મૂળ શ્રી જિનહર્ષ રચિત શ્રી સત્યવિજયજીના રાસમાં ક્રિોદ્ધાર કરવામાં કોઈ પણ સહાયકર્તા હતું એમ દર્શાવેલ નથી, પરંતુ ઉપર જણાવેલ શ્રી વીરવિજયજી પંડિત આપેલી પ્રશસ્તિમાં “વાચક જશ તસ પક્ષીઝ”