________________
છે. તે જ દ્રષ્ટા છે. જેમ સંસારના જેટલા ક્રિયાકલાપ ચાલી રહ્યા છે તે બધા ક્રિયાકલાપથી નિરાળું છતાં સર્વ ક્રિયાકલાપના સંચાલનમાં પણ તે જ કારણ છે. આવું સામાન્ય કે અસામાન્ય જે ચૈતન્ય તત્ત્વ છે, તેને જાણવા, પામવા અને પારખવા માટે ભગીરથ પ્રયત્ન થયા છે. જે પામ્યા છે, તે સિદ્ધ પુરુષો કહેવાયા છે. જેને પરિભાષામાં તેને અરિહંતો કહે છે. તે દેહયુકત છે, પછી દેહને છોડી સિદ્ધદશાને પામે છે. અહીં મૂળમાં પ્રશ્ન એ છે કે આ બધા સાધકો અને અરિહંતોએ એવું તત્ત્વ પ્રાપ્ત કર્યું છે કે જેને મેળવ્યા પછી બધી ઈચ્છા અને કામનાઓનો અંત થઈ જાય છે. આ તત્ત્વ અકથ્ય અને શબ્દાતીત છે, વ્યાખ્યાથી પણ પર છે, અગોચર અને અવિનાશી છે. અરૂપી હોવા છતાં પોતાના રૂપમાં સર્વથા સદાકાળ અવસ્થિત રહી અ૭ધ અને અભેદ ભાવે અનંતકાળ ટકી રહે છે. ભકતામર સ્તોત્રના ૨૪માં શ્લોકમા આચાર્યશ્રીએ કહ્યું કે :
V“જ્ઞાન સ્વરૂપનમર્સ પ્રવૃત્તિ સંત” જે કાંઈ છે તે જ્ઞાનનું કેન્દ્ર છે, ફકત જ્ઞાનરૂપ છે. જેને પરિભાષામાં તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કેવળ એટલે નિર્મળ ભેદરહિત, મિલાવટ રહિત શુદ્ધજ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. આ તત્ત્વ જ દૃષ્ટા છે, મૂળભૂત પાયો છે. આથી વધારે કહી ન શકાય તેવું અકથ્ય, અણમોલ તત્ત્વ છે, તે વૃષ્ટા છે. અસ્તુ. - અહીં આટલું કથન કરી દૃષ્ટા પ્રત્યે ફકત અંગુલી નિર્દેશ કરી શકાય છે. સાકરનું ગમે તેવું વર્ણન કરો પણ સાકર જ્યારે ખાય ત્યારે જ ખાનારને સાચો સ્વાદ મળે છે. તેમ આત્મતત્ત્વ જે પામે છે, તે જ તૃષ્ટાના અનુભવનો આનંદ લઈ શકે છે. જેને પારખવા માટે આ આખી આત્મસિદ્ધિ છે.
ઉપસંહાર : આપણે આ ૫૧ મી ગાથાનું પરિસમાપન કરી તેનો સાર મેળવી આગળની ગાથામાં પ્રવેશ કરીશું. આગળની ગાથા પણ આત્મલક્ષી છે. શાસ્ત્રકારે બીજા પણ કેટલાક તર્ક ઉપસ્થિત કરીને કેન્દ્રીભૂત આત્માને સાધકની દ્રષ્ટિમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. ૫9 મી ગાથામાં એકંદરે કહેવામાં આવ્યું છે કે દૃષ્ટા એ સ્વયં મૂળભૂત છે. દ્રષ્ટિ એ તેનું એક ઉપકરણ છે અને દ્રષ્ટિથી તે પદાર્થના રૂપને પણ નિહાળે છે અને પોતાના સ્વરૂપને પણ જાણે છે. પ્રમાણશાસ્ત્રનું જ્ઞાન સૂત્ર આ ગાથામાં સહેજે આવી ગયું છે. “સ્વર વ્યવસાયી જ્ઞાનું પ્રમાણ૫ ” દર્શનશાસ્ત્રમાં પ્રમાણજ્ઞાનનું આ એક સચોટ લક્ષણ છે. જે સ્વપરનો નિર્ણય કરનારું જ્ઞાન છે, તે પ્રમાણજ્ઞાન છે અર્થાત્ જ્ઞાન સ્વ અને પર બંનેનો નિર્ણય કરે છે. અહીં પણ શાસ્ત્રકારે કહ્યું છે કે વૃષ્ટા રૂપને પણ જાણે છે અને સ્વરુપને પણ જાણે છે. સમગ્ર આત્મસિદ્ધિમાં આ ૫ મી ગાથા તે મોતીના હારમાં રહેલા મોટા હીરાના સ્થાને છે. આ એક જ ગાથાને સરખી વાગોળવામાં આવે તો આખી આત્મસિદ્ધિ આ ગાળામાં સમાવિષ્ટ થઈ જાય છે. ગાથા તો ગાથા જ છે પરંતુ આ ગાથાનો સ્વાધ્યાય નિરંતર કરવાથી સાધકને દ્રષ્ટા સુધી લઈ જાય, તેવી સમર્થ ગાથા છે. ટૂંકમાં ૫૦ મી ગાથાનો મહિમા કહીને આગળની ગાથાનો ઉપોદ્દાત કરીએ.
\\\\\\\\\\SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
)
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS