________________
તેથી બાપડો અહીં પૂછે છે કે “નથી તૃષ્ટિમાં આવતો” આ રીતે સહજ શંકા ઉભવે છે.
અહીં આમાં શંકા કરનારની બે કક્ષા થાય છે, જે પોતાના જ્ઞાનના અહંકારમાં છે, તેને તો ઉપરનો પ્રશ્ન ઉદ્ભવતો નથી પરંતુ જેણે જીવ વિષે થોડું સાંભળ્યું છે અને ભૌતિક જ્ઞાનથી ઉપર ઉઠવા માટે તલપાપડ બને છે, ત્યારે તેના અંતરમાં એક પ્રકારે જાણવા માટે વિનયભાવ પ્રગટ થાય છે અને શિષ્યત્વ અથવા શિષ્યવૃત્તિનો ઉદ્ભવ થાય છે. અહીં જે પ્રશ્નકર્તા છે તે જાણવાની ઉત્કંઠા ધરાવે છે, તેથી તેમાં શિષ્યભાવ પણ આવ્યો છે પરંતુ અત્યારે વિપક્ષમાં રહીને જીવનો સ્વીકાર કરવાની ના પાડે છે અને “નથી તૃષ્ટિમાં આવતો” તેનું કારણ બતાવે છે કે તેનું કોઈ રૂપ જણાતું નથી. રૂપ હોય તો દ્રષ્ટિમાં આવે ને ! તેનું કોઈ રૂપ પણ નથી અને રૂપ નથી તો દ્રવ્ય પણ નથી. આ રીતે બંને પ્રશ્નમાં કારણ-કાર્યનો ભાવ ઊભો કરી શંકા કરનાર જીવના અસ્તિત્વ વિષે શ્રદ્ધાવાન નથી પરંતુ શંકાકારને એમ લાગે છે કે રૂપ ભલે હોય કે ન હોય. ભલે રૂહીન હોય, ભલે દૃષ્ટિમાં આવતો ન હોય, છતાં પણ તેનું અસ્તિત્વ હોય તો બીજો કશો અનુભવ થવો જોઈએ ને ! બીજો કશો અનુભવ પણ થતો નથી અર્થાત્ જેમ દૃષ્ટિમાં આવતો નથી તેમ અનુભવમાં પણ આવતો નથી, તેથી જીવ નથી એ સ્પષ્ટ થાય છે. આ રીતે શંકાકાર જીવ નથી તેમ કહે છે. આટલો ટૂંકો પ્રશ્ન કર્યા પછી આ પ્રશ્નોની ઉંડાઈમાં આપણે જઈએ. જીવને આવા પ્રશ્નો ક્યારે ઉભવે અને કઈ સ્થિતિમાં ઉભવે છે? પ્રશ્ન કરનારની પાત્રતા શું છે? જે જીવોએ આત્માના અસ્તિત્વનો વિચાર જ કર્યો નથી અને આત્મા છે કે નહીં, તે બાબતમાં સર્વથા અજ્ઞાન છે, તેવા જીવો આ શ્રેણીમાં આવી શકતા નથી. જેઓએ આત્માનો સ્વીકાર કર્યો છે તેવા જ્ઞાની જીવો ઊંચ કોટિની શ્રેણીમાં છે. આ પ્રશ્નથી કે પ્રશ્નકર્તાથી જીવની ત્રણ કોટિ પ્રગટ થાય છે.
જીવોની ત્રણ કોટિ :
(૧) જે જીવોને પ્રશ્ન નથી અને ઉત્તર મેળવવાની અપેક્ષા પણ નથી, તેવા જીવો, જે સર્વથા આત્માના સ્વીકારથી દૂર રહેલા છે.
(૨) જીવ છે કે નહીં? તે બાબત શંકા કરી જીવને જાણવાની અભિરુચિવાળા જીવો.
(૩) જેણે આત્મા અને જીવાત્માનો સ્વીકાર કર્યો છે, અને તેમાં તટસ્થ થઈ ગયા છે, તેવા શુદ્ધ શ્રદ્ધાવાન અવસ્થિત નિર્મળ આત્માઓ.
૧) પ્રથમ શ્રેણીમાં જે જીવો છે તે અનંત અનંત સંખ્યામાં છે. તે જીવો પોતાના સુખ દુઃખને જાણે છે, સુખ દુઃખ ભોગવે પણ છે પરંતુ તે સુખ–દુઃખના ભાજન એવા જીવ તત્ત્વથી નિરાળા છે. તે જીવો ફકત બાહ્ય સાધનોને જ સુખદુઃખનો આધાર માને છે. આ શ્રેણીમાં સર્વથા અજાગૃત એવા એકેન્દ્રિય આદિ અનંત જીવો ફકત દુઃખ ભોગવે છે, તે જીવો સંજ્ઞાહીન હોવાથી તેને સુખ દુઃખના કારણ વિષે પણ કોઈ પ્રતિભાસ નથી. જ્યારે ઊંચી જાતમાં આવેલા જીવોની બૌદ્ધિક શકિત જાગૃત હોવાથી તેઓ બાહ્ય સાધનોને જ સુખ દુઃખનો આધાર માને છે. તેને જીવ વિષે કશો ખ્યાલ નથી. આ રીતે પ્રથમ શ્રેણીના અવિકસિત કે વિકસિત ચેતનાવાળા, બંને પ્રકારના જીવો વિશ્વમાં વિશાળ સંખ્યા ધરાવે છે પરંતુ જ્યારે જીવમાં પુણ્યનો ઉદય થાય છે, ત્યારે જીવ વિષે તે પ્રથમ નકારાત્મક
\\\N (૩૧) SS