________________
કર્તાપણામાં સાંખ્યદર્શનનો ઉલ્લેખ કરી તેનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. જ્યારે કર્મભોગ ઈશ્વરીય સજા છે એમ માનનારા બીજા કેટલાય ગૌતમ આદિ ન્યાયદર્શન પણ આ સાથે જોડાયેલા છે. મોક્ષ સ્થાનક સાથે જૈનદર્શનને અતૂટ સંબંધ છે. એ જ રીતે શુધ્ધ અદ્વૈત પણ મુક્તિની વાત કરે છે. મુક્તિના માર્ગ માટે સામાન્ય રૂપે બધા ભક્તિદર્શન તથા યોગદર્શન જોડાયેલાં છે. અષ્ટાંગ યોગદર્શનનો “સુધર્મ સાથે ઘણો મેળ છે. આ છ દર્શનો ક્યાં છે, તેનો સ્વયં સિદ્ધિકારે ઉલ્લેખ કર્યો નથી. પરંતુ સહેજે સમજાય તેવું છે કે જૈનદર્શન સિવાય બાકીના અન્ય દર્શનોની વાત સ્પષ્ટપણે કરી છે.
આ ગાથામાં છ દર્શનની જે વાત કરી છે તે કોઈ ખાસ અલગ અલગ દર્શનને નજર સામે રાખીને ઉલ્લેખ કર્યો હોય તેમ નથી પરંતુ જે કોઈ છ દર્શનો હોય, પછી તે દર્શન વેદ આધારિત હોય કે વેદ બાહ્ય હોય, આ બધા દર્શનનો ઉદ્ભવ આ ષસ્થાનક સાથે સંબંધ ધરાવે છે. સ્કૂલ અનુમાન કરી ઉપરમાં આપણે છ દર્શનના નામનો ઉલ્લેખ કર્યો છે પરંતુ હકીકતમાં શાસ્ત્રકારનું મૂળ કથન એવું છે કે જે બીજા છ દર્શનો કહેવાય છે પછી તે છ હોય કે સાત, બધા દર્શનનો આધાર અથવા તેમનું મંતવ્ય આ ષસ્થાનક સાથે સંબંધ ધરાવે છે.
વર્તમાનમાં ભારતવર્ષમાં જેના નામ ગણી શકાય તેવા સનાતન સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ અને બૌધ્ધસંસ્કૃતિ આધારિત લગભગ આઠ દર્શનની ગણના થાય છે.
(૧) પૂર્વમીમાંસા (૨) ઉત્તરમીમાંસા (૩) ન્યાયદર્શન (ગૌતમ ન્યાય) (૪) કણાક્યાય (૫) સાંખ્યદર્શન (૬) યોગદર્શન, આ છ દર્શન સનાતન સંસ્કૃતિ કે વેદના આધારે છે. જ્યારે જૈનદર્શન અને બૌધ્ધદર્શન, બંને વેદ બાહ્યદર્શન છે. તેની સ્વતંત્ર સંસ્કૃતિ છે.
મૂળમાં બે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવે છે. બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ. ઉપરના છ એ દર્શન બ્રાહ્મણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. જો કે કોઈપણ દર્શન એકદમ સ્વતંત્ર હોતા નથી. બધા દર્શનોમાં પરસ્પર કેટલોક સામ્યયોગ પણ હોય છે.
આ ગાથામાં છ સંખ્યાનો જે ઉલ્લેખ છે તેમાં અપેક્ષાકૃત સનાતન સંસ્કૃતિના ચાર દર્શનોનો સમાવેશ કરી શકાય અને જૈન તથા બૌધ્ધ, એમ ગણો તો છ દર્શન થાય. જૈનદર્શનને ગણનાથી બહાર રાખીને બાકીના દર્શનોને પણ અપેક્ષાકૃત છ સંખ્યામાં સમાવેશ કરી શકાય છે. અહીં જે છની સંખ્યા કહી છે તે સામાન્ય ભાવે છે. અહીં સિદ્ધિકારનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે દર્શનશાસ્ત્ર કે બીજા કોઈ પણ અન્યદર્શન ઓછે–વતે અંશે આ છ સ્થાનક સાથે સંબંધ ધરાવે છે. તેથી ગાથામાં કહ્યું છે કે “પર્દર્શન પણ તેહ” અહીં જે “પણ” શબ્દ મૂકયો છે, તે અપેક્ષાવાચી છે, નિશ્ચયાત્મક નથી, “પણ” નો અર્થ એ છે કે જો કહીએ તો તે ષસ્થાનક છ દર્શન છે. ઘરના વડિલ વ્યક્તિને પિતા તરીકે ગણવામાં આવે છે પરંતુ તે પિતા પુત્ર પણ બની શકે છે. આ વાક્યમાં “પણ” શબ્દ જૈનદર્શનની વિલક્ષણતાનો સૂચક છે.
પણ” શબ્દનું પ્રયોજન : આખી સ્યાદ્વાદ થિયરી કે અનેકાંતવાદ “પણ” ના ભાવવાળો છે. જેમકે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. બધા જીવો ચાર ભેદવાળા પણ છે, અને છે
\\\\\\\\\\\\\\\ણ (૨૦) MALICILL\\\\\\\\\\\\