________________
ભેદજ્ઞાનની આવશ્યકતા – ભેદવિજ્ઞાન તે જ્ઞાનનું ક્ષેત્ર છે. દર્શનશાસ્ત્રોમાં સકલાદેશ અને વિકલાદેશ, આ બુદ્ધિ પ્રવાહના બે ભેદ કર્યા છે. વિકલાદેશ ભેદ અર્થાત્ વિભિન્નતાનું ભાન કરે છે, તે પદાર્થની વિશેષ પર્યાયો અને વિશેષ લક્ષણને નિહાળે છે, જયારે સકલાદેશ અભેદ અથવા અભિન્નતા તરફ બુદ્ધિને વાળે છે. તે પરસ્પર સંગ્રહ કરી સમાનતાની દ્રષ્ટિએ દર્શન કરે છે અર્થાત તે સંગ્રહાયથી વસ્તુનું દર્શન કરે છે. અપેક્ષાકૃત બધા જ દ્રવ્યો પરસ્પર ભેદભેદ રૂપ સંશ્લિષ્ટ થયેલા છે. પ્રયોજન પ્રમાણે જ્ઞાતા ભેદ–અભેદનું ભાન કરે છે. જડ-ચેતનને ઓળખવા માટે ભેદજ્ઞાન આવશ્યક છે અને દ્રવ્યના લક્ષણથી આ ભેદ સ્પષ્ટ થાય છે. સિદ્ધિકારે પણ અહીં કહ્યું છે કે તે બંને ભિન્ન છે. “પ્રગટ લક્ષણે ભાન” અર્થાત્ લક્ષણથી તે બંને દ્રવ્યો ભિન્ન છે.
અહીં પ્રગટ' શબ્દ લક્ષણની સાથે પણ જોડી શકાય છે અને ભાનની સાથે પણ જોડી શકાય છે. લક્ષણથી પ્રગટ જ્ઞાન થાય છે અને પ્રગટ લક્ષણથી ભેદવિજ્ઞાન પણ થાય છે. અર્થાત્ લક્ષણ પણ પ્રગટ છે અને તેનું ભેદજ્ઞાન પણ પ્રગટ છે. “પ્રગટ’ શબ્દ પ્રત્યક્ષવાચી છે... અસ્તુ.
આપણે ભેદવિજ્ઞાનની વાત કરી રહ્યા હતા. બંને પદાર્થો વિશેષ ગુણોના કારણે ભિન્ન છે. એ સમજ્યા પછી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્ભવે છે.
આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં શું ભેદવિજ્ઞાન આવશ્યક છે ? ભારતીય કેટલાક અધ્યાત્મદર્શનો ભેદજ્ઞાનને પાપની જડ માને છે. વિભિન્ન પ્રકારનું ભેદવિજ્ઞાન થવાથી રાગ-દ્વેષની ઉત્પતિ થાય છે. તેઓ સર્વત્ર સત્તારૂપે બ્રહ્મતત્ત્વની સ્થાપના કરે છે અને કહે છે કે વોઝદ્રિતીયો નાસ્તિ ! વેદાંતનો મહાન સિદ્ધાંત અદ્વૈતવાદ છે. વૈતપણું જ માયાજન્ય છે. મોહમાયાના કારણે જ પદાર્થમાં વિભિન્નતાના દર્શન થાય છે. જો અભેદ દર્શન થાય તો જ જીવનું કલ્યાણ થાય, જયારે અહીં જૈનદર્શનમાં ભેદજ્ઞાનને પ્રમુખતા આપવામાં આવી છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ભેદજ્ઞાનને પ્રથમ સોપાન કહ્યું છે. જો કે જૈનદર્શનની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું અંતિમ બિંદુ અભેદજ્ઞાન જ છે. અખંડ અવિનાશી એવા આત્મારૂપ પરમાત્મામાં ગુણભેદોના બધા પર્યાયોને બાદ કરી અખંડ દ્રવ્યરૂપે એક અભેદ દર્શન કરવું, તે સાધનાની અંતિમ સીડી છે. આમ જૈનદર્શનમાં અભેદજ્ઞાનનો પણ પૂરો આદર કરવામાં આવ્યો છે. અસ્તુ.
હવે આપણે ભેદજ્ઞાનની નાડી તપાસીએ. આરંભકાળમાં જીવ અખંડ ચૈતન્યના ભાવોને ગ્રહી શકતો નથી અને જડ પદાર્થોના ગુણધર્મોમાં સંશકત કે આસકત રહે છે. પદાર્થનો મોહ આસકિતનું કારણ છે, એ જ રીતે આસકિતના કારણે પદાર્થનો મોહ રહે છે. આસકિત ભૂલ હોવાથી તે વિષયગામી . ઈન્દ્રિયના બધા વિષયો અને જડ પદાર્થના બધા ગુણો પરસ્પર મેળ ધરાવે છે. કાનની સામે શબ્દ, આંખની સામે રૂ૫, જીભની સામે સ્વાદ, નાસિકાની સામે ગંધ અને શરીર સામે નાના મોટા સ્પર્શ, આ પાંચેય વિષયો જડ પદાર્થના ગુણો છે, જ્યાં સુધી જીવને જડ-ચેતનાના ગુણધર્મોનો બોધ થતો નથી, ત્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી. જયાં સુધી ચૈતન્યનું ભાન થતું નથી, ત્યાં સુધી ઈન્દ્રિયો પોતાના વિષયોથી પાછી ફરતી નથી. ઉપવાસનું જ્ઞાન થાય ત્યારે જ આહારનો ત્યાગ થાય છે. આમ દ્રવ્યનું ભાન થતાં મન અને ઈન્દ્રિયો સ્વભાવગામિની