________________
સ્વર્ગવાસ ક્રિયાની ઉગ્રતાથી શરીર કૃશ થઈ ગયું હતું, બાસી વર્ષની ઉમર હતી અને વૃદ્ધાવસ્થા પૂરી આવી હતી તેથી પોતે પાટણ જ વધુ વખત છેલ્લા ભાગમાં રહ્યા. અહીં રાજનગરના શેઠ સોમકરણ શાહના પુત્ર સુરચંદશાહ પંન્યાસજીને
ખાસ વાંદેવા અર્થે આવ્યા હતા, અને રૂપિયાદિક નાણાવતી તેમના અંગ • પૂજતા હતા. કોઈ શ્રાવકો ઉપવાસનાં વ્રત લેતા હતા, કેઈ બીજાં વ્રત સ્વીકારતા હતા એમ ધર્મને પ્રભાવ સારો દેખાતો હતો. અહીં સંવત (૧૭પ૬ ના) પિષ સુદ ૧ર શનિવારને સિદ્ધયોગે પંન્યાસજી સ્વર્ગલોક સિધાવ્યા. આથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યા. ધર્મી શ્રાવકે સુગુરૂના સ્વર્ગગમન નિમિત્ત ઉતસવ કરતા હતા અને તેના રૂપાના ફૂલ ઉછાળતા હતા. આના સ્મરણાર્થે પાટણમાં તે વખતે સ્પ્રભ-સ્થભ કર્યો હતો.
અન્ય વિગતે.
(૧) વનવાસ. " શ્રી સત્યવિજય મહારાજ સંબંધી હકીક્ત રાસમાંથી ઉપર પ્રમાણે નીકળે છે પરંતુ બીજા સ્થળોએથી જે જે વિગતે પ્રાપ્ત થાય છે તે અહીં ) જણાવીએ. શ્રી આત્મારામજી કૃત જૈનતાદર્શમાં પૃ. ૬-૮ માં નીચે પ્રમાણે જણાવ્યું છે
શ્રી સત્યવિજય ગણીજી ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે, બહુ વર્ષ સુધી વનવાસમાં રહ્યા; તથા મહા તપસ્યા ગાભ્યાસ પ્રમુખ કર્યું
૧ અહીં સં. ૧૫૬ એ આપેલ નથી, પરંતુ તે હોવું જોઈએ કારણ કે આ રાસ સ્વર્ગવાસ પછીજ પૂર્ણ થયેલો છે, અને તે સં. ૧૭પ૬ ના મહાશુદિ ૧૦ ને દિને પૂરે જે છે તેથી ૧૭પ૬ નું વર્ષ જ હોવું જોઈએ. પરંતુ રિવિજયના રાસમાં સં. ૧૭૫૭ આપેલ છે (પૃ. ૧૨૩).
સત્તાવને પોસ માસ, શ્રી સત્યવિજય પંન્યાસ;
સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન પસાઉલે છે. આમાં માસ પોષ મળે છે, પરંતુ સાલમાં એક વરસને ફરક પડે છે. તે મને તે સં. ૧૭પ૬ વધારે વિશ્વાસનીય લાગે છે, કારણ કે સત્યવિજય પંન્યાસની સ્વર્ગવાસ તીથિ લખનાર શ્રી જિનહર્ષ તેજ સમયમાં વિદ્યમાન હતા, અને નિર્વાણ રાસ તેમણે ૧૭૧૬ ના માઘ માસમાં પૂરો કર્યો છે (એક માસ પછી જ.) જ્યારે સ્પેરવિજયને રાસ તેમના શિષ્ય જિનવિજયે સં. ૧૭૭૯ માં કરેલ છે. તેથી જિનહર્ષના રાસથી નિકળતે સંવત્સર ૧૭૫૬ વધારે સત્ય છે.
-સંશોધક