________________
ગુણોમાં અનંત અનંત સૂમિ પર્યાયનો પ્રવાહ ચાલે છે. પદાર્થનું આ સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપ એટલું બધુ સૂક્ષ્મ છે કે ત્યાં મન કે ઈન્દ્રિયોની ગતિ નથી. અવધિજ્ઞાન પણ દ્રવ્યોની આ સૂમ ગતિને પકડવા માટે સમર્થ નથી કારણ કે અવધિજ્ઞાનનો વિષય ઘણો જ મર્યાદિત છે. મન:પર્યવજ્ઞાન પણ બહુ જ થોડા સૂક્ષ્મ ભાવોને સમજી શકે છે. પદાર્થનું સંપૂર્ણ રૂપ સમજવા માટે કેવળજ્ઞાન જ પર્યાપ્ત જ્ઞાન છે. આ રીતે દ્રવ્યના અપ્રગટ સૂક્ષ્મ લક્ષણો વિશ્વની સૂક્ષ્મ શકિત રૂપે કામ કરી રહ્યા છે. આત્મા અને અચેતન પદાર્થ, બંનેના અતિ સૂક્ષ્મ લક્ષણો તે તે દ્રવ્ય સાથે જોડાયેલા છે.
શાસ્ત્રમાં પણ વિધાન છે કે એક પરમાણુનું પૂર્ણ જ્ઞાન કેવળજ્ઞાનને છોડીને સર્વથા અગમ્ય છે. તે જ રીતે ઢિપ્રદેશી અંધથી લઈને અનંતાનંત પરમાણુના સ્કંધ પણ મનોગમ્ય કે ઈન્દ્રિયગમ્ય નથી અર્થાત્ મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય બની શકતા નથી, એક પરમાણુથી લઈને સ્થૂલ સ્કંધો તૈયાર ન થાય ત્યાં સુધીના સૂક્ષ્મ સ્કંધો અપ્રગટ ભાવે વિશ્વના પાયાનું કામ કરે છે. જેમ પરમાણુની સૂમ પ્રક્રિયા છે તેમ આત્મદ્રવ્યની પણ અતિ અતિ સૂક્ષ્મ પ્રક્રિયા છે, તેમાં પ્રારંભમાં પ્રગટ થતાં અધ્યવ્યવસાયો સામાન્ય બુદ્ધિથી અપ્રગટ રહે છે આ સૂક્ષ્મ અધ્યવસાયોની પ્રક્રિયા મતિ અને શ્રુતજ્ઞાનથી કે અવધિજ્ઞાનથી પણ અપ્રગટ છે. આમ અપ્રગટ લક્ષણો સામાન્ય બુદ્ધિથી જાણી શકાતા નથી, માટે જ અહીં સિદ્ધિકારે પ્રગટ લક્ષણોનું અવલંબન લીધું છે અને પ્રગટ લક્ષણથી જડ-ચેતનનો વિવેક કરવા માટે પ્રેરણા આપી છે.
આ જડ-ચેતનના ભેદનો વિવેક કયા કારણથી થતો નથી ? તેનું કારણ દેહાધ્યાસ બતાવ્યું છે, જો કે દેહ અને આત્માને સાથે રહેવા રૂપ દેહાધ્યાસ તો જ્ઞાની આત્માને પણ હોય છે પરંતુ ફક્ત દેહાધ્યાસથી જડ-ચેતનની ભિન્નતાનો વિવેક થતો નથી, તે કારણ હકીકતમાં પર્યાપ્ત નથી. હકીકતમાં દર્શનમોહનીય કર્મનો અને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આ વિવેકને અવરોધે છે અને આવા ભેદજ્ઞાનમાં દેહાધ્યાસ તે મુખ્ય નિમિત્ત બને છે. અહીં દેહાધ્યાસને નૈમિત્તિક કારણ બતાવ્યું છે. અશુદ્ધ ઉપાદાનની અજ્ઞાન પર્યાય દેહાધ્યાસથી પ્રભાવિત થઈને વિવેકની જયોતિ બુઝાવી દે છે. જડ-ચેતનના આવા પ્રગટ લક્ષણો હોવા છતાં મોહાધીન વ્યકિતને તેનું ભાન થતું નથી. સિદ્ધિકાર સ્પષ્ટ કહે છે કે જો દેહાધ્યાસ જાય અને ત્યારે યોગ્ય ક્ષયોપશમ હાજર હોય, તો જીવની વિવેક દૃષ્ટિ ખૂલે છે અને જડ-ચેતનના બંને લક્ષણ સાધકની દૃષ્ટિમાં અભિવ્યકત થાય છે. હકીકતમાં તો પદાર્થ ભિન્ન જ છે. જ્ઞાનમાં ભેદજ્ઞાન પ્રતિબિંબિત થાય તે મહત્ત્વની વાત છે. પ્રાકૃતિક દૃષ્ટિએ તો બધા દ્રવ્યો સ્વતંત્ર હોવાથી પોત-પોતાના ગુણોના કારણે ભિન્ન ભિન્ન છે. જો કે જૈનદર્શનમાં ન્યાયાનુસાર જ્યાં ભેદ છે, ત્યાં અભેદ પણ છે. અનેકાંતની થિયરી કોઈપણ એકાંતિક ભાવની સ્થાપના કરતી નથી. બધા ભાવો સાપેક્ષ છે. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે Relativity of truth અર્થાત્ સત્યની સાપેક્ષતા છે. બધા સત્યો કોઈ એક અપેક્ષાને આધારે છે. એટલે સિદ્ધિકારે અહીં કહ્યું છે કે આ બંને પદાર્થો લક્ષણથી ભિન્ન છે પરંતુ સત્તાની દ્રષ્ટિએ બધા પદાર્થો એક છે. ભેદજ્ઞાન છે, તે સાપેક્ષ હોવાથી જડ-ચેતનની ભિન્નતા તેના ભિન્ન ભિન્ન લક્ષણોથી પ્રગટ થાય છે. આધ્યાત્મિક સાધનામાં ભેદજ્ઞાનની શું આવશ્યકતા છે તે પણ ચિંતનીય
SICALL LSSSSS (૫૮)
LIMISSION
SSSSSSSSSSSSSSSS