________________
તે છે જીવસ્વરૂપ : આવો અનુભવ તે નિજી સંપત્તિ હોવાથી અબાધિત છે અર્થાત્ અનુભવ અનુભવ રૂપે દૃષ્ટામાં સ્થિર થઈ જાય છે. જેમ માટીમાંથી નિષ્પન્ન થયેલો ઘડો માટીમાં જ સ્થિર થયેલો છે. તે જ રીતે દૃષ્ટામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન વૃષ્ટામાં જ સ્થિર થયું છે, તેથી શાસ્ત્રકારે તેને અબાધ્ય અનુભવ કહ્યો છે. જો ડ્રષ્ટામાં પરિવર્તન થાય અને કોઈ કર્મવિપાકથી તેનો અનુભવ લય પામે, તો એક અલગ વાત છે. બાહ્ય પદાર્થથી તે અનુભવ બાધિત થયા વિના અર્થાત્ બાધા પામ્યા વિના અબાધ્ય રહે છે, અખંડ રહે છે. શાસ્ત્રકારે બરાબર જ કહ્યું છે કે “અબાધ્ય અનુભવ જે રહે અહીં “અનુભવ” શબ્દ લખીને તૃષ્ટાના જ્ઞાનાત્મક ભાવને પ્રગટ કર્યો છે. અર્થાત્ દૃષ્ટા નિર્ણય કરવાનો અધિકારી છે. વૃષ્ટાએ જે રૂપ જોયું છે, તે રૂપનો જે અનુભવ કર્યો છે, જે નિર્ણય કર્યો છે, તે નિર્ણય ષ્ટાની અંદર અવશિષ્ટ છે, તેથી જ કવિ કહે છે કે “અબાધ્ય અનુભવ જે રહે અર્થાત્ પદાર્થ દૂર થવા છતાં અનુભવ દૂર થતો નથી, અનુભવ રહે છે, તે આત્મામાં સ્થિર રહ્યો છે. મતિજ્ઞાનમાં તેને ધારણા કહેવામાં આવે છે. વૃષ્ટાની જે ધારણા થઈ છે, તે જ્ઞાનરૂપે બચેલી છે. ધારણા જ જ્ઞાનાત્મક સંપત્તિ છે અને આવું જે જ્ઞાનાત્મક રૂપ છે, તે જ જીવાત્મા છે. આમ કવિરાજે ત્રિવિધ શ્રેણીના પરિણામે જીવાત્માનું ભાન કરાવ્યું છે. દૃષ્ટા, દ્રષ્ટિ અને દૃશ્ય, એ ત્રણેય જયાં ઘટિત થાય, તે જીવાત્મા છે, તે જીવનું સ્વરૂપ છે. સ્વરૂપ એટલે પોતાનું રૂપ છે. જેમ આકાશમાં આવેલી પતંગ પુનઃ ઉડાડનારાના હાથમાં આવી જાય છે, તેમ દૃષ્ટાએ ફેલાવેલી દ્રષ્ટિ દ્રશ્યનો અનુભવ લઈને પુનઃ વૃષ્ટાના હાથમાં આવી જાય છે અને આ આખી ક્રિયા જેમાં થાય છે, તે જીવનું સ્વરૂપ છે. જીવ કહેતાં ચૈતન્યનું સ્વરૂપ છે. જુએ છે તે દૃષ્ટા છે. જાણે છે તે જ્ઞાતા છે અને જીવે છે તે જીવ છે પરંતુ જીવમાં દર્શન અને જ્ઞાનની ક્રિયા ઘટિત થાય છે, માટે શાસ્ત્રકારે આવા જ્ઞાનાત્મક અનુભવને જે જીવનું લક્ષણ માન્યું છે. ફરી ફરીને વાત કેન્દ્ર સુધી જ જાય છે. કારણ કે આખી ત્રિગુણમય ક્રિયા પુદ્ગલ કે જડમાં ઘટિત થતી નથી. ઘડો ફૂટે છે તેનું ભાન ઘડાને નથી. પણ જીવરૂપી દૃષ્ટાને જ તેનું ભાન છે. પુદ્ગલમાં ક્રિયા થાય છે પરંતુ તે પુદ્ગલ દ્રવ્ય ક્રિયાનો જ્ઞાતા નથી જયારે આત્મામાં કોઈ એવી સ્કૂલ ક્રિયા થતી નથી પરંતુ તે ક્રિયાઓના જ્ઞાતા છે, દૃષ્ટારૂપે સાક્ષી છે અને સાક્ષી રૂપે તે પુદ્ગલથી ન્યારો છે. દૃષ્ટા પોતાના અનુભવના બળે જ પોતે ડ્રષ્ટા છે એમ અનુભવે છે. આવી આ ગૂઢવાત આપણા સિદ્ધિકારે અપૂર્વ રીતે એક જ ગાથાર્મા મૂકી દીધી છે. તેમની કાવ્યકળા, જ્ઞાનકળા,અને વચનામૃત જોઈને નતમસ્કત થઈ જવાય છે. ધન્ય છે ! આ ૫૧ મી આધારભૂત ગાથાના રચયિતા કૃપાળુ ગુરુદેવને.
આધ્યાત્મિક સંપૂટ : આટલો ગંભીર અર્થ સમજયા પછી આખી ગાથા કેટલાક આધ્યાત્મિક ભાવોને સ્પષ્ટ કરે છે. મૂળમાં એ જાણવાનું છે કે જેને જીવાત્મા કે દૃષ્ટા તરીકે સ્થાપિત કર્યો છે, તે તત્ત્વ વિશ્વમાં કેવી રીતે અસ્તિત્ત્વ ધરાવે છે ? તે ચૈતન્યપિંડ માયા તત્ત્વથી કેવી રીતે અપ્રભાવ્ય છે ? તે સ્વયં અખંડ રહીને બધી પરિસ્થિતિમાંથી પાર થઈ નિત્ય શાશ્વત સુખને પણ પ્રાપ્ત કરી શકે છે.
આધ્યાત્મિક સાધક યોગીરાજ અથવા પરમાત્મા તત્વને પામવા માટે ભૌતિક ભાવોનો સર્વથા ત્યાગ કરી આત્મભાવમાં રમણ કરી રહ્યા છે તેવા સાધકો, સહુનું લક્ષ શુદ્ધ આત્મતત્ત્વ જ
SSSSSSS
S