________________
રીતે દ્રષ્ટિનાં ઘણાં રૂપાંતર છે પરંતુ દૃષ્ટિના જે કાંઈ રૂપાંતર છે તે દૃષ્ટા સાથે તથા ઉદ્યમાન કર્મના પ્રભાવ સાથે સંબંધ ધરાવે છે. આવી છે આ વિલક્ષણ દૃષ્ટિ.
આગળ શાસ્ત્રકાર કહે છે કે જાણે છે રૂપ” અહીં રૂપ એટલે કોનું રૂ૫ ? ગાથામાં બે શબ્દનો પ્રયોગ કર્યો છે. રૂપ અને સ્વરૂપ, રૂપ” શબ્દ ખૂબ જ ગંભીરતાપૂર્વક પ્રયુકત થયો છે. રૂપી પદાર્થમાં રૂપ છે. બધા પૌલિક પદાર્થોના ગુણધર્મો રૂપ કહેવાય છે. જયારે અરૂપી પદાર્થ અને આત્મા જેવા દિવ્ય દ્રવ્યો જેમાં રૂપ નથી પણ સ્વરૂપ છે. રૂપમાં સ્વરૂપનો સમાવેશ થાય છે. તે જ રીતે સ્વરૂપમાં રૂપનો સમાવેશ થાય છે પરંતુ અહીં ધ્યાનમાં લેવાનું છે કે અરૂપી પદાર્થો સ્વરૂપ ધરાવે છે પણ રૂપ ધરાવતાં નથી. જયારે રૂપી પદાર્થો રૂપ ધરાવે છે અને તેનું પોતાનું સ્વરૂપ પણ છે કહેવાનો આશય એ છે કે આત્મા બધા દ્રવ્યોના રૂપને પણ જાણે છે અને સ્વરૂપને પણ જાણે છે. જે રૂપી છે, તેના રુપને જાણે છે અને જે રૂપી નથી, તેના સ્વરૂપને જાણે છે.
વિશેષ વાત : હકીકતમાં રૂપનું જ્ઞાન જ રૂપનો આધાર છે. પદાર્થોમાં જે કાંઈ વર્ણ, ગંધ રસ, સ્પર્શ ઈત્યાદિ છે, તે બધા ગુણોનો નિર્ણય જ્ઞાન કરી શકે છે. એટલે રૂપ અને રૂપનું જ્ઞાન બંનેનો ભેદ પારખી લેવાનો છે. રૂપ પદાર્થમાં છે અને રૂપનું જ્ઞાન આત્મામાં છે, માટે જ અહીં કવિશ્રી કહે છે કે “જે જાણે છે રૂપ' અર્થાત્ રૂપનો જાણનાર જે આત્મા છે, તે રૂપનો સાક્ષી છે, રૂપનો નિર્ણય કરનાર છે અને આ રૂપ જાણવામાં દૃષ્ટા અને દૃષ્ટિ બંને પ્રયુકત છે. રૂપને જાણ્યા પછી રૂપનો જ્ઞાતા રૂપથી છૂટો છે. એ રીતે રૂપ અને રૂપનો જ્ઞાતા એવી સૂમ રેખા અંકિત થાય છે. રૂપ તે આત્મા નથી અને રૂપનો જ્ઞાતા છે તે રૂ૫ નથી. આ રીતે રૂપ અને રૂપનું જ્ઞાન બંનેનો ભેદ સ્પષ્ટ થવાથી જડ-ચેતનનો વિવેક થાય છે, માટે અહીં કહ્યું છે કે “જે જાણે છે રૂ૫'. રૂપને જાણ્યા પછી તે જ્ઞાતા પોતાનો અનુભવ પોતાની પાસે રાખે છે. આવો અનુભવ જેણે કર્યો છે, તે જીવાત્મા છે, જીવ સ્વરૂપ છે. રૂપ તે પુદ્ગલનું રૂપ છે અને રૂપનું જ્ઞાન છે તે જીવ સ્વરુપ છે. ગાથામાં પણ કહ્યું છે “તે છે જીવ સ્વરુપ' કવિરાજે થોડા શબ્દોમાં મદજ્ઞાનનો જળનિધિ સંચિત કર્યો છે. આત્માના સાક્ષાત્કાર માટે અથવા આત્માને ઓળખવા માટે એક અલૌકિક થર્મોમીટર આપ્યું છે, એક યંત્ર આપ્યું છે. આ ગાથાને આપણે નિષેધાત્મક ભાવે નિહાળશું તો ઘણી જ વધારે સ્પષ્ટતા થશે.
V જે દષ્ટા નથી દષ્ટિનો, જે નથી જાણતો રૂપ આ
જેને કોઈ અબાધ્ય અનુભવ નથી, તે નથી જીવ સ્વરૂપ | આ રીતે નિષેધ દ્રષ્ટિથી સ્પષ્ટ થાય છે કે જડ પદાર્થ દ્રષ્ટા પણ નથી, તેને દ્રષ્ટિ પણ નથી તે રૂપને ઓળખતો પણ નથી. તેને પોતાનો કે બીજાનો અનુભવ નથી. ફકત તેનું અસ્તિત્વ જ છે તો આવા પદાર્થો જીવસ્વરૂપ નથી અર્થાત્ તે જડરૂપ છે. મૂળ દોહાથી આત્માની સિદ્ધિ થાય છે. અહીં વિપરીત ભાવે કહેલા દોહાથી જડની સિદ્ધિ થાય છે અને બંને ગાથાના ઉચ્ચારણથી જડ ચેતનનો ભાવ સ્પષ્ટ થાય છે. સિદ્ધિકાર તો આત્મસિદ્ધિને વરેલા છે. આત્મતત્ત્વોને સ્પષ્ટ કરવા માટે મંગલ પદો ઉચ્ચારી
- (૭૧) -