________________
નથી. એવી પરિસ્થિતિમાં જયારે તેને કોઈ સારો રસ્તો બતાવે, ત્યારે તેને સપાય કહેવામાં આવે છે અને સઉપાયનું સેવન કરવાથી તે સફળ થાય છે. છે. અહીં ઉપાયની સાથે સદ્ શબ્દ જોડયો છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ઉપાય બે પ્રકારના છે. (૧) સક્કપાય અને (૨) અસઉપાય, સાચો રસ્તો અને ખોટો રસ્તો. હકીકતમાં વિપરીત ઉપાયનું સેવન થાય, તો સાધ્ય તો દૂર રહ્યું સફળતા પણ દૂર રહી પરંતુ કેટલીક વિપત્તિ આવી પડે અને તેના કુફળ પણ ચાખવા પડે. અસ ઉપાસનાના ઘણાં વિપરીત પરિણામો છે. નીતિમાં કથન પણ છે કે “સત્ય લક્ષવેધી છે જ્યારે અસત્ય તે ઘણા અનર્થનું મૂળ છે. સઉપાયનું સાચું એક જ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે અસદ્ ઉપાય તો ઘણાં કુફળ આપી શકે છે. એટલે જ કાવ્યકારો એ કહ્યું છે કે, “સત્ય પતિ મા પન અત્યં મધપ્રદતિ થાનામ્ તમ્ ' સત્યનો માર્ગ એક જ છે પરંતુ અસત્યના માર્ગ ઘણા છે.
સત્યનો ધોરી માર્ગ એક છે. ગમે તેવા ઉપાયનું સેવન કરવાથી આત્મા પ્રાપ્ત થતો નથી, મુકિતનો માર્ગ હાથ લાગતો નથી. સાંસારિક સિદ્ધિઓ માટે અનેક પ્રકારના ઉપાયો યોજવામાં આવે છે પરંતુ આ બધા ઉપાય કલ્યાણ માટે ઉપાય નથી. સલ્કપાય તે લક્ષવેધી છે. આથી શાસ્ત્રકારે અહીં “સમજાવો” પછી સઉપાયને લક્ષ માન્યું છે. ધન્ય છે કૃપાળુ દેવની અમૃતવાણીને! એક એક શબ્દમાં તેમની સ્વચ્છ દાર્શનિક દ્રષ્ટિ અને પ્રતિભાના દર્શન થાય છે. શંકાકારને વિશિષ્ટ બુદ્ધિવાળો જણાવીને વિનયભાવ પ્રગટ કર્યો છે. સામાન્ય શંકાકાર એ જ રીતે પ્રશ્ન કરે કે આત્મા નથી તો આત્માને સમજાવો. પરંતુ એ રીતે ઉદ્ભાવન થવાથી કાવ્યરસનું ખંડન થાય છે, તેમ જ તેની વાણીમાં પણ અહંકારના દર્શન થાય છે અને પ્રશ્નકાર મંદબુદ્ધિનો છે, તેવી અભિવ્યંજના થાય છે પરંતુ આ દોષનો પરિહાર કરવા માટે સિદ્ધિકારે અહીં સીધેસીધો આત્મવાદી પ્રશ્ન ન કરતાં “સમજાવો ઉપાય' એમ કહીને પ્રશ્રકારની વિશિષ્ટ બુદ્ધિ, નિરહંકારપણું, અને તેની સાચી અભ્યર્થનાની અભિવ્યંજના કરી છે. એક રીતે કહો તો ગુરુ શિષ્યનો સંવાદ બહુ ઊંચાઈ પર પ્રદર્શિત થયો છે..... અસ્તુ.
અહીં આ ચારે કડી શંકા રૂપે પ્રદર્શિત કરી છે. તેની માર્મિક વિવેચના સાથે સમાપ્તિ કરી ઉત્તરપક્ષમાં પ્રવેશ કરશું. ચારેય ગાથા પૂર્વપક્ષ તરીકે અંકિત કરીને હવે તેનો સુંદર ઉત્તરપક્ષનો આરંભ થવાનો છે. - ઉપસંહાર : ઉપરની ચારેય ગાથાઓ પૂર્વપક્ષ રૂપ આત્માના નાસ્તિત્વ વિષે અને તેના અનુસંધાનમાં કેટલાક તર્કો સાથે ઉચ્ચારવામાં આવી છે. આ આખો પૂર્વપક્ષ એ કોઈ ખાસ વ્યકિત કે સંપ્રદાયથી સંબંધ ધરાવે છે તેવું નથી પરંતુ વિશ્વમાં સમગ્ર આસ્તિકય ભાવનાઓને ચેલેન્જ કરનારી અને ધર્મને ન માનનારી અથવા ધર્મથી પ્રતિકૂળ સિદ્ધાંતોને પ્રગટ કરનારી પ્રચલિત માન્યતાઓ સાથે સંબંધિત છે અને આ નાસ્તિકવાદની માન્યતા જૈન દર્શનના આત્મવાદ સાથે સીધી અથડાય છે, તેથી શાસ્ત્રકારે અહીં ગુરુ શિષ્યના સંવાદરૂપે તે માન્યતાઓને વણી લીધી છે. આ માન્યતાઓ કેવી રીતે પ્રગટ થઈ છે અને તેના મૂળ શા માટે આટલા મજબૂત છે તેનું વિવેચન
હULLLLLLLLSLLLLLS (૪૬) ગોપીપીપીપી).........LILLLLLLLLLLLLLLLLLLLLS