________________
આ કર્તુત્વવાદને લઈને એક સ્વયં દર્શનશાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે. ક્રિયા અને કર્તાના આધારે જ કર્મનો જન્મ થાય છે. પદાર્થમાં જે કાંઈ ક્રિયા થાય છે અને કર્તા જે કાંઈ ક્રિયા કરે છે, તે બંને દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાના આધારે કર્મની રચના થાય છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ જેવા દ્રષ્ટિમાં આવી શકે તેવા વિભાગો કર્મવાદની ફિલોસોફીનો વિશાળ વિચાર બને છે. કર્મવાદ તે દર્શનશાસ્ત્રનો એક મોટો ભાગ છે. આ રીતે આ ત્રીજું સ્થાનક એ પણ એક કર્તુત્વવાદનું મોટું શાસ્ત્ર છે.
૪) ભોકતૃત્વવાદ અથવા કર્મભોગ : મનુષ્યો અથવા જીવો સુખદુઃખ ભોગવે છે, તે સાક્ષાત્ તેના પુરુષાર્થનું ફળ છે. જે કરે છે તેવું તુરંત પામે છે, આમ કહેનારા આગળ પાછળની કોઈ સત્તા માનતા નથી. સુખદુઃખને સાક્ષાત્ કરણીનું ફળ માને છે. બીજું કોઈ ભાગ્ય કે કરણી નથી. જે કાંઈ ભોગવે છે તે પોતાની બુધ્ધિથી અને પોતાની ભૂલથી ભોગવે છે. ભોકતૃત્વનો આ એક પક્ષ છે. જયારે બીજો પક્ષ એમ કહે છે કે જીવ જે કાંઈ સુખ દુઃખ ભોગવે છે તે ભાગ્યના કારણે અથવા કર્મના કારણે ભોગવે છે. તેમાં પુરુષાર્થનું કોઈ સ્થાન નથી. આમ ભોકતૃત્વવાદને ભાગ્યવાદ સાથે જોડે છે અને ભાગ્ય તે ભોકતૃત્વનું અધિષ્ઠાન બની જાય છે. જ્યારે ત્રીજો પક્ષ એમ કહે છે કે જીવ માત્ર ઈશ્વરની ઈચ્છાથી જ સુખ દુઃખ ભોગવે છે. ભાગ્ય ગમે તેવા ખરાબ હોય, તો પણ ઈશ્વર તેને સુખ આપી શકે છે, અને ભાગ્ય ગમે તેવા સારા હોય પણ ઈશ્વરની કૃપા ન હોય તો ઈશ્વર તેને દુઃખના સાગરમાં ડૂબાડી શકે છે. આમ ભોકતૃત્વની પૂરી લગામ ઈશ્વરના હાથમાં છે. અર્થાત્ ભોકતૃત્વના ત્રણ અંશ બની ગયા.
(A) સ્વતંત્ર ભોગવાદ (B) ભાગ્ય ભોગવાદ (C) ઈશ્વરકૃત ભોગવાદ. આ ત્રણે સિધ્ધાંતોને વિચારવા, સમજવા, સ્થાપવા, તે આખું ભોગવાદનું એક દર્શનશાસ્ત્ર બની જાય છે. જો કે અહીં આપણા સિદ્ધિકારે ષટું સ્થાનક કહ્યા છે પરંતુ કર્તૃત્વ અને ભોકતૃત્વ એક સ્થાનકના જ પાસા છે, આત્મા સ્વયં કર્મનો કર્તા છે અને ભોકતા પણ છે. એ સિધ્ધાંત સ્થાપીને બાકીના સમગ્ર કર્તૃત્વ અને ભોકતૃત્વવાદના સિધ્ધાંતોનું નિરાકરણ કર્યું છે. ભોકતૃત્વવાદનું એક સ્વતંત્ર સ્થાનક માનીએ, તો ભોગવાદનું એક નિરાળું દર્શનશાસ્ત્ર અસ્તિત્વમાં આવી શકે છે. પુણ્ય અને પાપ, એ બંને કર્મના ફળ છે. જેમ દુઃખ એક સજા છે તેમ સુખ પણ પ્રગતિમાં રુકાવટ કરે છે. એટલે પરોક્ષ રીતે સજા જેવું છે. આ બંને વ્યાખ્યાના આધારે ભોગવાદ એક વિશાળ વિચારધારા ધરાવે છે.
૫) મોક્ષ છે (મુકિતવાદ) : ભારતવર્ષના તમામ દર્શનશાસ્ત્રોમાં મુકિતવાદ એ એક વિશેષ વિશાળ આરાધ્ય લક્ષ માનવામાં આવ્યું છે. બંધાવા કરતાં મુકત થવું, તે વધારે શાંતિદાયક છે. બંધન ભારે લાગે છે, જ્યારે મુકિત એક શાશ્વત આનંદનો સ્રોત છે, આનંદનો નિધાન છે, તેવું માની મુકિતની સ્વતંત્ર વ્યાખ્યા કરવામાં આવી છે. પુણ્ય અને પાપ બંનેથી છૂટવા માટે જ્ઞાનાત્મક માર્ગનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. મુકત થયા પછી કોઈ સ્થાયી તત્ત્વ બચે છે, તેવો એક પક્ષ છે અને બીજા પક્ષમાં સ્થાયી કશું બચતું નથી, તેમ કહે છે આ બંને વિચારધારા અસ્તિત્વ ધરાવે છે. મુકત થવું એટલે સર્વથા જીવનશૂન્ય થઈ જવું, જીવનું અસ્તિત્વ રહે, તો મુકિત કયાં રહી ? આમ જીવનું અસ્તિત્વ એ પણ એક બંધન છે. આ ફિલોસોફીના આધારે મુકિતની આમૂલચૂલ
SSSSSSSSSSSSSSSS\\\\\\\\\\\\\\\\\\\\\ (૨૩) \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
NSSSSS