________________
રહ્યા છે અને જેમ જેમ આત્માના સ્વરુપને જીવ ઓળખે તેમ તેમ પરોક્ષ રીતે જડતત્ત્વને ઓળખતો થઈ જાય છે. જડને ઓળખ્યા વિના જીવની ઓળખાણ કયાંથી થઈ શકે? તેથી જ અહીં પરોક્ષભાવે જડનો સ્વભાવ પણ પ્રગટ કર્યો છે. અસ્તુ.
અબાધ્ય અનુભવ : અહીં જે “અબાધ્ય’ કહ્યું છે કારણ કે પદાર્થ કે બીજા કોઈ દ્રવ્યથી જ્ઞાન બાધ્ય થતું નથી, માટે તેને અબાધ્ય કહ્યું છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધીના મતિ શ્રત આદિ ખંડ જ્ઞાનો પોતાના કારણોથી બાધ્ય થઈ શકે છે, જેમ કોઈ વ્યકિતને દેવે વચન આપ્યું કે તને કોઈ મારી શકશે નહીં, તું મરીશ નહીં. અહીં અર્થ એ થયો કે કોઈ અન્ય વ્યકિત તેને મારી શકશે નહિ પરંતુ પોતાનું મોત આવે, ત્યારે મરી શકશે, તે જ રીતે ખંડ જ્ઞાનની આ પર્યાયો અન્યથી બાધિત થતી નથી કારણ કે આત્માનો પોતાનો અનુભવ અબાધ્ય છે પરંતુ એ પર્યાયની સ્થિતિ પૂર્ણ થતાં તે સ્વયં લય પામે છે. તે અન્ય કોઈથી બાધ્ય થઈ નથી માટે તે અબાધ્ય જ ગણાય છે. અસ્તુ.
અહીં આપણે દૃષ્ટાનું વિવેચન કરી રહ્યા હતા, તૃષ્ટા પોતે એક સ્થાયી તત્ત્વ છે. પોતે સ્વયં છે. જે જોનાર છે તે પોતે છે અને જે પોતે છે તે જોનાર છે. આમ ખરા અર્થમાં દ્રષ્ટા જ છે. હું શબ્દ તો વ્યર્થ જોડવામાં આવે છે. એટલે શાસ્ત્રકારે અહીં તૃતીય પુરુષ તરીકે “જે ડ્રષ્ટા’ એમ કહીને દ્રષ્ટાને સ્વતંત્ર અસ્તિત્વ પ્રગટ કર્યું છે. દ્રષ્ટિનો દૃષ્ટા એમ કહીને દ્રષ્ટાની અંદર ઉત્પન થતી એક દર્શન પર્યાયનો ઉલ્લેખ કર્યો છે. દર્શન પર્યાય ખૂલતાં દ્રષ્ટિ ખુલે છે. દર્શન શબ્દ નામ વાચી છે, જયારે દ્રષ્ટિ શબ્દ ક્રિયાવાચી છે. કોઈપણ ગુણ જયારે ક્રિયાત્મક બને છે ત્યારે તેના માટે ગતિશીલતાનો શબ્દ વપરાય છે. જેમ કે ગમન અને ગતિ, મનન અને મતિ, હનન અને હત્યા, મોક્ષ અને મકિત આ બધા ગુણાત્મક શબ્દો અમક અંશે ક્રિયાત્મક બને છે. અર્થાતુ સામાન્ય ગુણમાં ક્રિયાનો ઉદ્દભવ થાય છે, ત્યારે ગતિવાચક ભાવનો ઉમેરો કરાય છે. શાસ્ત્રકારે અહીં વૃષ્ટાની દ્રષ્ટિ એમ કહીને દર્શન ગુણને અધ્યાર્થ રાખ્યો છે. જે દૃષ્ટાની દ્રષ્ટિ છે, તે જ દૃષ્ટાનું દર્શન પણ છે. દર્શન ગુણના આધારે જ તે વૃષ્ટા બન્યો છે. વૃષ્ટા કર્તાના અર્થમાં છે, દ્રષ્ટિ ઉપકરણના અર્થમાં છે.
જુઓ હવે ખૂબી – વૃષ્ટી પોતે દૃષ્ટિરૂપ ઉપકરણથી રૂપને અર્થાત્ વિષયને જાણે છે. વિષય એ દૃષ્ટિનું કર્મ છે અને તૃષ્ટા તે કર્મને અનુભવે છે, તેથી હકીકતમાં રૂપનું જ્ઞાન તે દૃષ્ટાનું કર્મ છે. અહીં રૂપ તે જોય રૂપે છે અર્થાત્ દ્રશ્ય રૂપે છે. દૃશ્યરૂપ ભાવને રૂપ કહીને શાસ્ત્રકારે અહીં દ્રશ્ય, દૃષ્ટિ, અને દૃષ્ટા, આમ ત્રિવિધ શ્રેણીનો ઉલ્લેખ કર્યો છે. દૃષ્ટા કોઈ પણ કર્મના ક્ષયોપશમથી જાણવા માટે શકિતમાન થયેલો છે, તે શકિતના પ્રભાવથી તેને દૃષ્ટિરૂપ આંખ ઉઘડે છે. જેમ ફૂલની કળીમાં પાંખડી ખૂલે છે તેમ દૃષ્ટામાં દૃષ્ટિની પાંખડી ખૂલે છે. દ્રષ્ટિ ખૂલ્યા પછી દ્રષ્ટિ પોતાના વિષયનું અનુગમન કરે છે. દ્રષ્ટિનો વિષય રૂ૫ છે. આ બધી ક્રિયા થયા પછી દ્રશ્યનું જ્ઞાન અને દૃષ્ટિ, એ બધું દૃષ્ટામાં સમાઈ જાય છે. પાણીમાં નાખેલું પતાસું પાણીમાં ઓગળીને સમાઈ જાય છે, તેમ આ અનુભવ દ્રષ્ટિમાં સમાઈ જાય છે અને તેની સંપત્તિ બની જાય છે.