________________
સુધર્મ શબ્દ એક વિશાળ દર્શનશાસ્ત્રની અપેક્ષાવાળો ધર્મ છે. જેથી કૃપાળુદેવે સ્વયં કહ્યું છે કે સંક્ષેપમાં કહેલા આ ષસ્થાનક તે પર્દર્શન છે. - વર્તમાનમાં જે દર્શનો અસ્તિત્વ ધરાવે છે, તે પણ નજીક કે દૂરથી આ ષસ્થાનક સાથે સંબંધ ધરાવે છે, તેમ પરોક્ષ કહ્યું છે. અહીં કવિરાજનો દર્શનશાસ્ત્રની ચર્ચાનો ભાવ નથી પરંતુ ષસ્થાનક શા માટે કહ્યા છે, તેનું લક્ષ આ જ ગાથામાં પોતે ઉદ્ઘાટિત કર્યું છે અને કહ્યું છે કે પરમ અર્થને સમજવા માટે આ ષસ્થાનક છે. અર્થાત બુધ્ધિને તર્કશાસ્ત્રમાં ન ફસાવતાં કે ન અટકાવતાં પરમાર્થનું લક્ષ કરીને સમજે, તેવી સ્પષ્ટ ભલામણ કરી છે. છ સ્થાનકની દાર્શનિક ટૂંકી વ્યાખ્યા કરી આપણે પણ વધારે વિસ્તારમાં ન જતાં પરમાર્થ તરફ વળશું અને પરમાર્થ શું છે ? તેને વાગોળવા કોશિષ કરશું. છએ સ્થાનક પરમાર્થને સમજવા માટે નિશ્ચિત કરેલા છે. પરમાર્થનો અર્થ આમ તો પાંચમા સ્થાનકમાં આવી જાય છે. મુકિત તે જ પરમાર્થ છે પરંતુ મુકિત શબ્દ નિવૃત્તિ વાચક છે. કર્મ હટી જવાથી જે અવસ્થા આવે છે, તે અવસ્થાનું પરિશીલન આપ્યા વિના મુકિત શબ્દ કર્મ સ્થિતિના અભાવનું સૂચક છે. એટલે જ અહીં શાસ્ત્રકાર છે એ સ્થાનકના લક્ષરૂપ વિધિ દ્રષ્ટિથી પરમાર્થનો ઉલ્લેખ કરે છે. હવે ઊંડાઈમાં ડોકિયું કરીએ. - પરમાર્થ : આત્મા છે તે તો સ્વયં પરમાર્થ છે અને તેની નિત્ય અવસ્થા તેમાં જોડાયેલી છે પરંતુ ફકત આત્મા નિત્ય છે એમ કહેવાથી પરમાર્થનો પરિપૂર્ણ બોધ થતો નથી. બાકીના સ્થાનક પણ પરમાર્થને સમજવામાં જરૂરી છે. જયાં સુધી જીવે પરમાર્થ જાણ્યો નથી, ત્યાં સુધી તે કર્તુત્વને પોતા પર લે છે. આત્મા કર્તા છે, હું કર્તા છું અને એ રીતે હું ભોકતા છું. આમ આ બે અવસ્થા વિકારી પર્યાયની સૂચક છે પરંતુ જયારે બાકીના બે સ્થાનક શ્રદ્ધાપૂર્વક પ્રત્યક્ષ થાય છે, ત્યારે આત્મા કર્તા નથી. જે કાંઈ કર્તુત્વ છે, તે કર્મજન્ય પર્યાય છે અર્થાત્ કર્તાપણું કર્મ ઉપર જાય છે અને જ્ઞાનવૃષ્ટિથી તે સ્વયં મુકત બને છે.
- હવે અહીં બે દ્રવ્યો અથવા બે ભાવ દૃષ્ટિગત છે, એક આત્મદ્રવ્ય છે અને એક કર્મતત્ત્વ છે. જુઓ સૂમલીલા ! આત્મદ્રવ્ય હકીકતમાં પોતાની શુદ્ધ પર્યાયને ખીલવે છે અથવા શુદ્ધ પર્યાયને જન્મ આપે છે. આત્મદ્રવ્ય સ્વયં પોતાની પરિણતિનો કર્તા છે. કર્મ પરિણામનો કર્તા નથી. આત્મા કર્તાપણાથી મુકત બની સ્વપર્યાયના દર્શન કરે છે. અર્થાત શુદ્ધ આત્મદ્રવ્યની પર્યાયને નિહાળે છે. જ્યારે તે આત્મદ્રવ્યની શુદ્ધ પર્યાયને નિહાળે છે, ત્યારે તેને અહોભાવ જાગૃત થાય છે. તેમાં કેવળજ્ઞાનની હાજરી માત્ર નથી, પરંતુ કેવળજ્ઞાનનો છલકતો સાગર તેને દેખાય છે. એ જ રીતે વર્તમાનમાં ક્ષમા ઈત્યાદિ ગુણો યથાસંભવ પ્રગટ છે પરંતુ જ્ઞાનમાં તેને અનંત શુદ્ધ ગુણનો પિંડ દેખાય છે. વર્તમાનમાં પોતાની શકિત મર્યાદિત છે પરંતુ સ્વયંના આત્મામાં અનંત શકિતના અધિકારી એવા અરિહંત સ્વરૂપ આત્માના દર્શન કરે છે અને સિધ્ધાલયમાં બિરાજતા સિદ્ધ ભગવાન જેવા અનંત શુદ્ધ ગુણો યુકત સિધ્ધ ભગવાન પણ તેને પ્રત્યક્ષ થાય છે. જેને આખો પરમાર્થનો ખજાનો ઉપલબ્ધ થયો હોય તેવી આનંદની અનુભૂતિ થાય છે. આ પાંચે સ્થાનક પરમાર્થને પ્રગટ કરવા માટે કાર્યકારી બની ગયા છે. નિત્ય આત્મા તટસ્થ ભાવે ઊભો છે. જયારે કર્તૃત્વ અને ભોકતૃત્વ છેલ્લી સલામ કરી, રામ રામ કરી છૂટા થાય છે અને કર્તાપણાના
\\\\\\S (૨૫) ANSLLSLLLLLLLLLS