________________
આત્માની કથાને જ આગળ વધારે છે અને ભિન્નતા જાણવા માટે પદાર્થના લક્ષણ જણાવે છે. કારણ કે લક્ષણથી જ લક્ષ્ય જાણી શકાય છે.
લક્ષણથી લક્ષ્યનો બોધ : અહીં શાસ્ત્રકાર લક્ષણ અને લક્ષનો જે સંબંધ છે તેને જાણવા માટે તેની ભૂમિકા રજૂ કરે છે અર્થાત્ આત્મા અને દેહ, તેને જ દૃષ્ટિગોચર રાખીને બંનેના લક્ષણ જોવા જોઈએ, તો જ બંને ભિન્ન પદાર્થનું અસ્તિત્વ પ્રગટ થાય. દેહના લક્ષણ તો સામાન્ય રીતે પ્રત્યક્ષ જ છે પરંતુ તેનું જે એક અપ્રગટ લક્ષણ છે, તે તેની પરિવર્તનશીલતા છે અર્થાત્ દેહનું સૂક્ષ્મ પરમાણુ સૃષ્ટિમાં સમાઈ જવું સર્વથા વિસર્જન થઈ જવું. દેહ મટીને અદેહ થઈ જવું આ લક્ષણથી જ દેહ કોઈ સ્થાયી તત્ત્વ નથી, તે બોધ થવો બહુ જરૂરી છે. તેનાથી વિપરીત દેહનો નિવાસી એવા જે આત્મદેવ છે, તેના એક પણ લક્ષણો રૂપી પદાર્થ જેવા નથી. દેહ સંપૂર્ણ રૂપી પદાર્થ છે, જ્યાં તેનો અધિષ્ઠાતા એવો આત્મા અમૂર્તરૂપ છે, અમૂર્ત હોવાથી વર્ણ, ગંધ, રસ આદિ ગુણોથી રહિત છે, જ્ઞાન ગુણથી તે પ્રગટ થાય છે. રૂપ આદિ બધા દેહના લક્ષણો છે, જયારે જ્ઞાન અને જ્ઞાનને અનુકૂળ એવા બીજા શાંતિ, દયા, ભકિત, ઈત્યાદિ ગુણો પણ ચૈતન્યના જ લક્ષણ છે. પાણીમાં નાખેલું મીઠું તેના સ્વાદરૂપી લક્ષણથી પારખી શકાય છે. ઈન્દ્રિયના ઉપકરણ દ્વારા આ બધા સ્થૂલ લક્ષણો દ્રવ્યભાવે ગ્રહણ કરી પદાર્થની પરખ કરે છે. પરંતુ આત્માના લક્ષણ માટે ઈન્દ્રિયાદિ ઉપકરણ પરિપૂર્ણ ઉપકરણ નથી. જેથી ઈન્દ્રિયાતીત નિર્મળજ્ઞાન ચેતનાથી ચેતના પોતા વિષે નિર્ણય કરે છે કે દેહથી ભિન્ન એવો અંતર્યામી આત્મા પોતાના લક્ષણોથી પરિપૂર્ણ છે. લક્ષ તે અધિષ્ઠાન છે, જયારે લક્ષણ તેમાંથી પ્રગટ થતી પર્યાય છે. લક્ષણરૂપે પ્રગટ થતી શુદ્ધ પર્યાય શુદ્ધ દ્રવ્યનું ભાન કરાવે છે, જ્યારે તેનાથી વિપરીત વિકાર પામેલી પર્યાય વિકારી આત્માનું અસ્તિત્વ બતાવે છે. શુદ્ધ આત્મા કે વિકારી આત્મા તે બંને દેહથી ભિન્ન છે. દેહથી ભિન્ન એવો આત્મા શુધ્ધાત્મા પણ છે અને વિકારી કે વિભાવી આત્મા પણ છે. પોતપોતાના લક્ષણથી તે આત્મદ્રવ્યનું પ્રદર્શન કરે છે. અહીં શાસ્ત્રકાર “પણ” શબ્દનો ઉપયોગ કરે છે. આ “પણ” શબ્દ બે અવસ્થાનો બોધક છે.
(૧) દેહ અને આત્માની એકતાનો અજ્ઞાન ભરેલો બોધ (૨) આત્મા અને દેહ સર્વથા ભિન્ન છે, તેનો બોધ. પ્રથમ બોધમાં એમ કહે છે કે અત્યારે પરિસ્થિતિ આવી છે, પરંતુ હકીકતમાં તેમ નથી. ક્રોધથી માણસ દુશ્મનને જીતવા પ્રયાસ કરે છે પણ ક્રોધથી દુશ્મનો વધે જ છે. પરસ્પરની બે અવસ્થાનું ભાન કરવા માટે અથવા કથન કરવા માટે “પણ” શબ્દ મૂકવામાં આવે છે. આ પણ' શબ્દ વ્યવહારમાં સારી અને નરસી બંને રીતે વપરાય છે પરંતુ સિદ્ધિકારે અહીં “પણ” શબ્દ જે રીતે મૂકયો છે, તે અંધારામાં પ્રકાશ પાથરતી દીવાદાંડી જેવો છે. જેમ કોઈ સજ્જન ઠગની સાથે જોડાયેલો હોય, ત્યારે બીજો તટસ્થ માણસ તેને ચેતના આપે છે કે તમે આ ભાઈને સાથે લીધો છે પણ સાવધાન રહેજો. આ “પણ” શબ્દ અહીં એક ઉતમ ચેતના છે. દેહ અને આત્માની એકતા તે ઠગાઈ છે. તટસ્થ આત્મા સિદ્ધિકાર છે, ઠગાઈથી બચવા સાધકને “પણ” શબ્દથી ચેતના આપે છે કે દેહ તે કથીર છે અને આત્મા તે સોનું છે પણ ધ્યાન રાખજો. સોનું કથીરના ભાવે વેંચાઈ ન જાય. આ રીતે “પણ” શબ્દ એક અવસ્થાથી બીજી અવસ્થામાં લઈ જનાર
SSSSSSSSSSSSSSSSSSSS