________________
૪૧ કરે છે તે તપાસીએ, તેઓ પિતાના ધમ્મિલકુમાર રાસ તથા ચંદ્રશેખર શસમાં પિતાની જે પ્રશસ્તિ આપે છે તેમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે –
તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજયદેવ સૂરિ રાયાજી; નામ દશોદિશ જેહનું ચાવું, ગુણીજન દે ગવાયાછે. વિજયસિંહ સૂરિ તાસ પટધર, કુમતિ મતંગજ સિંહે; તાસ શિષ્ય સુરપદવી લાયક, લક્ષણલક્ષિત દેહેછે. સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સંકેતેજી; વિવિધ મહોત્સવ કરતા દેખી, નિજ સૂરિ પદને હેતેજી. પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી; રિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશજી. સૂરી પદવિ નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધાર; કહે સૂરી “આ ગાદી છે તમશિર, તુમ વશ સહુ અણગારજી. એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવી; સત્યવિજય પંન્યાસની આણા, મુનિગણમાં વરતાવી. સંધની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી; ગચ્છનિષ્ઠાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપી. રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્ય ધજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષી છે. ૪ મુનિ સંવેગી ગુહી નિર્વેદી, ત્રીજે સંવેગ પાખી; શિવ મારગ એ ત્રણે કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીછે. આર્યસુહસ્તિ સરી જેમ વંદે, આર્યમહાગિરિ દેખીજી; દો તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશેખી . ૫ ગ્રહિલ જલાસી જનતાપાસી, કૃપમંત્રી પણ ભલીયાજી;
અર્થ-તપગચ્છ રૂપી વનમાં કલ્પવૃક્ષની ઉપમા પામેલ શ્રી વિજયદેવસરિ થયા કે જેનું ચાવું (મરાઠી “ચાંગલું સારું ) સુંદર નામ દશે દિશાએ ગુણુજનના સમૂહે ગાયું છેતેના પટ્ટધર, કુમતિ રૂપી હાથીઓમાં સિંહ જેવા વિજયસિંહ સુરિ થયા, અને તેના શિષ્ય, લક્ષણથી લક્ષિત-અંક્તિ થયેલ દેહવાળા (સત્યવિજય) સૂરિની પદવીને લાયક થયા.
દશે દિશાએથી ચતુર્વિધ સંધ આગળથી સંકેત પ્રમાણે તેને સૂરિપદ આપવા ભેગો મળ્યો. (શ્રી સત્યવિજય) પિતાને સૂરિપદ આપવા માટે આ સંઘને જુદી જુદી જાતના મહોત્સવ કરતા જોઈ અને વૈરાગ્યવાળું પિતાનું ચિત્ત સંસ્કારિત થયેલું હોવાથી શાસનમાં પ્રાયશિથિલપણું દેખી (શ્રી વિજયસિંહ)