________________
છે. જેમ કે દેહમાં રૂપ, રંગ છે, તે આત્મામાં નથી. દેહમાં ચેતના નથી, જડતા વધારે છે. ચૈતન્ય જીવનું લક્ષણ છે. આ રીતે સામાન્ય દૃષ્ટિએ બંને દ્રવ્યોના લક્ષણો સ્પષ્ટ કરી શકાય છે, તે લક્ષણોના આધારે બે દ્રવ્યોનું અસ્તિત્વ જોવામાં આવે છે. મૂળ વાત એ છે કે જેને લક્ષણોનું જ જ્ઞાન નથી, જે વ્યકિત લક્ષણોને પારખી શકતો નથી, તેને ભાન કયાંથી થાય? અને ભિન્નતાનું ભાન તો થાય જ કયાંથી ? જે ભાન થવાની વાત લખી છે, તેના કારણરૂપે બંને દ્રવ્યોના લક્ષણોનું જ્ઞાન જરૂરી છે. લક્ષણના જ્ઞાનથી લક્ષનું જ્ઞાન થાય છે.
દર્શનશાસ્ત્રમાં હેતુનું જ્ઞાન હોય, તો જ સાધ્યનું અનુમાન થઈ શકે છે. હેતુનું જ્ઞાન થવું બહુ જ જરૂરી છે. તે જ રીતે અહીં લક્ષણનું જ્ઞાન થવું પણ જરૂરી છે. અહીં દેહ અને આત્મા બંને લક્ષ છે અને લક્ષનું જ્ઞાન થવા માટે બન્નેના લક્ષણોનું જ્ઞાન જરૂરી છે. જો કે સિદ્ધિકારે લખ્યું છે કે પ્રગટ લક્ષણ અર્થાત્ દ્રવ્યના લક્ષણ પ્રગટ તો છે જ પરંતુ અહીં સમજવું જોઈએ કે બુદ્ધિમાં તે લક્ષણો અપ્રગટ છે. જો લક્ષણો બુદ્ધિમાં પ્રગટ થાય, તો જ લક્ષ પણ પ્રગટ થાય. વિશ્વના પદાર્થો પોતાના ગુણધર્મોથી સર્વથા નિયમિત પણ છે અને નિયંત્રિત પણ છે પરંતુ તે પદાથોનું જ્ઞાન થવું અને તે પ્રત્યક્ષ પ્રમાણભૂત જ્ઞાનથી દ્રવ્યોનો નિર્ણય કરવો, તે જ મહત્ત્વપૂર્ણ છે. સિદ્ધિકારે ફકત દ્રવ્યના લક્ષણની વાત કરી છે પરંતુ પોક્ષ રીતે લક્ષણની જગ્યાએ લક્ષણનું જ્ઞાન, એવો અર્થ લેવાનો છે અને શાસ્ત્રકારનું પણ એ જ કથન છે.
કોઈ પદાર્થ લક્ષણથી ભિન્ન થતા નથી. તે સ્વતઃ પોતાના સ્વભાવથી જ ભિન્ન છે. એટલે સિદ્ધિકારે અહીં “ભાન' શબ્દ મૂકીને ખરો નિશ્ચય અર્થ પ્રગટ કર્યો છે. “ભાન'નો અર્થ જ્ઞાન થાય છે. સાધારણ રીતે વ્યકિત પોતાના મનમાં જ પોતાની રીતે સાચો નિર્ણય કરે, તો વ્યવહારમાં તેને ‘ભાન' કહેવામાં આવે છે. વ્યકિતને પોતાને સમજ ન હોય તો સામાન્ય રીતે બોલાય છે કે તેને ભાન નથી. ભાન વગરનો છે અને તેનાથી વિપરીત જો વધુ સમજદાર હોય તો કહેવાય છે કે તેને ઘણું વધારે ભાન છે. અહીં શાસ્ત્રકારે ખૂબ જ સમજીને “ભાન” શબ્દ વાપર્યો છે અને કહ્યું છે કે આ બંને દ્રવ્યો એટલા બધા સ્પષ્ટ અને પ્રગટ છે કે જો વ્યકિતની આંખ ઉઘાડી હોય તો સ્વયં સમજી શકે છે. તેમાં કોઈ ગુરુની જરૂર નથી. ભાન તો પોતાની મેળે જ થાય છે. પદાર્થોનો અનુભવ થતાં તેના ગુણધર્મોનું ભાન સ્વતઃ થાય છે. આમ કવિરાજે “ભાન’ શબ્દ મૂકીને વ્યકિતની પોતાની ચેતનાને જાગૃત કરી છે.
પ્રગટ લક્ષણ કહેવાથી એ ધ્વનિ પણ ઉદ્ઘોષિત થાય છે કે અપ્રગટ એવા બીજા લક્ષણો હોવા જોઈએ. અર્થાત્ પદાર્થના પ્રગટ અને અપ્રગટ, એવા બે જાતના લક્ષણોનો ભાવ વ્યકત કર્યો છે. પ્રગટ લક્ષણ તો પ્રત્યક્ષ છે, ઈન્દ્રિયગમ્ય છે, તે મતિ–શ્રુતજ્ઞાનનો વિષય છે. ઉપરમાં અમે બંને પદાર્થના સામાન્ય પ્રગટ લક્ષણ” કહી ગયા છીએ પરંતુ અપ્રગટ લક્ષણમાં એક ગૂઢ ગંભીર સત્ય સમાયેલું છે.
એક રહસ્ય : પદાર્થ કે કોઈપણ દ્રવ્ય અનંત ગુણોનું ભાજન છે. પદાર્થના આ બધા ગુણો ધ્રુવ કહેતાં શાશ્વત અંશરૂપે પણ છે અને ગુણ કહેતાં તે ગુણો શકિતરૂપ પણ છે, તે સિવાય આ
LLLLLS (૫૭) ISLLLS