________________
આપણે બારીકાઈથી કરી ગયા છીએ. હકીકતમાં વિષય પ્રત્યેની આસકિત, કામભોગ અને સત્તા-પરિગ્રહ વગેરેને પ્રાપ્ત કરવામાં ધર્મની માન્યતાઓ થોડે ઘણે અંશે આડી આવે છે અને પ્રત્યક્ષ પદાર્થો વધારે આકર્ષણનું નિમિત્ત હોય છે, તેથી આવો નાસ્તિકવાદ ઊંડાઈમાં ઉતરવા માંગતો નથી. ચારેય ગાથાના સ્થૂલ તર્કથી અનાત્મવાદના ભાવો પ્રગટ કર્યા છે. છેવટે શાસ્ત્રકારે આ ભાવોનું વિવેચન કરનારને કદાગ્રહી ન બનાવતાં વિનયશીલ બનાવ્યો છે, તે શાસ્ત્રકારની અભુત કાવ્યકલા છે. થોડા શબ્દોમાં ગૂઢભાવો ભરવાની શ્રીમદ્જીની અભૂત શૈલી આશ્ચર્યજનક છે. આટલો ઉપસંહાર કર્યા પછી હવે ઉત્તરપક્ષની આધ્યાત્મિક ગાથાઓનો સ્પર્શ કરી જ્ઞાનસાગરમાં સ્પર્શ કરશું.
\\\\\\\\\\\\\\\\N (૪૭)
\\\\\\\\\\\\\\\\