________________
" પ્રથમ પદઃ “આત્મા છે ) શંકા- સમાધાનઃ ગાથા-૪૫ થી ૫૯ |
ગાથા-૪૫ થી ૪૮
ઉપોદઘાત – આ ગાથાઓમાં વિપક્ષમાં શિષ્યને પાત્ર રૂપે પરોક્ષ ભાવે સામે રાખીને તેના શ્રીમુખેથી આત્મા સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો ઉદ્ઘોષિત કર્યા છે. આ ચાર ગાથાઓમાં લગભગ નવ શંકાઓ દ્વારા આત્માના અસ્તિત્ત્વનો નિષેધ કર્યો છે તે શંકાઓ આ પ્રમાણે છે. (૧) જીવ દ્રષ્ટિમાં નથી આવતો. (૨) તેનું કોઈ પ્રકારનું રૂપ પણ દેખાતું નથી. (૩) વળી જીવ છે, એવો કોઈ અનુભવ થતો નથી.
આ (૪) દેહ જ આત્મા છે. (૫) અથવા આત્મા નથી પણ ઈન્દ્રિય અને પ્રાણ છે. (૬) આત્માના કોઈપણ નિશાન પણ મળતા નથી, તેની છાપ પણ જોવામાં આવતી નથી.
આત્મા હોય તો પ્રગટ કેમ થતો નથી ?
આ ઘટ–પટ અથવા જડ રૂપી પદાર્થો દેખાય છે, તેમ તે પણ દેખાવો જોઈએ. (૯) જો આત્મા નથી તો મોક્ષના ઉપાય કરવા, તે પણ વ્યર્થ છે. આ રીતે આત્માની માન્યતા
પણ મિથ્યા છે અને મોક્ષના ઉપાય પણ મિથ્યા છે.
આ રીતે ગાથા-૪૫ થી ૪૮ આ ચારેય કડીનો એક ઝૂમખો છે. અર્થાત ચારેય પદ એક જ સૂરમાં ગવાયા છે. ઉપર કહ્યા પ્રમાણે નવ શંકાઓ દ્વારા જીવના અસ્તિત્વને પડકારવામાં આવ્યો છે અને એ જ રીતે મોક્ષના ઉપાયોને પણ મિથ્યા માન્યો છે.
પરંતુ શુભ લક્ષણ એ છે કે આ ૪૮ ગાથાના અંતિમ પદમાં શિષ્ય પોતાની શંકા ઉપર કાયમ નથી. અર્થાત્ શંકાને પરિપકવ માનતો નથી. દુનિયાના કેટલાક પ્રવાહોને આધારે શિષ્ય શંકા કરે છે પરંતુ ફરીથી શિષ્ય પૂછે છે આવી બધી મિથ્યા વાતોથી સત્ય પ્રગટ થતું નથી તો કૃપા કરીને આ બધી શંકાઓનું સમાધાન થાય, તે રીતે આત્માના અસ્તિત્વનું વિવેચન કરી મારા મનનું સમાધાન કરો.
આથી મિઆવતો નથી જણાતી બી પણ અનભવ નહી તેથી નારાજગી છે ? અથવા દેહ જ આતમા અથવા ઈકિયા ખાણ 1 ( મિયા જો માનવો નહી એવાણ .
::::::::::::::
:::::
\\\\\\\\\\\\\\B (૨)
LLLLLLLSLLLLLS