________________
ogGGGGGG.0.0 છે શ્રીમદ્ સત્યવિજ્યજી & $$$$$SSSSS
પૃષ્ઠ ૧૦૮–૧૭.
જમ, સાધુ ઉપદેશ, હાલમાં માળવા દેશથી ઓળખાતા સપાદલક્ષ દેશમાં લાલું નામનું ગામ હતું. અહીં વેપાર સારે ચાલતો હતો. દૂગડ ગોત્રના વીરચંદ નામે શેઠ વસતા હતા, અને તેની ભાર્યાનું નામ વીરમદે હતું. બંને ધાર્મિક હતા, અને તેમને શિવરાજ નામને પુત્ર થશે. બાલપણામાં તેને ધર્મ પ્રત્યે સારી ભાવના હતી. એક દિવસ ત્યાં એક મુનિરાજ પધાર્યા, તેના દર્શનથી પિતાને ઉંડી છાપ પડી, અને ઉપદેશથી પ્રતિબોધ પામે. મા અને બાપને દીક્ષા માટે રજા આપવા બહુ પ્રાર્થના કરી, આખરે શિવરાજ એકને બે થયા નહિ અને તેણે માબાપને સમજાવી રજા લીધી, પછી માબાપે કહ્યું કે “તુ લુકામાં (હાલના સ્થાનકવાસી) દીક્ષા લે તે તે પંથના આચાર્યને તેડાવી સારે દીક્ષા સમારંભ કરાવું” ત્યારે શિવરાજે કહ્યું કે જે ગ૭ સુવિહિતસારી વિધિ પાળનાર છે અને જેમાં શુદ્ધ સામાચારી-ક્રિયા છે અને જેમાં જિનરાજની પૂજા કરી શકાય છે તે ગચ્છમાં હું સંયમ લેવાને છું. આથી માબાપે તપાગચ્છમાં પુત્રનું મન સ્થિર જોઈ શ્રી વિજ્યસિંહસૂરિને તેડાવ્યા; પુત્રે તેમની પાસે ઉત્સવપૂર્વક દીક્ષા ૧૪ વરસની ઉમરે લીધી. નામ સત્યવિજય આપવામાં આવ્યું.
અભ્યાસ, જિદ્ધાર. આ પછી શાસ્ત્ર સિદ્ધાંતને અભ્યાસ ગીતાર્યમુનિ પાસેથી કરવા લાગ્યા, અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળવા લાગ્યા. આમની ક્રિયા બહુ વિખ્યાતી પામી અને ઉત્તમ વૈરાગી પુરૂષ ઓળખાયા. પછી તેમણે ગચ્છની પરિસ્થિતિ જોતાં જણાયું કે ક્રિયામાં શિથિલતા બહુ છે તે તેને ઉદ્ધાર કરવાની જરૂર છે, તેથી ગુરૂ આચાર્ય શ્રી વિજ્યસિંહની રજા લઈ તેના પ્રયાણ અર્થે વિહાર કર્યો. “રસ” માં લખે છે કે –
“શ્રી આચારજ પૂછીને, કરૂં ક્રિયા ઉદ્ધાર; નિજ આતમ સાધન કરે, બહુને કરૂં ઉપગાર.