________________
ગાથા : ૫૦
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન
પણ તે બને ભિન્ન છે, જેમ સિનેમાનાપના આ જ રીતે આગળની કડીમાં કવિરાજ ફરીથી આ ભેદ વિજ્ઞાન ઉપર પ્રકાશ નાંખીને પુનઃ એક નવું ઉદાહરણ આપે છે તથા દેહ અને આત્માની સ્થિતિ કેવી છે તેની તુલના એક સામાન્ય દ્રષ્ટાંતથી કરે છે. અહીં પણ પુનઃ દેહાધ્યાસથી જે આભાસ થાય છે તે આભાસનો ઈશારો કરીને આખી ગાથા એક ઉદાહરણમાં જ પૂરી કરે છે. ગાથાના બધા શબ્દોનું વિવરણ થઈ ચૂકયું છે. એટલે આ ગાથામાં ફકત નવા ઉદાહરણની જ મીમાંસા કરવાની રહે છે. આ નવું ઉદાહરણ તે સામાન્ય સ્થૂલ દૃષ્ટિવાળા જીવોને સમજવા માટે મૂકવામાં આવ્યું છે.
જેમ અસિ ને માન – જેમ અસિ ને માન. અસિ એટલે તલવાર. અસિ એટલે કોઈ તીર્ણ શસ્ત્ર. જે પોતાના સંહાર ગુણોથી પરિપૂર્ણ છે પરંતુ અપેક્ષાકૃત બીજી દ્રષ્ટિએ નિહાળીએ, તો તે સાધન રક્ષાનું પણ નિમિત્ત છે. આવા બધાં શસ્ત્રોને અસિ કહેવામાં આવે છે. અસિ એટલે એક પ્રકારનું સૂક્ષ્મ તેજ ધારવાળું હથિયાર. આવા હથિયારોને રાખવા માટે ખોખું કે કવર છે, તેને મ્યાન કહેવામાં આવે છે. અતિ આવા માનમાં ગુપ્ત ભાવે સ્થાન ધરાવે છે. જોવામાં ફકત મ્યાન દેખાય છે પરંતુ માનના ઉદરમાં આવી તેજ તલવાર છે, તે જાણનાર સમજી શકે છે.
અસિ–મ્યાનનું આ ઉદાહરણ એક દેશીય છે અર્થાત્ ભિન્નતાનું વાચક છે. અસિ અને મ્યાનમાં વ્યાપ્ય અને વ્યાપકભાવ નથી પરંતુ સંયોગ સંબંધ છે. જ્યારે દેહ અને આત્માનો સંબંધ વ્યાપ્ય વ્યાપક છે. તે વ્યાપ્ય વ્યાપક હોવા છતાં એક દૃષ્ટિએ સંયોગ સંબંધ પણ છે. જીવ જયારે દેહથી છૂટો પડે છે, ત્યારે અંતમાં સંયોગ સંબંધનો લય થાય છે. આ દ્રષ્ટિએ અસિ–માનનું ઉદાહરણ ઘણું બંધબેસતું છે. મ્યાન તે ઘર છે અને તલવાર છે તે ઘરણી–ગૃહીણી છે. દેહ તે નિવાસ સ્થાન છે, જયારે આત્મા તેમાં વાસ કરે છે. અસિ અને મ્યાનમાં ધ્યાન કરતાં અસિની શ્રેષ્ઠતા અધિક છે. અસિની સામે સ્થાન ઘણું જ ઓછું મૂલ્ય ધરાવે છે, દેહ અને આત્મામાં આત્માની પ્રધાનતા છે. આત્મશકિત સામે દેહનું મૂલ્ય ઘણું જ અલ્પ છે. મૂલ્યાંકનની દ્રષ્ટિએ પણ અસિ અને મ્યાનનું ઉદાહરણ બરાબર એક વૃષ્ટિ આપી જાય છે. આ ઉદાહરણ જો કે અન્ય ગ્રંથોમાં અને કબીર સાહેબના ભજનોમાં જોવા મળે છે. અહીં સિદ્ધિકારે આખી ગાથાને ફરીથી બેવડાવીને કળશરૂપે આ દૃષ્ટાંત મૂક્યું છે. આગળની ગાથામાં પ્રગટ લક્ષણોથી ભિન્નતા બતાવી છે, જ્યારે આ ગાથામાં સચોટ ઉદાહરણ આપીને ભિન્નતા બતાવી છે. ૪૯ અને ૫૦ બંને ગાથામાં એક વાકયતા છે. બંને ગાથા દ્વારા ભેદજ્ઞાનની સ્પષ્ટતા કરવા માટે વજન આપવામાં આવ્યું છે. દેહમાં મુંઝાયેલા આત્માઓ લક્ષણોનો અભ્યાસ કરી શકતા નથી પરંતુ કદાચ આવા સ્પષ્ટ
LLLLLLLLLS (૬૨) LLLLLLLLLLLS