________________
એક ધારી વહેતી રહી છે. અસ્તુ.
અહીં આપણે એક દૃષ્ટા ઉપર જ વિચાર કરી રહ્યા છીએ વિચારાતીતને માટે વિચાર કરવો, તે પણ એક શાસ્ત્ર પધ્ધતિ છે. પૂર્વમાં કહ્યા પ્રમાણે દ્રુશ્ય, વૃષ્ટિ અને વૃષ્ટા ત્રણેયનું ઐકય છે. પરંતુ વિવેકની દ્રષ્ટિએ દ્રશ્ય તે દૃષ્ટાનું કર્મ છે, દૃષ્ટાનો વિષય છે. વૃષ્ટા Subject છે, જયારે દૃશ્ય તે Object છે. અર્થાત્ દૃશ્યના આધારે દૃષ્ટા નથી પરંતુ દૃષ્ટાના આધારે દૃશ્ય છે. બધા પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ હોવા છતાં જયાં સુધી પદાર્થ દૃષ્ટાની દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી તે દૃશ્ય કોટિમાં આવતો નથી. દૃષ્ટિ એ દ્રશ્યને સમજવા માટેનું એક ઉપકરણ છે, દૃષ્ટા અને દૃશ્ય વચ્ચેનો એક સેતુ છે. જેમ કૂવામાં પાણી છે, પાણી ઉલેચનાર કોઈ એક વ્યકિત છે પરંતુ પાણી અને ઉલેચનારની વચ્ચે એક દોરી છે. આ દોરી તે દ્રષ્ટિનું કામ કરે છે. આ ઉદાહરણ પૂલ છે ફકત સમજવા માટે મૂકયું છે.
એક અંદરની વાત : વૃષ્ટા સર્વથા સ્વતંત્ર નથી, ત્યાં સુધી તે મુકત થતો નથી. અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ ઘાતકર્મોના આવરણથી ઘેરાયેલો એક શકિતમાન દિવ્ય આત્મા છે. કર્મનું આવરણ દૂર ન થાય ત્યાં સુધી વૃષ્ટાના ઉપકરણ પણ આવૃત રહે છે. જેમ જેમ આવરણો દૂર થાય, ક્ષયોપશમ ઈત્યાદિ ભાવોનો ઉદ્ભાવ થાય, ત્યારે દૃષ્ટાની દ્રષ્ટિ ખૂલે છે અને તેને એક ઉપકરણ પ્રાપ્ત થાય છે. પદાર્થોને સમજવા માટે તેની સામે અવસર ઊભો થાય છે. જેમ જન્મેલું બાળક આંખ ઉઘાડે છે, ત્યારે વિશ્વની છાયા તેની આંખમાં પ્રતિબિંબિત થાય છે અને બાળકને એક દ્રષ્ટિ મળે છે. એ જ રીતે આ જાગેલો વિકસિત થયેલો આત્મા દ્રષ્ટિ મેળવે છે, ત્યારે દ્રષ્ટિરૂપ ઉપકરણથી દ્રવ્યનું ભાન કરે છે. અહીં કવિરાજે જેમ કહ્યું છે, “જે દૃષ્ટા છે વૃષ્ટિનો અર્થાત્ હવે આત્મા તૃષ્ટિનો સ્વામી બન્યો છે, દ્રષ્ટિનો અધિનાયક છે. તૃષ્ટિરૂપી દૂરબીનથી પદાર્થના સ્વરૂપને નિહાળે છે. બધા દ્રશ્યો સત્તા રૂપ કે વિશેષ ભાવો સાથે પ્રતિબિંબિત થાય છે. વૃષ્ટા પોતાની અંદર જ્ઞાનના સંપૂટમાં પદાર્થોને નિરાકાર અને સાકાર રૂપે ગ્રહણ કરે છે. જૈન પરિભાષામાં તેને દર્શન ઉપયોગ કે જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે છે અર્થાત્ નિરાકાર ઉપયોગ અને સાકાર ઉપયોગ કહે છે.
અહીં કહેવાનો આશય એ છે કે દૃષ્ટા સૈકાલિક છે. પહેલેથી હતો, વૃષ્ટિ ખૂલે, ત્યારે પણ છે અને આગળ જયાં સુધી દ્રષ્ટિ રહેશે, ત્યાં સુધી તે દૃષ્ટિના સાક્ષી રૂપે નિરંતર જોડાયેલો રહેશે. અર્થાત્ તૃષ્ટા છે, છે અને છે જ. જે વૃષ્ટા તૃષ્ટિનો ઉપયોગ કરે છે તેને કવિ આત્મા તરીકે ઓળખવા માંગે છે. આત્મા ઘણાં ગુણો રૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમાં દ્રષ્ટા પણ તેનું એક રૂપ છે. વૃષ્ટા પોતે દ્રષ્ટિથી બધુ જોતો હોવા છતાં પોતે પોતાને નિરાળો અનુભવે છે. જેમ ધનવાન માણસ ધનનો ઉપયોગ કરે છે, ધનને વાપરે છે પણ ધન રૂપે ધનથી નિરાળો છે. ધનનો માલિક છું, તેમ અનુભવ કરે છે પણ હું ધન છું, તેમ તે માનતો નથી. એટલે જ અહીં કૃપાળુ ગુરુદેવ કહે છે કે “જે દૃષ્ટા છે વૃષ્ટિનો” અર્થાત્ તૃષ્ટા સ્વયં દ્રષ્ટિથી નિરાળો છે, તે વાત જે દૃષ્ટા” એવા શબ્દથી કહી છે. જે દૃષ્ટા છે તે તૃષ્ટિનો સ્વામી હોવા છતાં દૃષ્ટિથી દ્રશ્યનું ભિન્ન રૂપે ભાન કરે છે, આ દ્રષ્ટા અને દૃષ્ટિ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારના રૂપને પણ જાણે છે, માટે જ અહીં કહ્યું છે
....... (૧૯) NS
:
'
'
,
, ,
,
,
, ,
, ,
,
, ૬