________________
જગ્યાએ આત્મા છે. લોખંડમાં ચડેલી અગ્નિ અને લોખંડ બંને એકરૂપ દેખાય છે પરંતુ અગ્નિ તે અગ્નિ છે અને લોખંડ તે લોખંડ છે. બંનેનો સહવાસ તૂટી જતાં, તેનો અધ્યાસ પણ લય પામી જાય છે. અહીં દેહ અને આત્માની વાત હોવાથી આ અધ્યાસ ભ્રમાત્મક જ્ઞાનરૂપ છે. જયારે જડ પદાર્થોમાં જે અધ્યાસ થાય છે તે જ્ઞાનરૂપ નથી પણ ગુણાત્મક છે. અધ્યાસ ઘણો જ વ્યાપક ક્રિયાત્મક ભાવ છે અને બંને દ્રવ્યોને અથવા દેહ કે આત્માને એક ભાવે પ્રદર્શિત કરે છે પરંતુ તે એક આભાસ માત્ર છે હકીકત નથી, તેથી જ અહીં સિદ્ધિકાર કહે છે કે “ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહસમાન' આ કડીથી જ સ્પષ્ટ થાય છે કે ભાસ્યો એટલે લાગે છે, સમજાય છે, એક સમાનનો બોધ થાય છે પરંતુ તે એક સમાન નથી એવો સ્પષ્ટ અર્થ નીકળે છે.
પણ તે બંને ભિન્ન છે – ત્રીજા પદમાં કહ્યું છે કે તે બંને ભિન્ન છે. સિદ્ધિકાર બે પદોમાં વિપરીત બોધનું ઉદ્ઘાટન કરી અર્થાત્ અસત્ બોધનું ઉદ્ઘાટન કરી આ ત્રીજા પદમાં સંબોધનું ઉદ્ઘાટન કરે છે. જેમ રેતીના રણમાં ઝાંઝવાના જળ દેખાય છે અર્થાત્ ત્યાં સમુદ્ર કે પાણી જેવો આભાસ થાય છે પરંતુ હકીકતમાં તે અસત્ બોધ છે. સ્વપ્નમાં પડેલો માણસ સ્વપ્નને સદ્ધોધ માને છે પરંતુ જાગૃત થતાં તેને અસદ્ધોધનું ભાન થાય છે. જ્ઞાનવૃષ્ટિ ખૂલતા પદાર્થનું સ્પષ્ટ સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે. સદ્ગોધ ત્યારે જ થાય જ્યારે પૂર્વમાં અસધ્ધોધની ભૂમિકા હોય છે. પરિણામ સ્વરૂપે કે બીજા કોઈ પણ પ્રકારે અસધ્ધોધ અસત્ય સ્થાપિત થાય છે. તેનું ગણિત પ્રમાણે શુદ્ધ પરિણામ હોતું નથી. અસદ્ધોધ વ્યર્થ જતો નથી, તે અસત્ પરિણામ આપવા માટે સફળ છે, શકિતમાન છે પરંતુ સદ્ધોધની સામે અસદ્ધોધનું મૂલ્યાંકન થઈ શકે નહીં. અસધ્ધોધ એક માયાવી જાળ છે અને તેમાં જીવ અટવાયેલો રહે છે. તે શાશ્વત સત્ય નથી, એથી જ જ્ઞાનીઓએ અસલ્બોધથી મુકત થવા માટે જ્ઞાન વ્યાપાર કે વાણી વ્યાપાર કર્યો છે અને કહ્યું છે કે તમારો આ બોધ એક આભાસ માત્ર કે મિથ્યા બોધ છે. દેહ સાથે રહેવાથી દેહનો અધ્યાસ થયો છે અર્થાત્ દેહના ગુણધર્મને પોતાના ગુણધર્મ સમજે છે પરંતુ હકીકતમાં તે બંને ભિન્ન છે. એમ સ્પષ્ટ ઉદ્ઘોષ કરી આ મિથ્યા આભાસને અને તેના કારણોને સ્પષ્ટ કરી, તેને મૂકી દેવાની વાત કરે છે. આ આભાસ બે રીતે થઈ રહ્યો છે.
(૧) આત્મા તે દેહ જ છે, એવો પ્રતિભાસ થાય છે અને (૨) તે અધ્યાસથી આત્મા શૂન્ય છે કશું નથી તેવો પ્રતિભાસ થાય છે. આ અધ્યાસ હકારાત્મક અને નકારાત્મક બંને ભાવોને પ્રગટ કરે છે પરંતુ શાસ્ત્રકાર બંને ભાવને ત્યાજય સમજી અધ્યાસ અને અધ્યાસથી નિપજતું પરિણામ, એ બંનેનો નિષેધ કરે છે અને સ્પષ્ટપણે કહે છે કે તે બંને ભિન્ન છે. અહીં ‘તે' એટલે કોણ? તે' શબ્દ સર્વનામ છે. આ સર્વનામ દેહ અને આત્મા એ બંને માટે વપરાયું છે, તેથી કહે છે કે જેમ આત્મા છે તેમ દેહ પણ છે અને જેમ દેહ છે તેમ આત્મા પણ છે. બંને દ્રવ્યોનું તુલનાત્મક અધ્યયન કરી બંનેના સ્વતંત્ર અસ્તિત્વને પ્રગટ કરે છે. દેહનું અસ્તિત્વ તો પ્રગટ છે જ પણ આત્માનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે. આ વાકય ઉપમાન, ઉપમેય તરીકે પણ બોલી શકાય. જેમ દેહ પ્રગટ છે તેમ આત્મા પણ પ્રગટ છે. દેહ આત્માથી ભિન્ન છે તો આત્મા પણ દેહથી ભિન્ન છે. આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં માત્ર દેહની ભિન્નતા બતાવીને શાસ્ત્રકાર મુખ્યપણે
SSSSSS (૪) SS