________________
(૧) કર્મજન્ય પરિણામ, (૨) સાંયોગિક પરિણામ, (૩) વિપરીત વિચારધારાનું શ્રવણ, શાસ્ત્રકાર કહે છે કે જેવું શ્રવણ થાય તેવું જ્ઞાન થાય છે. માણસ જેવું સાંભળે છે તેવું વિચારે છે અને તેવા પ્રકારના સંકલ્પોનો જન્મ થાય છે. (૪) ભોગોની તીવ્ર આસકિત અને પ્રમાદદશા .
(૧) કર્મજન્ય પરિણામ : ઉદયમાન મોહનીયકર્મ અથવા દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મનો ઉદય, આ બંને મોહનીય કર્મના પ્રકારો અવળું સમજવામાં મુખ્ય આધાર સ્તંભ છે. શાસ્ત્રમાં જયાં જયાં અધિકાર આવે છે ત્યાં જ્ઞાન પ્રગટ થવાની પૂર્વમાં “યુવતી મોળિક્કો એવો શબ્દ આવે છે મોહનીય કર્મ ઉપશમ થયું હોય, તો જ જ્ઞાનમાં નિર્મળ પ્રતિબિંબ પડે છે. અરીસા ઉપર ચડેલો મેલ મુખદર્શનમાં આડો આવે છે. કર્મજન્ય પરિણામ સારી નરસી બધી અવસ્થામાં કારણભૂત હોય છે. પુણ્યનો અભાવ પણ કર્મજન્ય સ્થિતિમાં કારણભૂત બને છે. પુણ્યની અનુકૂળતા ન હોય તો જીવ સાચે રસ્તે ચડી શકતો નથી. અહીં પુણ્યના અભાવમાં જ્ઞાનના ઉપકરણો પણ મલિન હોવાથી શુદ્ધ જ્ઞાન કરાવી શકતા નથી, આ છે કર્મજન્ય સ્થિતિ.
(૨) સાંયોગિક પરિણામ : તેમાં મનુષ્ય સર્વથા સ્વતંત્ર નથી. તે જેવા સંયોગમાં જન્મે છે અને જે પરિસ્થિતિમાં રહે છે, તેવા સંસ્કારો ગ્રહણ કરે છે, તેવી ભાષા પણ બોલે છે. વિપરીત સંયોગોમાં વિકાસ પામેલો મનુષ્ય વિપરીતદશાનું ભાજન બને છે. એટલે અહીં આવા કુટિલ સંયોગવાળા જીવને દેહાધ્યાસથી બચવું મુશ્કેલ છે. નાસ્તિકોના સમુદાયમાં રહેલો સામાન્ય જીવ . નાસ્તિક ભાવોને ભજે છે. આવા મનુષ્ય પર દેહાધ્યાસનો દુષ્ટ ભાવ પડે, તે પણ તેટલો જ સ્વાભાવિક છે.
(૩) વિપરીત વિચારધારાનું શ્રવણ : શ્રવણ એ પણ જ્ઞાનની સારી નરસી બંને ધારાનું સચોટ કારણ છે એટલે શાસ્ત્રકારે કહ્યું છે કે “સવળે ને ય વિUOI શ્રવણથી જ્ઞાન પણ થાય છે અને વિજ્ઞાન એટલે સાચું જ્ઞાન પણ થાય છે અને એ જ રીતે વિપરીત જ્ઞાન પણ થાય છે. જેને નિરંતર મિથ્યા ભાવોને સાંભળવાનો અવસર મળે છે, તે જીવને દેહાધ્યાસથી પણ વિપરીત આભાસ થતો રહે છે. સાંભળી સાંભળીને તેના વિચારોનું પરિમંડલ એવું દ્રઢીભૂત થાય છે કે દેહાધ્યાસમાં પણ વિપરીત આભાસ થવો, તે સ્વાભાવિક છે. શ્રવણ એ જીવનની ઉતમ ક્રિયા છે. આપણે ત્યાં સત્સંગને અને પ્રવચન શ્રવણને વિશેષ મહત્ત્વ અપાયું છે. તેનું પણ પ્રધાન કારણ જ્ઞાન પરિશુદ્ધ થાય તે જ છે. સાચું શ્રવણ ન થવાથી પણ દેહાધ્યાસમાં રહેલો જીવ દેહથી આગળ વધી શકતો નથી. સાંભળે તો વિચાર, વિચારે તો આત્મા સંબંધી પ્રશ્ન ઉઠે પરંતુ જે સાંભળતો જ નથી, શ્રવણ કરતો જ નથી, તે દેહાધ્યાસથી નિરંતર તેમાં રમણ કરતો રહે છે, તેને આત્મા જુદો છે તેવું માનવું જરૂરી લાગતું નથી.
(૪) ભોગાસક્તિ – તીવ્ર ભોગાસકિત અને સાંસારિક વિષયો પ્રત્યેની આસકિત પણ દેહાધ્યાસથી નિપજતા આ આભાસનું મુખ્ય કારણ બની રહે છે. આસકિતમાં અટવાયેલો જીવ દેહને જ આત્મા માની દેહપૂજા કરે છે અને ભોગોને સાક્ષાત્ સુખનું કારણ માને છે. દેહથી આત્મા
MAS (૫૨) .