________________
ભિન્ન છે, એવો આત્મા સંબંધી કશો વિચાર કરતો નથી. આત્મા સંબંધી કશો વિચાર આવે, તો પણ દેહની સીમામાં સમાપ્ત થઈ જાય છે... અસ્તુ.
ઉપર્યુકત બધા ભિન્ન ભિન્ન કારણોથી દેહાધ્યાસથી દેહાભાસ થતો હોય છે પરંતુ જે જીવો પુણ્યશાળી છે અને જેના મોહનીય કર્મના અંશો ઉપશાંત થયેલા છે, તેવા જીવો દેહાધ્યાસ હોવા છતાં તેમાંથી નિપજતાં વિપરીત આભાસોનો ભોગ બનતા નથી. સાચું શ્રવણ કરીને દેહથી નિરાળા એવા પરમાત્મારૂપ આત્માનું દર્શન કરે છે, માટે જ શાસ્ત્રકારે કહ્યું છે કે પ્રતિબંધક કારણ હોય, તેવા જીવો દેહાધ્યાસથી અજ્ઞાનદશાના શિકાર બને છે પરંતુ પ્રતિબંધક કારણ હટી જવાથી શુદ્ધ આત્મદર્શન થાય છે. વાદળ વિખરાઈ જતાં જેમ ચંદ્રના દર્શન થાય છે, તેમ પ્રતિબંધક કારણોનો અભાવ થતાં આત્મવૃષ્ટિ પ્રાપ્ત થાય છે, માટે જ અહીં શાસ્ત્રકારોએ “ભાસ્યો' શબ્દ મૂકયો છે.
ભાસ્યો દેહાધ્યાસથી’ તેમાં કોઈ કોઈ જીવને ભાસ્યો, એવો અર્થ નીકળે છે કારણ કે બધા જીવોને આત્મા દેહ સમાન ભાસ્યો નથી. દેહાધ્યાસ તો બધાને છે પણ બધાને વિપરીત જ્ઞાન થતું નથી, માટે શાસ્ત્રકારે ‘ભાસ્યો' શબ્દ મૂકીને જેને વિપરીત જ્ઞાન થાય છે, તેનો ઉલ્લેખ કર્યો છે. જેને વિપરીત જ્ઞાન થતું નથી, તેને આ “ભાસ્યો' શબ્દ લાગુ પડતો નથી. મૂળમાં પ્રશ્ન એ છે કે આત્મા દેહ સમાન કેમ ભાસે છે? દેહાધ્યાસથી ભાસે છે પરંતુ આ કારણ કેવળ વિપરીત દશાને પામેલા જીવો માટે છે. અસ્તુ.
દેહાધ્યાસ શા માટે થાય છે તેનો વિચાર કરીને હવે આપણે તેના ગંભીર અર્થને જોઈએ.
દેહાધ્યાસનો ગંભીર અર્થ : ઉપરમાં દેહાધ્યાસની સ્કૂલ વ્યાખ્યા કરી છે પરંતુ આત્મા અને દેહ એક સાથે રહે તેને ખરા અર્થમાં દેહાધ્યાસ કહી ન શકાય.
અધ્યાસના બે પ્રકાર છે. (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યને તપ કરી દે અથવા પોતાના ગુણધર્મને તેમાં પરિવર્તિત કરી દે અથવા બીજા દ્રવ્યના ગુણધર્મને સર્વથા ઢાંકી દે, તે અધ્યાત છે. (૨) જયારે બીજા પ્રકારના અધ્યાસમાં સાથે રહેવા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને તદ્રુપ કરતું નથી. દેહ પોતાના ગુણધર્મથી આત્માને રંગી દે છે પરંતુ આત્માને તદ્રુપ બનાવી શકતો નથી. તેમજ દેહના ગુણ આત્મામાં ક્રિયાન્વિત થતા નથી. આત્મામાં દેહનું પ્રતિબિંબ હોવાથી આત્મા સ્વયં દેહ જેવો બની જાય છે અને આભાસ થાય છે કે દેહ અને હું, બંને એક જ છીએ. સિદ્ધિકારે અહીં ભાસ્યો' શબ્દ મૂકીને આ બીજા નંબરના અધ્યાસનો ઉલ્લેખ કર્યો છે, સહવાસ થવાથી જ અધ્યાસ થતો નથી પરંતુ પર પદાર્થની ગુણકારિતાને અનુકૂળ એવી પર્યાય પોતે પણ ભજવે છે, ત્યારે સહવાસી અધ્યાત છે. અધ્યાસ એક પ્રકારનું સામાયિક રૂપાંતર છે, અર્થાત્ જ્યાં સુધી અધ્યાસ છે, ત્યાં સુધી જ આ રૂપાંતર ટકે છે. સહવાસ એક સંયોગ છે. જયારે અધ્યાસ એ તાદાસ્યભાવે થતી પર્યાય છે. અધ્યાસના મૂળ ઘણાં ઊંડા છે કારણ કે આદિકાળથી દેહ અને આત્માનો સહવાસ હોવાથી આ અધ્યાસ ઘણો જ ડ્રઢીભૂત થયેલો છે છતાં પણ તે ફકત ભાસ્યમાન છે અર્થાત્ જીવને ભાસે છે. હકીકતમાં તરૂપ નથી. બંને સ્વતંત્ર દ્રવ્યો છે. દેહની જગ્યાએ દેહ છે અને આત્માની
SિSSSSSSSSSSSSSSSSSSSS\\\\\\\\\\\\\\\\\\\\\\\\N (૫૩) L\\\\\\\\\\\\\\)