________________
થાય છે. કાન સત્ શબ્દો સાંભળે છે. આંખ પરમાત્મા અને સંતોને નિહાળે છે. એ જ રીતે જિવા આહારનો ત્યાગ કરી ગુણાનુવાદમાં જોડાય છે અને બાકીની ઈન્દ્રિયો પણ વિષયથી વિમુખ થવાથી મૌન ભાવને ભજે છે અથવા યોગસાધનાને અનુકૂળ થઈ જાય છે.
આટલા વિવેચનથી સ્પષ્ટ થાય છે કે ભેદજ્ઞાનની શી જરૂર છે. જે દર્શનો અને ધર્મો અભેદ બ્રહ્મવાદી છે તે પણ બ્રહ્મ અને માયાને સમજવાની વાત કરે છે અને માયાથી દૂર થઈ બ્રહ્માનંદ લેવા માટે પ્રેરણા આપે છે. ત્યાં પણ એક પ્રકારનું ભેદજ્ઞાને છે. ત્યાં પણ માયા અને બ્રહ્મના પ્રગટ લક્ષણો છે. માયા મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. માયા ક્ષણિક છે, બ્રહ્મ શાશ્વત છે. માયા વિષયરૂપ છે, જયારે બ્રહ્મ વિષયાતીત છે. આ રીતે બંનેના પ્રગટ લક્ષણ છે. શાસ્ત્રકારે અહીં જડ-ચેતનનો ભેદ બતાવ્યો નથી પરંતુ દેહ અને આત્માનો ભેદ બતાવ્યો છે. સમગ્ર દેહ તે માયાપિંડ છે અને આત્મા જ્ઞાનપિંડ છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે દેહ અને આત્માનું, માયા અને બ્રહ્મનું, જડ અને ચૈતન્યનું ભેદજ્ઞાન સાધકને માટે પરમ આવશ્યક છે, જો સાધક બંનેના લક્ષણોનું અધ્યયન કરે, તો જ દેહ અને આત્માની ભિન્નતાનું તેને ભાન થાય છે. આથી જ આ ગાથામાં કૃપાળુ ગુરુદેવ કહે છે કે તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન' સરળ રીતે ગુરુદેવે ભેદવિજ્ઞાનની વ્યાખ્યા કરી છે. અહીં ભૂલવું ન જોઈએ કે ફકત પ્રગટ લક્ષણથી તે ભિન્ન છે, તેવું નથી પણ અપ્રગટ લક્ષણોથી પણ તે ભિન્ન છે. સામાન્ય બોધ માટે પ્રગટ લક્ષણો દેખાય છે. જયારે જડ-ચેતનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદ ઓળખવા માટે અપ્રગટ લક્ષણોનું અધ્યયન પણ આવશ્યક છે. અપ્રગટ રીતે ગુપ્ત લક્ષણો દ્વારા જીવે તીવ્ર બુદ્ધિથી જો ભેદજ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય, તો સામાન્ય ભેદજ્ઞાનને પરિવર્તિત થતાં વાર લાગતી નથી. સાધકે અપ્રગટ લક્ષણો પણ ઓળખવા પડે છે. આ ગાથામાં પરોક્ષ રીતે તે કથન કરવામાં આવ્યું છે.
જડ દેહના પ્રદેશો પરસ્પર છૂટા પડી શકે છે. તેના સ્કંધોનો વિભેદ થવાથી દેહ સર્વથા. ખંડિત થઈ જાય છે, જ્યારે અસંખ્ય પ્રદેશી આત્મા સદા માટે અખંડ રહે છે. એક પ્રદેશ બીજા પ્રદેશથી છૂટા પડી શકતા નથી. આત્મપ્રદેશોમાં સંકોચ અને વિસ્તારનો ગુણ છે પરંતુ તેના પ્રદેશોમાં સદા સર્વદા અભેદ છે. જડ પરમાણુથી બનેલો દેહ જ્ઞાનથી રહિત છે. દેહમાં ફકત કર્મ ચેતના છે, જયારે આત્મદ્રવ્ય જ્ઞાન ગુણનો પિંડ છે અને તેમાં જ્ઞાનચેતના કામ કરતી રહે છે. દેહ તે સ્થૂલ હોવાથી સૂક્ષ્મગતિનો ધારક નથી. વૈક્રિય, આહારક વિગેરે શરીર અતિ ગતિવાળા હોવા છતાં આત્મપ્રદેશની અથવા આત્મદ્રવ્યની જે ગતિ છે તેની સામે તેની ગતિ નગણ્ય છે. દેહ રૂપી પદાર્થ છે, ચૈતન્ય રૂપાતીત છે. દેહ ઈન્દ્રિયગમ્ય છે, જયારે આત્મા તે ઈન્દ્રિયાતીત છે. દેહ તે બુદ્ધિગમ્ય છે, જ્યારે આત્મદ્રવ્ય બુદ્ધિથી પરે અને તર્કતીત છે. આ રીતે દેહના કેટલાક પ્રગટ લક્ષણ જાણી શકાય છે, જ્યારે આત્માના તો અપ્રગટ લક્ષણ બુદ્ધિથી પણ પર છે, તે સૂક્ષ્મજ્ઞાનનો વિષય છે. અહીં આપણે એક ચતુર્ભગી મૂકી આ વિષય સમાપ્ત કરશું.
૧) દેહ અને આત્મા બંનેના પ્રગટ લક્ષણો ૨) દેહના પ્રગટ લક્ષણ અને આત્માના અપ્રગટ લક્ષણ
\\\\\\\S (૬૦) SS