________________
અને એ જ રીતે જ્ઞાનાત્મક છે. આ સિવાયના કેટલાક વિશેષ ગુણોનો પણ તેમાં સમાવેશ છે. ભાવથી તે શુદ્ધ હોવા છતાં ક્ષયગામી એવા વિભાવ કે વિકારો સાથે નિમિત્તભાવે સંબંધ પણ ધરાવે છે. આ બધા બોલ ઉપર વિસ્તારથી વિચાર કરીએ કે ઉદાહરણ આપવામાં આવે તો એક સ્વતંત્ર શાસ્ત્રની રચના થઈ શકે છે.
૨) નિત્યવાદ : આ બ્રહ્માંડમાં કે વિશ્વમાં જે કોઈ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે તે સ્થાયી અને શાશ્વત નથી પરંતુ ક્ષણિક અને અસ્થિર છે. આમ ક્ષણિકવાદ સ્વયં એક દર્શનશાસ્ત્રનું પ્રધાન અંગ બની ગયું છે. જ્યારે બીજા પક્ષમાં નિત્યવાદ અને સ્થાયીવાદ, એ શાસ્ત્રનો મુખ્ય વિષય બન્યો છે. ક્ષણિકવાદ એમ કહે છે કે સંપૂર્ણ વિશ્વ નાશવાન છે. કોઈપણ પદાર્થ નિત્ય નથી અને નિત્ય રહી શકતો પણ નથી. તેમજ નિત્ય માનવાની જરૂર પણ નથી. મનુષ્ય પોતાની મમતાના કારણે પદાર્થની કે સ્વયં પોતાની નિત્યતાની કલ્પના કરે છે. બધા પદાર્થો વિલય થઈ જાય છે. વિલયવાદ તે જ વિશ્વની પ્રધાન પ્રક્રિયા છે. ઉત્પત્તિ અને લય બે જ ક્રિયા છે. સ્થિતિ જેવું ત્રીજું તત્ત્વ નથી. આ વિચારધારાથી એક વિશાળ અનિત્યવાદ અસ્તિત્વ ધરાવે છે અને આ અનિત્યવાદ લગભગ નાસ્તિકવાદ જેવો છે. જ્યારે નિત્યવાદ કે તે સ્થાયી સત્તાનો સ્વીકાર કરે છે. ઉત્પત્તિ અને લય, એ બંને વિકારી ક્રિયા છે. જ્યારે સ્થિતિ, તે સ્વાભાવિક ક્રિયા છે. સ્વભાવથી બધા દ્રવ્યો શાશ્વત છે, શાશ્વતવાદનો સ્વીકાર કરીને શાશ્વત સ્થિતિ માનવામાં આવે, તો જ ધર્મ અથવા આરાધનાનું લક્ષ સિધ્ધ થઈ શકે છે, જો આ ન માને તો સમગ્ર માનવ જાતિની વિચારધારા નાસ્તિક અને અસ્થિર બની જશે, તેમ જ લક્ષવિહીન હોવાથી માનવજાતિ ભટકી જશે. નિત્યવાદ સ્વયં એક વિશાળ દર્શનશાસ્ત્ર છે. કવિરાજે સ્વયં સંક્ષેપમાં પણ નિત્યતાને એક સ્વતંત્ર દર્શન તરીકે જણાવ્યું છે. - ૩) કર્તુત્વવાદ (ક્રિયાવાદ) : વિશ્વગત પદાર્થો નિત્ય છે કે અનિત્ય છે, તેનો નિર્ણય થયા પછી હવે ત્રીજા સ્થાનમાં ક્રિયાવાદ કે કર્મવાદનો નિર્ણય કરવામાં આવે છે. જે કાંઈ ક્રિયાશીલતા છે, તેનો કર્તા કોણ છે ? આ એક બહુ જ મોટો પ્રશ્ન છે, અને તેના જવાબમાં એક આખં કર્મશાસ્ત્રનું દર્શન અસ્તિત્વમાં આવ્યું છે. ક્રિયા છે તો કર્તા છે અને કર્તા છે તો કર્મ છે. પદાર્થમાં જે કાંઈ ક્રિયા થાય છે, ત્યારે તેનો કર્તા પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે લાકડું કાપનાર કાકાર કાપવાની ક્રિયાનો કર્તા છે. જ્યારે લોટમાં વિકાર થઈ ધનેડા પડે, તો ત્યાં ધનેડાને જન્મ આપનાર કોઈ કર્તા પ્રત્યક્ષ દેખાતો નથી. અથવા ધનેડારૂપે તે કોડાના શરીરમાં જે જીવ અસ્તિત્વ ધરાવે છે, તે આખી ક્રિયાનો કર્તા જીવને માનવામાં આવે, અથવા શ્રદ્ધાથી અગોચર એવી કોઈ બહારની સત્તાને માનવામાં આવે, તેને પ્રકૃતિ કહો, ઈશ્વર કહો, ઈત્યાદિ. પરંતુ કર્યા વગર | ક્રિયા નથી. તે સાર્વભૌમ સિધ્ધાંત છે. તથાપિ જે જડ પદાર્થમાં સ્વયં કોઈ ક્રિયા ઉદ્દભવે છે, તેને
જૈનદર્શનમાં પર્યાય કહે છે અને તે પર્યાયનો કર્તા તે દ્રવ્યને માનવામાં આવે છે પરંતુ કર્તા વિનાની ક્રિયાની કલ્પના કરવામાં આવી નથી. આ કર્તુત્વવાદના વિચારમાં ઈશ્વર સત્તા પણ અસ્તિત્વમાં આવી છે અને જડ ચેતનની સમગ્ર ક્રિયાઓનો મૂળભૂત કર્તા ઈશ્વર છે, એમ માનવામાં આવ્યું છે... અસ્તુ.
SSSSSSSSSSSSS
\\\\\\\\\\\S (૨૨)
NIOSSLLSLLLLSSSSSSSSSSSS