________________
ગ્રંથિભેદના નજીકના સમયની છે.
અહીં જીવની કર્મ અવસ્થા શું છે અને અનાત્મવાદ અને અનાત્મવાદની શંકાઓ કેવી સ્થિતિમાં જન્મે છે, તેનું આપણે આધ્યાત્મિક રીતે સ્પષ્ટીકરણ કર્યું છે. જે કાંઈ અવસ્થાઓ હોય પછી તે વિપરીત અવસ્થાઓ હોય કે શંકા ભરેલી અવસ્થાઓ હોય કે નિશ્ચયાત્મક અવસ્થાઓ હોય, તે અવસ્થામાં કર્મનો અને કર્મના ક્ષયોપશમનો સીધો સંબંધ છે. તેની ત્રણ અવસ્થાઓ થાય છે. ૧) ઉદયભાવો પાતળા પડયા હોય, સ્વભાવને અનુકૂળ ક્ષયોપશમ ભાવ પ્રગટ થયો હોય અને સાથે સાથે પુણ્યનો ઉદય હોય, ત્યારે કર્મસિદ્ધાંત અનુસાર નિશ્ચયાત્મક અવસ્થા પ્રગટ થતી હોય છે. ૨) મોહનીયનો ગાઢ ઉદય હોય, દર્શનમોહનીયનો ક્ષયોપશમ અત્યંત નિર્બળ હોય અને પુણ્યનો અભાવ હોય, ત્યારે વિપરીત અવસ્થા જન્મે છે. ૩) દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ અનુકૂળ હોય પણ જરૂરી ચારિત્ર મોહનીયના ઉદય શિથિલ ન થયો હોય અને પ્રબળ પુણ્ય ન હોય, ત્યારે આ શંકા અવસ્થાનો જન્મ થાય છે. અહીં આપણે ત્રણે અવસ્થાનું “મૂળ” કર્મમાં છે અને કર્મના ઉદય, અપચય કે ક્ષયોપશમ, તે આધ્યાત્મિક જગતમાં પૂરું નાટક ભજવે છે, તે જોઈએ.
આ ગાથાના ઉત્તરાર્ધમાં ત્રીજી અવસ્થાને સ્પર્શ પામેલો શંકાકાર “સમજાવો’ કહીને નમ્રભાવે ઉપરની અવસ્થાની જિજ્ઞાસા કરે છે. આ “સમજાવો” શબ્દ દ્વારા સ્પષ્ટ થાય છે કે હવે તે જીવને સાંસારિક ભાવથી અસંતુષ્ટિ થઈ છે, ભોગોથી અતૃપ્તિ થઈ છે અને મિથ્યા ભાવોથી ત્રાસ
અનુભવ્યો છે, તેથી પાછો ન વળતાં “સમજાવો” એમ કહીને હકીકતમાં સાંસારિક ભૂમિકાની પૂરી 'અવલેહના કરે છે અને સત્ય સમજવા તે તલપાપડ થયો છે. આ રીતે ગાથાનો “સમજાવો' શબ્દ (૧) જ્ઞાનાત્મક ભાવ, (૨) કષાયનો ઉપરમ, અને (૩) વિનયશીલતા, આ ત્રિગુણાત્મક ભાવને પ્રગટ કરે છે. જેનું આપણે ઉંડાઈથી વિવેચન કરશું.
સમજાવો' ના ત્રિગુણાત્મક ભાવ – (૧) જ્ઞાનભાવ – જ્ઞાનાવરણીય કર્મનો નિર્મળ ક્ષયોપશમ થાય, ત્યારે સમજવાની ભાવના જાગૃત થાય છે.
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ બે પ્રકારે છે. પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા. જેમ લોટ છે, તે પૂર્વ અવસ્થા અને રોટલી છે, તે ઉત્તર અવસ્થા. દૂધ છે, તે પૂર્વ અવસ્થા અને દહીં છે, તે ઉત્તર અવસ્થા. કોઈ પણ પદાર્થના પરિણામમાં તેની બે અવસ્થા સ્પષ્ટ હોય છે. પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા. પરિણમનની જેમાં યોગ્યતા છે, તે પૂર્વ અવસ્થા છે અને યોગ્યતા અનુસાર જે પરિણમન થાય છે, તે ઉત્તર અવસ્થા છે. દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય, બંને કર્મનો ક્ષયોપશમ સાથે જોડાયેલો છે. બંનેનો ક્ષયોપશમ થવાથી દર્શન અને જ્ઞાન ક્રમિક વિકાસ પામે છે. જ્ઞાનનો પર્યાય નિર્મળ હોય અને ચારિત્રમોહનીય કર્મજન્ય કષાયભાવો ઉપમિત હોય, ત્યારે ક્ષયોપશમ નિર્મળ હોય છે. આ નિર્મળ ક્ષયોપશમ સ્વતઃ અથવા સત્પુરુષના આધારે સત્ય સમજવા તત્પર બને છે અને “સમજાવો” એવી વિનયશીલ ભાવના ઉદ્ભવે છે. આ ભાવના પ્રાયઃ સપુરુષના નિમિત્તે થાય છે અને ક્યારેક સ્વત: પણ થઈ શકે છે. તનિધિયામા વા | આ
.....
(૪) .....S