________________
(૩) દેહના અપ્રગટ લક્ષણ અને આત્માના પ્રગટ લક્ષણ ૪) દેહના અપ્રગટ લક્ષણ અને આત્માના અપ્રગટ લક્ષણ
હકીકતમાં પ્રગટ લક્ષણોથી પણ દેહ અને આત્માનો ભેદ સ્પષ્ટ છે. એ જ રીતે બાકીના અપ્રગટ લક્ષણોથી પણ એટલો જ ભેદ છે, તે સ્પષ્ટ છે. પ્રગટ લક્ષણ તે સામાન્ય બુદ્ધિનો વિષય છે, અપ્રગટ લક્ષણ તે વિશેષ સાધનાનો વિષય છે.
અહીં કહેવાનો સાર એ છે કે દેહ અને આત્મા બંને ભિન્ન છે પરંતુ દેહાધ્યાસના કારણે જીવાત્માને તે ભેદ પ્રતીત થતો નથી અને રાગના કારણે આ ભેદને જાણવાની જીવને આવશ્યકતા પણ લાગતી નથી. કહ્યું છે કે દેહનો પૂજારી શું જાણે આત્મદેવને ?
“કથીર અને કાચનો પૂજારી રત્નને શું ઓળખી શકે ? એ જ રીતે અહીં દેહાધ્યાસ, દેહનો રાગ અને દેહથી ઉપજતા સુખદુઃખમાં તન્મય થયેલો જીવ આવા કોઈ પણ ભેદજ્ઞાનથી વંચિત રહે છે અથવા ભેદજ્ઞાનનો પરહેજ (ત્યાગ) કરે છે, તે દેહને જ મુખ્ય માની સંસારચક્ર ચલાવે છે. જેને સંસારી ભાવોથી અરુચિ થઈ છે, જેને નિર્મળ પુણ્યનો ઉદય થઈ રહ્યો છે, તેવો જીવ દેહાસકિતથી છૂટો પડી દેહનો અધિષ્ઠાતા અને જ્ઞાનનું કેન્દ્ર એવા આત્મદેવનું સંશોધન કરવા માટે કે સમજવા માટે આગળ વધે છે. જ્યારે તેનો દેહાધ્યાસ નબળો પડે છે, ત્યારે દેહ અને આત્માની ભિન્નતા સમજવા માટે બંને દ્રવ્યોના લક્ષણ પારખે છે. અસ્તુ.
@ @
GU)