________________
થયેલો છે, છતાં સાતેય આલંબનના સ્પર્શની તેને યાત્રા કરવાની રહે છે. અર્થાત્ સ્વયંમાં પ્રવેશ કરીને સ્વયંના ગૂઢભાવોને અનુભવતો સ્વયંના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. મોતી પોતે જ મોતીની યાત્રા કરી રહ્યો છે. વૃષ્ટા પોતે જ પોતાનો દૃષ્ટા બની પોતાને નિહાળી રહ્યો છે. પોતાને નિહાળવાની એક પગદંડી (કેડી) ઉપર ચાલી રહ્યો છે. આધાર પણ પોતે જ છે અને આધેય પણ પોતે જ છે, છતાં આધાર આધેયનો અનુભવ ગ્રહણ કરવા માંગે છે અર્થાત્ શાસ્ત્રકાર સ્વયં આધેયનો અનુભવ કરવા માટે પ્રેરિત કરે છે. આ રહસ્યમય ગાથાનું દિગ્દર્શન ઘણું જ આફ્લાદક
દૃષ્ટા, વૃષ્ટિ, દૃશ્ય : સમગ્ર ભારતીયદર્શન અને ખાસ કરીને જૈનદર્શન અર્થાત્ બધા જ અધ્યાત્મદર્શનનો મૂળ આધાર ડ્રષ્ટા છે. દૃષ્ટા એક અલૌકિક ગુપ્ત શકિતનો ધારક છે. તે સ્વયં ગુપ્ત રહીને, ગુફામાં રહીને માનો કે સ્વયં અવૃષ્ટ બનીને દૃષ્ટારૂપે સંચાલન કરે છે. બૌદ્ધદર્શન સિવાય બધા આસ્તિક દર્શનોએ આત્મવાદનો આધાર લીધો છે.
ઉપનિષદ્ધાં શિષ્ય પૂછે છે કે તમે જે આત્માની વાત કરો છો, તે આત્માને હથેળીમાં બતાવો, તો માન્ય થઈ શકે, તો એને જોઈ શકાય, જાણી શકાય કે સાંભળી શકાય. જે દેખાતો નથી, સંભળાતો નથી, તેમ બીજી કોઈ રીતે ગમ્ય નથી, તે આત્માને કેવી રીતે માનવો ? ત્યારે ઉપનિષત્કારે જે ઉત્તર આપ્યો છે તે અદ્વિતીય છે અને દૃષ્ટાના સ્વરૂપને રજુ કરે છે. ઉપનિષદ્ધાર કહે છે કે જગતમાં બે વસ્તુ છે. (૧) દૃશ્ય અને (૨) વૃષ્ટા. દ્રશ્ય છે તે વૃષ્ટિનો વિષય છે, જયારે દ્રષ્ટા છે તે દ્રષ્ટિનો સ્વામી છે. તે કહે છે કે,
यद् चक्षुषि न पश्यन्ति, येन चक्षुषि पश्यन्ति । तदेव ब्रह्मत्वं विधि, नेदम् यदिदमुपासते ।।
यद् मनो न मनुते, येन मनो मनीयते ।
तदेव ब्रह्मत्वं विधि, नेदम् यदिदमुपासते ॥ આંખો જેને જોઈ શકતી નથી પરંતુ જેની કૃપાથી આંખો જગતને જુએ છે, તે આંખનો અધિષ્ઠાતા દૃષ્ટા છે અને તે આત્મા છે. દ્રષ્ટિ પોતાના વિષયનો સ્પર્શ કરે છે, વૃષ્ટિ અંતર્મુખી થયા વિના વૃષ્ટાને નિહાળી શકતી નથી. બાહ્ય દ્રષ્ટિ રૂપાત્મક છે, જયારે આંતરદૃષ્ટિ જ્ઞાનાત્મક છે. એટલે આંખથી જે દેખાય છે તે દ્રશ્ય છે. દ્રશ્યનું સંચાલન કરે છે, તે તૃણ છે. જે કાંઈ નજર સામે છે, તે આત્મા નથી કે દ્રષ્ટા નથી પરંતુ જે કાંઈ સામે છે, તેના ગુણધર્મોને જે જાણે છે, તે આત્મા છે, તે વૃા છે. આ જ રીતે કાન જેને સાંભળી શકતા નથી પણ જેની કૃપાથી કાન સાંભળી શકે છે. પ્રાણ જીવન આપી શકતો નથી પરંતુ જેની કૃપાથી પ્રાણ ચાલે છે, મન તેને પારખી શકતું નથી પરંતુ જેની કૃપાથી મન મનોજ્ઞાન ધરાવે છે, વાણી જેને બોલી શકતી નથી પરંતુ જેની કૃપાથી વાણી પ્રવર્તમાન થાય છે, જે આ બધા વિષયોથી પર છે અને બધા ઉપકરણોને સંચાલિત કરનાર છે, તે સ્વયં વૃષ્ટા છે અને તે આત્મા છે.
આ રીતે સર્વ ઈન્દ્રિયો, મન અને પ્રાણ, આ બધા ઉપકરણો આત્માને જાણી શકતા નથી