________________
વળી જો આત્મા હોય તો, જણાય તે નહીં કેમ | જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ આ ૪૦ II માટે છે નહી આતમા, મિથ્યા મોક્ષ ઉપાય |
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય | ૪૮ I ઉપરની ગાથાઓમાં સ્પષ્ટ જણાય છે કે શંકા કરનાર તટસ્થ છે અને જીજ્ઞાસુ પણ છે. પરંતુ પ્રવર્તમાન આત્માની વિરુદ્ધના જે કાંઈ વાદ પ્રવાદ છે, તેનો ઉલ્લેખ કરીને ગુરુ પાસે પ્રત્યુતર મેળવવા માંગે છે અને સાથે સાથે વિનમ્રતાપૂર્વક સત્ય સમજવા માટે પ્રયાસશીલ છે. અસ્તુ...
સમાધાન તો સ્વયં શાસ્ત્રકાર આપશે જ પરંતુ આ બધી શંકાઓ કેવી રીતે ઉદ્દભવી છે અને આ કોઈ એક વ્યક્તિની શંકા છે કે શંકાઓનો કોઈ ઈતિહાસ રચાયો છે ? સિદ્ધિકારે શંકા પ્રગટ કરી છે પણ તે શંકાઓના વાસ્તવિક કારણનો ઉલ્લેખ કર્યો નથી અને આવા કાવ્યશાસ્ત્રમાં તે સંભવ પણ નથી પરંતુ કાવ્યકારે જે શંકા મૂકી છે તે સમાજમાં પ્રવર્તમાન પ્રશ્નોના આધારે છે, આપણે તે શંકાઓના મૂળ તપાસીએ.
(૧) નથી દ્રષ્ટિમાં આવતો ? આ પ્રશ્નો વાણી વિસ્તારથી સમજવા માટે ઉત્પન્ન કર્યા છે પરંતુ પ્રથમ ત્રણેય પ્રશ્નો એક જ પ્રશ્ન જેવા છે. ત્રણેય પ્રશ્નમાં એક જ વાત કહેવામાં આવી છે. દ્રષ્ટિમાં આવતો ન હોવાથી તેનું કશું રૂપ પણ જણાતું નથી અને તેનો અનુભવ પણ થતો નથી. આટલી મૂળ વાત છે. જીવના સંબંધમાં આ સર્વમાન્ય શંકા પ્રસ્તુત કરી છે. લગભગ જીવને ન માનનારા કે ન સમજનારા આવી જાતના પ્રશ્નોથી કુંઠિત હોય છે.
શંકા બરાબર છે કારણ કે જે વ્યક્તિ ઈન્દ્રિયરૂપ ઉપકરણથી ઉપર ઊઠી જ નથી તેમજ તેને બીજા કોઈ જ્ઞાનકરણ પ્રગટ થયા નથી. અર્થાત્ તે જાતનો ક્ષયોપશમ થયો નથી, તેને આત્મા જેવા અરૂપી તત્ત્વો દૃશ્યમાન થતા નથી. તે તેને દૃષ્ટિમાં આવે જ ક્યાંથી ? ફક્ત ઈન્દ્રિયોના વિષયોને જ જે સ્વીકારે છે તથા જેને રૂપી પદાર્થો વગેરે ગુણાત્મક વિષયો વૃષ્ટિગોચર થાય છે પરંતુ ગોપ્ય એવા તત્ત્વનો અનુભવ નથી, તેને તે દ્રષ્ટિમાં આવે તે શક્ય નથી. તેને જીવ સંબંધી આવી શંકા ઉદ્ભવે છે, તે સ્વાભાવિક છે.
દ્રશ્યજગત તે ભોગાત્મક છે. દ્રશ્યજગતના વિષયો અથવા પાંચ ગુણોને જાણવા કે સમજવા માટે પાંચ ઈન્દ્રિયો છે અને પાંચ ઈન્દ્રિયો દ્વારા પાંચે ગુણ કે પાંચ વિષયને ઓળખે છે, જાણે છે કે ભોગવે છે અને સાથે સાથે તે પંચગુણના અધિષ્ઠાન એવા ભૌતિક સ્કૂલ દ્રવ્યોને પણ જાણે છે. વ્યવહાર દ્રષ્ટિએ ગણાતા ગમે તેવા ધુરંધર વિદ્વાનો કે વિશિષ્ટ કલાના જાણકારો, સહુની પંડિતાઈ ભૌતિક જગત સુધી જ સીમિત છે. જે છે તે તેને દ્રષ્ટિમાં આવે છે અને જે દ્રષ્ટિમાં આવે છે તે જ તેના માટે સ્વીકાર્ય છે. આમ સ્થૂલ પદાર્થનું અસ્તિત્વ પંડિતોના જ્ઞાનનું ભાન છે અને આવા પંડિતરત્નોનું જ્ઞાન તે ભૌતિક પદાર્થ સુધી જ મર્યાદિત છે. આ રીતે ભૌતિક પદાર્થ અને ભૌતિક પદાર્થનું જ્ઞાન તે બંનેનો સુમેળ હોવાથી વચમાં આત્મા જેવું તત્ત્વ દ્રષ્ટિમાં આવે જ કેવી રીતે?
\\\\\\\\\\\\\\\S (૩૦) ISLLLS