________________
કે જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ' અર્થાત્ જે દૃષ્ટિનો સ્વામી છે, તે રૂપનો પણ જાણનાર છે. રૂપનો અર્થ અહીં દૃશ્ય જગત છે.
આ ગાથામાં બે વખત ‘જે' શબ્દનો પ્રયોગ કર્યો છે.
(૧) જે દૃષ્ટા છે (૨) જે જાણે છે રૂપ
બંને પ્રયોગમાં જે' શબ્દ દ્વારા આ જાણનારને અને જોનારને બંનેને સિદ્ધિકાર ઓળખાવી રહ્યા છે અને તે આત્મા છે એમ ઈશારો કરે છે. સાધકને પૂછે છે, જે જાણે છે તે કોણ છે ? જે દૃષ્ટા છે તે કોણ છે ? આમ બંને વાક્યમાં જે' શબ્દ મૂકીને તેને ઓળખવા માટે પ્રશ્ન કર્યો છે અથવા સહેજ સમજણ આપી છે. જેમ વ્યવહારમાં કોઈ કહે કે જે ઉદ્યમ કરે છે, જે કમાય છે, તે સુખી થાય છે. તો આ બધા વાકયોમાં ‘જે’ સર્વનામ મુખ્ય કર્તાને સ્પષ્ટ કરવા માટે બોલવામાં આવે છે. અહીં પણ દૃષ્ટા રૂપી કર્તા અને જાણનાર રૂપી કર્તા બંને, અર્થાત્ દર્શન અને જ્ઞાનનો આધાર જે છે, તે આત્મા છે. તે પોતાનો અનુભવ અખંડ રાખે છે. પદાર્થનો નાશ થાય, તો પણ જાણનારનો અનુભવ અબાધ્ય રહે છે, તેનો અનુભવ ખંડિત થતો નથી. આમ અનુભવકર્તાને પદાર્થથી છૂટો પાડી, દેહથી પણ છૂટો પાડી એક સ્વતંત્ર જ્ઞાન આત્મા છે, દર્શન આત્મા છે, તેમ કહેવાનો અહીં સચોટ પ્રયાસ કર્યો છે.
દૃષ્ટિ શું છે ? : જે દૃષ્ટા છે દૃષ્ટિનો' તેમાં દૃષ્ટિ શબ્દ મૂકયો છે. દૃષ્ટિ શું છે ? તે એક ઉપકરણ તો છે જ, તે ઉપરાંત વૃષ્ટિ એક જ્ઞાનચક્ષુ છે. જે દૃષ્ટા છે દૃષ્ટિનો’. તેમાં બે ભાવ સમાયેલા છે. દૃષ્ટિનો સ્વામી પણ દૃષ્ટા છે અને દૃષ્ટિનો વિષય પણ દૃષ્ટા છે. દૃષ્ટિ એ પર સ્વરૂપને પણ નિહાળે છે અને સ્વસ્વરૂપને પણ નિહાળે છે. દૃષ્ટિ દૃશ્યોને પણ જાણે છે અને દૃષ્ટાને પણ જાણે છે. દૃષ્ટિ દ્વિમુખી જ્ઞાનનું કિરણ છે. સૃષ્ટિ એ ધુરા છે. દૃષ્ટિનો લય થાય, તો સમગ્ર વસ્તુ અંધકારમાં ચાલી જાય, લુપ્ત ન થાય તો ગુપ્ત તો થઈ જ જાય. જેમ પ્રકાશ જતાં બધુ અંધકારમાં ડૂબી જાય છે, તેમ દૃષ્ટિ જતાં બધુ ગોપ્ય બની જાય છે, અગોચર બની જાય છે. દૃષ્ટિ એ જીવનનો મૂળમંત્ર છે, તેથી અહીં શાસ્ત્રકારે સાપેક્ષભાવે ‘દૃષ્ટિ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. દર્પણને પદાર્થ સામે રાખવાથી તેમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને મુખ સામે રાખવાથી પોતાનું પ્રતિબિંબ પડે છે. દૃષ્ટિ એક દર્પણ છે. જેમાં બાહ્ય અને આત્યંતર બધા દ્રવ્યો પ્રકાશિત થઈ શકે છે. આ સૃષ્ટિ જે કાંઈ અનુભવ કરે છે, તે તેનો અનુભવ અબાધ્યરૂપે દૃષ્ટિમાં સંચિત થઈ જાય છે. જેમ કેમેરામાં આવ્યા પછી પદાર્થ હટી જાય, તો પણ પદાર્થ કાયમ રહે છે. આ છે જ્ઞાનની
અબાધ્યતા અસ્તુ.
અહીં આપણે દૃષ્ટિનું વિવેચન કરી રહ્યા છીએ, આટલા સ્પષ્ટીકરણથી દૃષ્ટિનો આભાસ મળી રહે છે. દૃષ્ટિ જયારે સૂક્ષ્મ બને છે ત્યારે તેને તત્ત્વવૃષ્ટિ કહેવામાં આવે છે, વૃષ્ટિ જ્યારે આત્મલક્ષી થાય છે ત્યારે આત્મદૃષ્ટિ કહેવાય છે. દૃષ્ટિ યોગ્ય હોય તો સમ્યગ્દૃષ્ટિ કહેવાય છે. દૃષ્ટિ વિપરીત હોય તો મિથ્યાવૃષ્ટિ કહેવાય છે, કર્મોની વધારે બાધા થાય તો દૃષ્ટિ અદૃષ્ટિ બની જાય છે અને તટસ્થભાવે જે દૃષ્ટિ સંસારનું ભાન કરે છે, તેને જ્ઞાનવૃષ્ટિ કહેવામાં આવે છે. આ
(૭૦)