________________
નાવ સમાન છે. યાત્રીને એક કિનારેથી બીજા કિનારાનો ખ્યાલ આપે છે અને ત્યાં પહોંચાડવાની કોશિષ કરે છે. અન્યથા અહીં પણ લખવાની જરૂર ન હતી. સીધી રીતે જ કહી શકત કે આત્મા દેહ સમાન ભલે ભાસ્યો. તે બંને ભિન્ન છે. અહીં તે બંને ભિન્ન છે' એમ કહેવાની સાથે સાથે આગળમાં “પણ” શબ્દ મૂકયો છે. આ “પણ” થી સિદ્ધાંતની નક્કરતા પ્રગટ કરી છે. જીવને એકતા સમજાઈ ગઈ છે તે પણ હકીકત છે. “પણ” કહેવાથી આ સિદ્ધાંત પર સોળ આના વજન મૂકવામાં આવ્યું છે. અર્થાત્ સિદ્ધિકાર દૃઢ વિશ્વાસ પ્રગટ કરે છે. કોઈ કહે “આમ છે અને જો કહે પણ આમ છે' તો અહીં “પણ” શબ્દ બોલવાથી વિષયની નક્કરતાનો ખ્યાલ આપે છે. બેધડક છાતી ઠોકીને કહેવામાં આવ્યું છે. ભલેને એક રૂપ ભાસ્યો પણ તે બંને ભિન્ન છે. અહીં ભાર મૂકવાનું કારણ પણ બને છે. કરોડો માણસો દેહ અને આત્માની એકતામાં જ રંગાયેલા છે અને દેહની પૂજામાં જ જીવનયાત્રાની પરિપૂર્ણતા માને છે. આવી અત્યંત વ્રઢીભૂત થયેલી માન્યતાને લલકારે તેવો આ “પણ” શબ્દ છે. અસ્તુ. “પણ” શબ્દ ઘણો મહત્ત્વપૂર્ણ છે. એટલું કહીને તેની ઊંડાઈનો બોધ આપ્યો છે. આ રીતે આત્મા અને દેહ ભિન્ન છે. તે કથન પછી બંનેના જે પ્રગટ લક્ષણો છે, તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.
દેહના કેટલાક સામાન્ય લક્ષણ – સડવું, ગળવું, રોગાધીન થવું, દુર્ગધ સુગંધના ભાવને ભજવા. વર્ણાદિ પર્યાયોમાં પરિવર્તન થવું, ઈત્યાદિ દેહના કેટલાક અપ્રલક્ષણો પણ છે. જયારે સુંદરતા, સૌષ્ઠવ, સંઘયણ, સંસ્થાન, અંગોપાંગની સમતુલતા, તે બધા દેહના શુભ પ્રગટ લક્ષણો પણ છે. તીર્થકર જેવા પરમાત્માના દેહના ૧૦૦૮ લક્ષણો માનવામાં આવ્યા છે. દેહ પોતાના ઉત્તમ લક્ષણો પણ ધરાવે છે. સાધનામાં પણ ઉત્તમ લક્ષણવાળો દેહ અનુકૂળતાનો ભાગ ભજવે છે. દેહના બધા લક્ષણો શુભ-અશુભનામકર્મ સાથે જોડાયેલા છે. શુભ નામકર્મથી શુભ લક્ષણો પ્રગટ થાય છે, એ જ રીતે અશુભ નામકર્મના ઉદયે અશુભ લક્ષણો અસ્તિત્વ ધરાવે છે. દેહના લક્ષણો બે રીતે પ્રગટ થાય છે. જે પુદ્ગલ પિંડથી શરીર બનેલું છે, તે પુલોના પોતાના લક્ષણો હોય છે, જયારે બીજા લક્ષણ કર્મના ઉદયથી પ્રગટ થાય છે. પછી તે પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય પરંત કર્મજન્ય જે લક્ષણો છે, તે દેહમાં પ્રતિબિંબિત થાય છે. જેમ કે સુસ્વર નામકર્મ. શબ્દ તે પુદ્ગલનો ધર્મ છે પરંતુ તેમાં માધુર્ય આવવું, તે શુભ કર્મનું પરિણામ છે. કયારેક બંને લક્ષણો સાથે જોડાય છે. અહીં પણ સુસ્વર દેહનું લક્ષણ છે અને કર્મજનિત ભાવ છે, તેનો આધાર પુદ્ગલ છે. આવા મિશ્રભાવે દેહના હજારો લક્ષણો અસ્તિત્વ ધરાવે છે. કેટલાક દેહ વિચિત્ર પુદ્ગલથી રચના પામેલા હોય, તો તેમાં ચમત્કારી શકિતઓ પ્રગટ થાય છે. સામાન્ય દેહમાં ન હોય તેવા લક્ષણો તેમાં જોવા મળે છે. આ સિવાય કેટલીક ઉત્તમ કલાઓ, અલૌકિક સાધનાઓ, એ પણ બધા દેહ સંબંધી લક્ષણો છે. દેહ સ્વયં એક અલૌકિક ગુણપિંડ છે. દેહ સંબંધી બધા લક્ષણો પ્રગટ હોતા નથી. દેહના સામાન્ય લક્ષણો અને વિશેષ લક્ષણો ભિન્ન ભિન્ન પર્યાય પામેલા હોય છે.
પ્રગટ લક્ષણે ભાન – ગાથામાં પ્રગટ લક્ષણે' એવો શબ્દ વાપર્યો છે. જે લક્ષણ પ્રગટ છે તેનો અહીં ઉલ્લેખ કર્યો છે પરંતુ એનો અર્થ એવો નથી કે બધા જ લક્ષણ પ્રગટ છે. પ્રગટ કરતાં અપ્રગટ લક્ષણો ઘણાં જ વધારે છે, તેથી અહીં પ્રગટ લક્ષણનો અર્થ સામાન્ય લક્ષણો થાય
\\\\\\\\\\\S (૫૬) SSSSS
NSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS