________________
પરંતુ આ ઉપકરણો આત્માની–શકિતથી સંચાલિત થાય છે.
- વૃષ્ટા વિશ્વનો મૂળભૂત આધાર છે. આ વિશ્વ અને તેના ભૌતિક ગુણોનો અનુભવ કરનાર પણ ડ્રષ્ટા જ છે. ડ્રષ્ટા નથી તો ગુણો હોવા છતાં ગુણો નથી. દૃશ્યમાન જગતનું અસ્તિત્વ દૃષ્ટાના આધારે જ છે. વૃષ્ટા એ એક સાર્વભૌમ શકિત છે. અખંડ અવિનાશી શકિત છે. અછેદ્ય, અભેદ્ય, અને અમર્ય, એવા બધા ભાવોથી ભરપૂર સનાતન સદાકાળ અસ્તિત્વ ધરાવતો પુરાણ પુરુષ છે. એ એક એવું અજબ તત્ત્વ છે કે જેના ઉપર બીજા કોઈ દ્રવ્યની સ્થાયી અસર થતી નથી. તેમ તેમાં બીજા કોઈ સ્થાયી દ્રવ્યોનો પ્રભાવ પડતો નથી. દૃષ્ટા પોતે જ પોતાની પરિણતિથી ભલે વિકારી ભાવોને ભજે પરંતુ અન્ય કોઈપણ દ્રવ્ય દ્રષ્ટાની અંદર વિકારીભાવો ઉત્પન્ન કરી શકતા નથી. જેમ સોનું માટીથી પ્રભાવિત થતું નથી, તે નિરંતર પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને તેથી જ તે બહુમૂલ્ય બન્યું છે. આ એક સામાન્ય ઉદાહરણ છે. વૃષ્ટા પણ એવા શાશ્વત ગુણોનો પિંડ છે અને કોઈપણ અન્ય દ્રવ્યના પ્રભાવે આ ગુણોનું વિચ્છેદન કે વિસર્જન થઈ શકતું નથી કારણ કે કાળ આદિ દ્રવ્યો જે કાંઈ પ્રકાશ પાથરે છે તે પણ દ્રવ્યની પર્યાય સુધી સીમિત હોય છે. કહેવાનો ભાવ એ છે કે કાળ દ્રવ્ય અન્ય દ્રવ્યની પર્યાયમાં જ પ્રવેશ કરી શકે છે. દ્રવ્યના શાશ્વત અંશોને કાળ સ્પર્શી શકતો નથી. તે જ રીતે આ દૃષ્ટા પણ એક એવો અલૌકિક ગુણપિંડ છે કે તેમાં કાળ પ્રવેશ કરી શકતો નથી. બીજા દ્રવ્યો પણ તેના મૂળ સુધી પહોંચી શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી. વૃષ્ટા સર્વથા અસ્પષ્ટ છે. વૃષ્ટાની હાજરીમાં સ્પર્ધાત્મક ઈન્દ્રિયો માત્ર સ્પર્શનો અનુભવ કરે છે. તેથી ઈન્દ્રિયોની કે મનની ગુણાત્મક ક્રિયાથી દૃષ્ટાને વ્યવહારવૃષ્ટિએ કર્તા કહ્યો છે. સ્વગુણોને છોડીને તે સર્વથા અકર્તા છે. કર્તૃત્વ એ પણ તેની એક વિકારી પર્યાય છે. પર્યાય સ્વયં પરિવર્તિત થાય છે અને તેના આધારે પર્યાયનું અધિકરણ પણ પરિવર્તિત થાય છે, તેવો એક આભાસ માત્ર થાય છે. આ એક પૂલ વ્યવહાર છે. આમ તૃષ્ટા સર્વથા અકર્તા અને નિર્લિપ્ત છે પરંતુ ખૂબીની વાત એ છે કે તેની હાજરી માત્રથી, અર્થાત્ ઉપસ્થિતિ માત્રથી વિશ્વલીલાનું સર્જન થાય છે. એટલે અન્ય દર્શનોમાં ભકિતમાર્ગનું અવલંબન કરી આ દ્રુષ્ટાને લીલાધર, નટવર કે કલાકાર કહેવામાં આવ્યો છે. હકીકતમાં દૃષ્ટા સર્વથા નિરાળો છે. તેમની હાજરી માત્રથી ભૌતિક ગુણો પોતાના ગુણધર્મોને ભજે છે. - વૃષ્ટાનો દ્રષ્ટિ સાથે એક સુમેળ બંધાયેલો છે. જેથી દ્રશ્ય જગત દૃષ્ટાની હાજરીમાં વ્યકિતની દ્રષ્ટિમાં પ્રતિબિંબિત થાય છે. ખરું પૂછો તો વૃષ્ટા એક પ્રકારે દૂર રહીને પણ જાણે માયાજાળનો સાક્ષી બને છે, દૂર રહીને ખેલ કરે છે. આ દૃષ્ટા સમગ્ર શાસ્ત્રનો એક પ્રબળ વિષય બન્યો છે. આપણા સિદ્ધિકારે પણ આ ગાથાના પ્રથમ શબ્દમાં જ ડ્રષ્ટાનો ઉલ્લેખ કર્યો છે. આટલું મૂળભૂત વિવરણ કર્યા પછી પણ જો કે શબ્દથી ડ્રષ્ટાને પકડી શકાય તેમ નથી. તે શબ્દાતીત છે છતાં પણ આપણે નજીકમાં નજીક જવા માટે શાબ્દિક પ્રયાસ કરશું. વૃષ્ટાને જાણવો, સ્વીકારવો, સાધવો અને શુદ્ધ દ્રષ્ટામાં રમણ કરવું, તે એક અધ્યાત્મ સાધનાની સળંગ સોપાન શ્રેણી છે. અર્થાત્ સોપાનની સીધી રેખા છે. તેમાં ઘણા માર્ગો આવીને મળે છે ગંગામાં જેમ ઘણાં ઝરણાં, નદીઓ ભળે છે છતાં ગંગા પોતાનો મૂળ માર્ગ છોડતી નથી, તેમ આ દૃષ્ટાને પામવા માટે તે સાધના રૂપી ગંગા છે, તે
(૧૮) S