________________
આ ગાથાના પૂર્વપદમાં ‘પદર્શન પણ તેહ' એમ કહ્યું છે. આ “પણ” શબ્દ છ સ્થાનકની વ્યાપકતાનું દ્યોતક છે. “દર્શન પણ છે. આ વાકયમાં દર્શનથી અધિક બીજું પણ ઘણું છે. તેવી વ્યંજના છે. જે ભાવ પદ ઉચ્ચાર્યા વિના પ્રદર્શિત થાય, તે કાવ્યની વ્યંજના છે. કાવ્યમાં પ્રગટ થતી વ્યંજના તે કાવ્યની શોભા છે. અહીં ષસ્થાનકની વ્યાપકતા “પણ” શબ્દથી વ્યકત કરી છે. આપણે થોડું વિચારીએ કે આ ષસ્થાનકમાં છ દર્શન સિવાય બીજું શું છે ? ઊંડાઈથી જો જોઈએ તો આ બધા સ્થાનો તર્કથી પામી શકાય તેવા નથી. તેનો પ્રત્યક્ષ પૂરો અનુભવ કરી શકાતો નથી. બુદ્ધિની સીમાથી પરે એવા નિર્મળ ઝરણાં છે, કહીએ તો દર્શનશાસ્ત્ર જેવા છે, પણ હકીકતમાં આ છે સ્થાનક સુધી દર્શનશાસ્ત્રની પહોંચ નથી. “બુદ્ધિ પાર ન પામે તેવા અગમ્ય દેશનું આ અમૃત છે.” આ કોઈ કવિનું વાકય અહીં અનુકૂળ લાગે છે. છ સ્થાનકને બુદ્ધિથી પામી શકાય તેવા નથી પરંતુ બુદ્ધિને શાંત કરવાથી કે ઉપશાંત કરવાથી તે સ્થાનો સ્વયં પ્રગટ થાય છે અને શ્રદ્ધાથી ભકતનું મસ્તક નમી પડે છે. બુદ્ધિના ક્ષેત્ર કરતાં શ્રદ્ધાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. દર્શનશાસ્ત્ર એ બુદ્ધિની દોટ છે જયારે શ્રદ્ધા તે અલૌકિક વિસ્તૃત અનંત આકાશ જેવું શાંત સરોવર છે અને તેમાં અમૃતના ઝરણાં પ્રવાહિત થઈ રહ્યા હોય તેવું દ્રુશ્યમાન ક્ષેત્ર છે. - ટૂંકમાં આપણે કહેવા માંગીએ છીએ કે સિદ્ધિકારનો આ પણ શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. આ એક નાના બે અક્ષરના શબ્દમાં આખી ગાથાની વ્યંજના ભરેલી છે. જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલતાં તેની સૌરભ ફેલાય છે તેમ આ “પણ” નું પણ વિશ્લેષણ કરવાથી ષસ્થાનકનું અમૃત ઉભરાય છે.
આધ્યાત્મિક સંપૂટ ગાથા-૪૩, ૪૪ : દર્શનશાસ્ત્ર બાહ્ય જગત અને વિશ્વ વિશે મૂળ ભૂત તત્ત્વોની ચર્ચા કરીને ઊંડું વિશ્લેષણ કરે છે પરંતુ આ દર્શનવૃષ્ટિ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. સ્વયં કોણ છે ? શું કરે છે અને તે યોગ્ય છે કે નહીં? તેનો મૂળભૂત વિચાર મનુષ્યને આંતર જગતમાં લઈ જાય છે. જ્યારે આંતર જગતમાં દ્રષ્ટિ જાય છે, ત્યારે એક શાશ્વત સત્તાનું ભાન થાય છે અને સત્તાનું જ્ઞાન થયા પછી તે તત્ત્વ સર્વથા અવિકારી છે, તેમાં ફકત શુદ્ધજ્ઞાન પરિણામ છોડીને બીજો કોઈ વિકાર નથી છતાં પણ વિકારના પરિણામે દેહધારી બનીને જીવાત્મા કર્મનો કર્તા-ભોકતા બને છે. આ સૂક્ષ્મ અહંકાર એ મહાબંધન છે. આ રીતે સર્વ પ્રથમ સત્તાની વૃષ્ટિ થાય, ત્યારપછી પોતાના વિકારી ભાવોની દ્રષ્ટિ થાય અને ત્યારપછી જીવનું ત્રીજું નેત્ર ખૂલે છે અને ત્યારપછી આ વિકારીભાવોથી મુકિત પણ થાય છે. મુકિત એ જીવનો પોતાનો અધિકાર છે. આ આખું અધ્યાત્મદર્શન પ્રગટ થયા પછી પોતે સમજે છે કે હવે આ વિકારી દશામાંથી સર્વથા નીકળી જવાનો કોઈ ઉપાય પણ અવશ્ય હોવો જોઈએ. એ ઉપાય વિશે શ્રદ્ધા થતાં મિથ્યાકર્મોથી વિમુકત થવાનો એક દિવ્ય માર્ગ જીવને પ્રાપ્ત થાય છે. જે દર્શન બાહ્ય જગતનું નિર્ણય કરતું હતું, તે દર્શન હવે આધ્યાત્મિક જગતનું અવલોકન કરીને તત્ત્વ નિર્ણય પણ કરે છે.
શું નથી લાગતું કે વ્યવહારમાં પ્રસિદ્ધ છએ દર્શન પણ આ છ અધ્યાત્મસ્થાનોની સાથે પૂરો સંબંધ ધરાવી રહ્યા છે ? હવે છએ દર્શનનો વળાંક મૂળભૂત ચૈતન્ય તરફ થયો છે. છએ દર્શન