________________
ભેટવાળા પણ છે. વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે. અનેકાંતવાદ એક દ્રષ્ટિકોણવાળો નથી પરંતુ ભિન્ન ભિન્ન વૃષ્ટિ ધરાવે છે. આ બધી દ્રષ્ટિ “પણ” શબ્દથી સંબંધિત થાય છે. સપ્તભંગી અને સપ્તનય (સાતભંગ અને સાતનય) તે બધા “પણ” શબ્દથી પરસ્પર મેળ ધરાવે છે.
આ ગાથામાં “પણ” શબ્દ મૂકીને સિધ્ધિકારે બહુ ગૂઢભાવે અથવા કહો સહજભાવે સ્યાદ્વાદ સિધ્ધાંતનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે ષસ્થાનક તે ષસ્થાનક તો છે જ પણ તે છ દર્શન પણ છે. છ દર્શન કહો કે છ સ્થાનક કહો, તે પરસ્પર સમ્મિલિત છે. આ વ્યાખ્યા કરવાથી ગાથામાં રહેલા “પણ” શબ્દનો મર્મ સમજાય છે. છ દર્શન પછી તે કોઈપણ ભારતના દર્શન હોય કે ભારતની બહારના દર્શન હોય, તે બધા દર્શનોના મૂળમાં ઈશ્વરીય અઘ્રશ્ય ગુપ્તસત્તાનો ઉલ્લેખ છે અને આ સત્તા સનાતન અસ્તિત્વવાળી છે. તે વિશ્વની મૂળભૂત સંપતિ છે. કર્તાપણું કે ભોક્તાપણું તે સત્તાના આધારે ચાલે છે અને તે જ સત્તાના આધારે ક્રિયમાણ કર્મવાદનો લય પણ થાય છે. અહીં આ છ સ્થાનકમાં પણ અદ્રશ્ય સત્તા તે આત્મા છે અને તેનાથી ઉદ્ભવતા ભિન્ન-ભિન્ન વૃષ્ટિકોણ તે દૃષ્ટિ છે પરંતુ બધા દર્શનોને આ છે ભાવમાં સંકેલી શકાય છે તેથી શાસ્ત્રકાર તેને છ દર્શન કરી રહ્યા છે.
હવે આ વાતને આપણે બીજી રીતે નિહાળીશું અને તેનો અર્થ એ રીતે કરીશું કે આ ષસ્થાનક સ્વયં છ દર્શન છે. અર્થાત્ એક એક સ્થાનક એક એક દર્શન જેવા છે. છ એ સ્થાનક સ્વતંત્ર છ દર્શન છે. એક-એક સ્થાનક ઉપર એક-એક સ્વતંત્ર દર્શનનો વિસ્તાર થઈ શકે છે. | દર્શન અને દર્શનશાસ્ત્ર : આપણે દર્શન શું છે અથવા દર્શનશાસ્ત્ર કોને કહેવાય? તે ઉપર વિચાર કરીને આ દર્શનને શાસ્ત્રકારે છ સંખ્યામાં શા માટે મૂક્યા છે ? તે પણ બહુ જ વિચારણીય છે. દર્શન એ એક સામાન્ય શબ્દ છે પરંતુ તર્કશાસ્ત્રમાં દર્શનનો અર્થ ફીલોસૂફી અથવા તત્ત્વજ્ઞાન થાય છે અથવા કોઈ તત્ત્વ વિશે મૂળથી માંડીને છેલ્લે સુધીનો વિચાર કરવામાં આવે, તેને દર્શનશાસ્ત્ર કહે છે. દર્શનશાસ્ત્રમાં બધી રીતે વિચાર કરવામાં આવે છે, પૂર્વપક્ષ કે ઉત્તરપક્ષનો પણ ઊંડાઈથી ખ્યાલ કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ આ છએ સ્થાનક દર્શનશાસ્ત્ર જેટલું સ્વતંત્ર મહત્ત્વ ધરાવે છે. આપણે થોડી પંક્તિઓ દ્વારા ઝાંખી કરશું.
૧) આત્મવાદ, ચેતન્યવાદ, બ્રહ્મવાદ : આ બધી જે જ્ઞાનાત્મક અસ્તિત્વ ધરાવતી સત્તારૂપે જે શક્તિ છે તે પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે દૃષ્ટિગત થાય છે. તે આખું આત્મસત્તા વિષેનું દર્શનશાસ્ત્ર છે. આત્માની સત્તાને સ્વીકારવા માટે જે કાંઈ બૌધ્ધિક વિચારણા કરવામાં આવે છે, તે આત્મવાદ દર્શનનો મુખ્ય સ્તંભ છે. ભારતના ઘણા દર્શનો પણ આત્મવાદ સાથે જોડાયેલા છે. જેમાં જૈનદર્શન તો મુખ્યપણે આત્મવાદી દર્શન છે. તેમાં આત્મદ્રવ્ય માટે સાંગોપાંગ વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્યથી આત્મા અરૂપી હોવા છતાં એક ઠોસ પદાર્થ છે, જ્યારે ક્ષેત્રથી સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ શકે તેટલો વ્યાપક પણ છે અને એક નાનામાં નાના આકાશ ખંડમાં તેનો સમાવેશ થઈ શકે છે. આ રીતે આત્મદ્રવ્ય સંકોચ વિસ્તારવાળું દ્રવ્ય છે. કાળથી તે કાળાતીત છે અથવા આ દ્રવ્ય ઉપર કાળની કશી અસર નથી. ભાવથી આત્મદ્રવ્ય ગુણાત્મક છે, ભાવાત્મક છે
LLLLLLS (૨૧) .