________________
શ્રી ગુરૂચરણ નમી કરી, કરજેડી તે વાર; “અનુમતિ જે મુજને દિયે, તે કરું ક્રિયા ઉદ્ધારરે. કાલ પ્રમાણે ખપ ખરું, દોષી હલુ કર્મ cલેવારે; તપ કરું આલસ મૂકીને, માનવ ભવનું ફલ લેવાશે.” ગુણવંત ગુરૂ ઈણિ પરે કહે, “યોગ્ય જાણુને સુવિચારે; જિમ સુખ થાય તિમ કરો, નિજ સફલ અવતારરે.” ધર્મ માર્ગ દીપાવવા, પાંગરીયા મુનિએકાકીરે; વિચરે ભાખંડની પરે, શુદ્ધ સંયમશું દિલ છાકીરે. સહ પરિષહ આકરા, શેષે નિજ કોમલ કયારે, ક્ષમતા સમતા આદરી, મેલી સહુ મમતા ભાયારે.
એક દિવસ શ્રી સત્યવિજયજીએ શ્રી વિજયસિંહરિને કહ્યું કે “આપની આજ્ઞા હોય તે હું ક્રિોદ્ધાર કરું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે સંયમ પાળું.” આચાર્ય કહ્યું કે “જેમ સુખ થાય તેમ કરે (કદા ગુણ
વાસ્તુવિચા). આથી સત્યવિજયજીએ ધર્મમાર્ગને દીપાવવા ભારડ પક્ષીની પેઠે અપ્રમત્તપણે એકાકી વિહાર કર્યો.
૩.
વિહાર. મેવાડના ઉદેપુરમાં મારું કર્યું. ઘણું લેકને પ્રતિબંધ આપી ધર્મમાં સ્થિર કર્યા. છઠ્ઠ છઠ્ઠના તપ કરવા લાગ્યા. ત્યાંથી મારવાડમાં આવ્યા. ત્યાં પણ જૈનધર્મ ઘણાને પમાડ્યો. પછી મેડતા ગામમાં કે જ્યાં શ્રી આ. નંદઘનજી પણ તે પ્રસંગે રહેતા હતા અને જ્યાં હાલ તેમની દેરી છે ત્યાં આવી ચોમાસું કર્યું. અહીંથી વિહાર કરતા નાગોર આવી ચોમાસું કર્યું, ત્યાંથી જોધપુર ચોમાસું કર્યું. એમ દેશ વિદેશ અપ્રતિબંધપણે વિહાર કરી લેક પર પરમ ઉપકાર કર્યો.
પન્યાસપદ સં. ૧૭ર૯. શ્રી વિજયસિંહસૂરિના પદાધીશ શ્રી વિજયપ્રભસૂરિએ પિતાના હસ્તથી સેજત ગામમાં સં. ૧૭૨૮માં સત્યવિજયજીને પન્યાસ પદ આપવામાં આવ્યું હતું. અહીંથી પિતે સાદડી માસું કર્યા પછી ગુજરાતમાં અનેક સ્થળે વિહાર કરતા કરતા શ્રી સત્યવિજય પાટણ આવી પહોંચ્યા.