________________
પ્રમાણે મોક્ષશાસ્ત્રનું પણ કથન છે. અહીં આ ગાથામાં સત્પુરુષના નિમિત્તે “સમજાવો' તેવી ભાવના પ્રગટ થઈ છે.
(૨) સાંસારિક ભાવોનો ઉપરમ : વિરકિતનો ઉદ્ભવ. વિરકિત આવે અને વિષય કષાયની તુચ્છતાનો અનુભવ થાય, સંસારભાવની પ્રબળતા ઓછી થાય, ત્યારે આવો ઉપરમ જન્મ છે. જેને સમકિતના લક્ષણમાં સંવેગ નિર્વેદ શબ્દથી કથન કરવામાં આવે છે. નિર્વેદ શબ્દ ઉપરમવાચી છે. તેમાં વિષયો પ્રત્યેની મૂચ્છ તૂટે છે. અજ્ઞાન ગયા પછી પણ મૂચ્છ તૂટવી ઘણી દુર્લભ છે. અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાય એ ત્રણની જોડી છે. અજ્ઞાન અને મિથ્યાત્વ દૂર થયા પછી પણ મૂચ્છ ઉતરવી અને આસકિતનો અભાવ થવો, તે ચારિત્રની અપેક્ષા રાખે છે. ઉપરની ઘાતક ત્રિપુટીની સામે આ ત્રણ સિદ્ધ તત્ત્વોની ત્રિવેણી પણ છે. સમ્યજ્ઞાન સમ્યગદર્શન અને સમ્યક ચારિત્ર. આ રત્નત્રય ત્રણ બંધનોની બેડીને તોડે છે. અહીં “સમજાવો' નો બીજો ગુણ સમજાવો” શબ્દના રહસ્યને પ્રગટ કરે છે. જે જીવની ઉપરમ અવસ્થાનો સાક્ષી છે.
૩) વિનયશીલતા : જયારે જીવ ગુણમાં રમણ કરે અર્થાત્ વિનયભાવને વરે, ત્યારે પણ સમજાવો’ એવી વાણી બોલી ઉઠે છે અને સ્પષ્ટપણે પુરુષનું અવલંબન ગ્રહણ કરે છે. વિશ્વ કૂતો ઘો' શાસ્ત્રના આ વાકય પ્રમાણે વિનય પ્રાપ્ત થયા પછી ધર્મની પ્રાપ્તિ થાય છે. અહીં સમજાવો’ શબ્દના ઉચ્ચારણમાં શિષ્યનો અહં ગળી ગયો છે અને બધી વિરોધી માન્યતાઓનો ઉલ્લેખ કર્યા પછી પણ પોતે નિરાળો છે અને આ માન્યતાઓના સંબંધમાં સાચું જ્ઞાન મેળવવા માટે ઉદ્યત થયો છે. શાસ્ત્રોમાં વિનયભાવને પણ એક પરાક્રમ કહેવામાં આવ્યું છે. આવું વિનયશીલ પરાક્રમ કરી વાણી ઉચ્ચારે છે કે સમજાવો. આ રીતે “સમજાવો' શબ્દના ત્રિગુણાત્મક ભાવ પ્રગટ થાય છે. - આ ત્રણે ભાવોને વરીને મિથ્યા માન્યતાના ચક્રમાંથી નીકળી નાસ્તિક ભાવોનું વમન કરી કહે છે કે “સમજાવો ઉપાય', તેમાં શિષ્યની માંગણી આત્માને “સમજાવો’ તેવી નથી પરંતુ આ બધી નાસ્તિક ભાવોની ઝંઝાળમાંથી છૂટવા માટેનો સાચો ઉપાય શું છે? જેમ કોઈ ધનનો અર્થ એમ કહે છે કે મારે ધન જોઈએ છે, તો તે સાચો ધનાર્થી નથી પરંતુ ધનનો અર્થ એમ વિચાર કે ધન મેળવવાનો સાચો ઉપાય શું છે? કાર્યની સિદ્ધિ માટે કારણનું સેવન કરવું જોઈએ, તે સિદ્ધાંત છે.
“RM સપનાનું કાર્યસિદ્ધિ પ્રવેત્ ' કારણની ઉપસ્થિતિમાં પણ સાધનાનો અભાવ હોય, તો કાર્યસિદ્ધ થતું નથી અર્થાત્ સાધના અને કારણની ઉપેક્ષા કરી ફકત કાર્યની કે સાધ્યની ઝંખના કરે, તો તે વ્યકિત સફળ થતો નથી.
અહીં શાસ્ત્રકારે “સમજાવો સદ્ધપાય” એમ કહીને દાર્શનિક સિદ્ધાંતનો સ્પષ્ટ ઉપયોગ કર્યો છે અર્થાત્ સાચા ઉપાયની અપેક્ષા કરી છે. ઉપાય શબ્દ કારણવાચી પણ અને સાધનવાચી પણ છે. ઉપાયના બીજા પણ ઘણા ક્રિયાત્મક અર્થ થાય છે. લાભની નજદીક જવું અથવા લાભની નજીક જવા માટે યત્ન કરવો, તેને ઉપાય કહેવામાં આવે છે. જયારે માણસ બહુ સંકટમાં હોય છે, અને પરિસ્થિતિથી ધૂંધવાય છે, ત્યારે બોલી ઉઠે છે કે હવે કોઈ ઉપાય નથી. અર્થાત્ કોઈ રસ્તો
Music (૪૫) JAMNS