________________
વ્યાખ્યા બદલાય જાય છે. મુકિતવાદ માટે એક દર્શનશાસ્ત્ર વિકાસ પામે છે. ક્ષણિકવાદ એ મુકિતની અર્થાત્ અનઅસ્તિત્વની જ વાત કરે છે. કશું જ ન બચે, તે સાચી મુકિત છે. જયારે બાકીના બધા આસ્તિકદર્શનો આત્માની કે બ્રહ્મની શાશ્વત સ્થિતિનો સ્વીકાર કરી કર્મવાદથી નિરાળું થવું, તેને મુકિત માને છે. મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્ર મૈક્ષો મોક્ષ | સંપૂર્ણ કર્મનો ક્ષય તે જ મોક્ષ છે. સંપૂર્ણ કર્મનો ક્ષય થવો અને આત્માનો ક્ષય ન થવો, તે મોક્ષ છે. આ રીતે મુકિતએ શાશ્વત અસ્તિત્વ ધરાવતું પરમ શાંતિધામ છે. મોક્ષને અર્થે બીજા કેટલાક મત કે તર્ક ઉત્પન્ન થાય છે. મુકિત કરતાં ભકિત વધારે ઉપકારી છે. ભલે મુકિત જીવને મળતી હોય પરંતુ મુકિતને લક્ષ માન્યા વિના ભકિતનું અવલંબન કરે, તો તે સાચી રીતે જીવનની બધી ઝંઝાળોમાંથી મુકત થઈ શકે છે. વર્તમાન મુકિત અને આનુષંગિક મુકિત, આ બંને ઘણા ગંભીર વિષય છે. જળ કમળવત સાધના અર્થાત્ ભોગોમાં રહીને પણ ભોગોથી દૂર રહેવું, તે પણ મુકિતનો જ એક પ્રકાર છે. આ બધા અંગોને સાંગોપાંગ વિચારવા, તે મુકિતવાદનું સ્વતંત્ર દર્શનશાસ્ત્ર છે. કવિરાજ કહે છે આ બધા સ્થાનક એક એક દર્શનશાસ્ત્ર છે.
દ) ઉપાય-સુધર્મ : આ છઠ્ઠું સ્થાનક વિશાળ વિચાર ધરાવતું હોવાથી અને ધર્મ આરાધનાના હજારો પ્રકારનો સમાવેશ કરતું હોવાથી એક સમુદ્ર જેવું શાસ્ત્ર છે. ધર્મ શબ્દ સાંભળતા જ કેટ-કેટલા ભાવોનું પ્રદર્શન થાય છે અને તેમાં કેટલા ધર્મો સુધર્મ તરીકે અંકિત થઈ શકે છે, તે ધર્મશાસ્ત્રનો વિશાળ વિષય હોવાથી આ શાસ્ત્ર કેવળ ધર્મશાસ્ત્ર નહીં પરંતુ દર્શનશાસ્ત્રની સાથે ધર્મશાસ્ત્ર બની રહે છે. આ છઠું સ્થાનક તે એટલું બધુ વ્યાપક છે કે સાચા ધર્મની તારવણી કરવા માટે કેવળ બુધ્ધિ પર્યાપ્ત નથી પરંતુ ઉચિત આરાધનાની સાથે કે દિવ્ય સાધનાની સાથે જે કાંઈ પ્રતિભાસ થાય છે તેના દ્વારા ધર્મના યોગ્ય રૂપની તારવણી થઈ શકે છે. અહીં શાસ્ત્રકારે તેને જ સુધર્મ કહ્યો છે. સુધર્મ શબ્દ અર્થાત્ આ છઠ્ઠું સ્થાન તે વડના બીજ જેવું છે. ધર્મ શબ્દ તો અઢી અક્ષરનો જ બનેલો છે. પરંતુ કેમ જાણે તેમાં અઢી દ્વીપ સમાયેલા હોય તેમ બ્રહ્માંડની બધી ધર્મ કળાઓનું આડોલન-પ્રડોલન (વલોણ) કરી વિચાર મંથન કરવામાં આવે અને સમુદ્રમંથનમાંથી જેમ અમૃત અને ઝેર નીકળે છે, તેમ ઝેર–અમૃતનો વિભાગ કરી અમૃતની સ્થાપના કરવામાં આવે છે, તે જ રીતે સત્યની સ્થાપના કરવામાં આવે, ત્યારે સુધર્મનું વિશાળ શાસ્ત્ર રચાય છે. ખરેખર આ સ્થાનક તે પ્રત્યક્ષ વિશાળ રાજમહેલ જેવું સ્થાનક છે અને આ મહેલ પણ એવડો મોટો છે કે તેના કક્ષ અથવા ઓરડા કેટલા છે તે ગણવાનું પણ મુશ્કેલ છે. આકાશમાં જેમ નવ લાખ તારા ગણ્યા ગણાય નહીં તેમ ધર્મના વિચારો અને તેના ક્રિયાકલાપ મોટા પાયા પર વિકાસ પામ્યા છે. ધર્મ સાથે નીતિશાસ્ત્ર, કળાશાસ્ત્ર અને કેટલાક બીજા વિવિધ વિદ્યા ધરાવતાં વિદ્યાશાસ્ત્રો સંબંધ ધરાવે છે.
પ્રત્યેક ક્રિયાકલાપના અને વિભાગ થઈ જતાં હોવાથી નીતિ અને અનીતિ. કળામાં ઉચિત કળા અને અનુચિત કળા, તંત્રમાં કેટલાક કલ્યાણકારી તંત્રો અને કેટલાક અશુભ હિંસાકારી તંત્રો, બધી વિદ્યાઓ બબ્બે ભાગમાં વિભકત થાય છે. તેમાં જે શુભ અંગ છે, તે ધર્મ ગણાય છે અને જે અશુભ અંગ છે, તે અધર્મ ગણાય છે. અસ્તુ.
LLLLLLLS (૨૪) IS