________________
નાસ્તિકદર્શનનો પરિહાર કરીને એક બિંદુ ઉપર સ્થિર થયા છે અને પરમસત્તાને ઉજાગર કરે છે. દર્શન એક નેત્ર છે. તે અંતરમુખી થાય, તો આધારભૂત ચૈતન્યસત્તાની પ્રાપ્તિ કરી સ્વયં પ્રમાણભૂત બની, પ્રામાણિક અવસ્થાની અભિવ્યકિત કરે છે.
' ઉપસંહાર : અહીં આપણે ૪૪ મી ગાથાનો સારાંશ આપી પૂર્ણ કરશું. સંક્ષેપ શબ્દ જ આ ગાથાનો સારાંશ છે. છ પદ છ દર્શન જેવા વિશાળ છે. તેના ઉપર પાઠકને વિચાર કરવાની પ્રેરણા આપી છે પરંતુ અહીં અટકી ને જતાં આ ષસ્થાનક પરમાર્થને સમજવા માટે છે, તે ધ્યાનમાં રાખવાનું છે અને આ ષસ્થાનકના વકતા કોઈ જ્ઞાની પુરુષ છે, એમ કહીને વકતાની શ્રેષ્ઠતા પ્રગટ કરી છે. આખી ગાથાનો સાર એ છે કે ષસ્થાનકને સમજયા પછી અને નિર્ણય કર્યા પછી આગળ ઉપર જે કોઈ વિપક્ષ છે તેનો પણ ઉત્તર આપવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
હવે આપણે ૪૫ મી ગાથાનો ઉપોદ્ઘાત કરીએ અને સ્વપક્ષ અને પરપક્ષ બંને પક્ષોને ગુરુ-શિષ્યના સંવાદરૂપે અભિવ્યકત કરી ષસ્થાનક જાણનાર કેવો દૃઢ (પાકકો) હોવો જોઈએ, અને આ સ્થાનકને જાણ્યા પછી તે ગુરુ પદને પામે છે. તે પણ આગળની ગાથાથી સ્પષ્ટ કરવામાં આવશે.
હવે પછીની ગાથામાં એક રમૂજી અને આસ્તિક-નાસ્તિક ભાવોને વણી લેતી તર્ક પરંપરાઓનો આશ્રય કરી જે સંવાદ ગોઠવામાં આવ્યો છે, તે અનુકરણીય છે. એટલું જ નહીં તેમાંથી પ્રગટ થતાં ભાવ સુપાચ્ય બને છે અને જીવની વિચારધારાને પરિપકવ કરનારા છે.
આ સંવાદની ૪૫ મી કડીથી શરૂ થાય છે તેના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ.