________________
ગાથા-૪૪.
ઉપોદઘાત – આ ગાથાના ઉપોદ્ઘાતમાં શાસ્ત્રકાર ૪૩ ગાથાના અનુસંધાનમાં ષસ્થાનકનો ઉલ્લેખ કરીને તેનું મુખ્ય લક્ષ પરમાર્થ છે તેમ કહી રહ્યા છે. સાથે સાથે જણાવ્યું છે કે છ દર્શનનો જે કાંઈ તત્ત્વબોધ છે, તે પણ આ છ સ્થાનક સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેનું મહત્ત્વ એટલું નથી, એ સહેજે કહ્યું છે. વાસ્તવિક રીતે પરમાર્થને સમજાવવા આ સ્થાનકોનું કથન જ્ઞાની આત્માએ કરેલું છે. આખી ગાથમાં (૧) ષસ્થાનક (૨) પરમાર્થ અને (૩) જ્ઞાનીનું કથન, આ ત્રણ ભાવ મુખ્ય છે. સાથે સાથે આ છ સ્થાનકનો સંબંધ છ દર્શનની સાથે પણ છે. આ છે દર્શન કર્યા છે અને શું છે ? તે આપણે વિવેચનમાં સમજવા પ્રયાસ કરશું.
જો આ છ સ્થાનકોને સાધક સરખી રીતે પચાવી લે, તો તેને પરમાર્થ દ્રષ્ટિગત થશે. પરમાર્થ મેળવવો કે તેની પ્રાપ્તિ થવી, તે એક સાધના છે પરંતુ પ્રથમ પરમાર્થને સમજી લેવો, પરમાર્થ સંબંધી નિર્ધાર કરવો, તે સાધનાની પ્રથમ ભૂમિકા છે, અહીં આ ગાથામાં પરમાર્થને સમજવા માટે પ્રથમ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે અને પરસ્પર સંબંધ જોડયો છે કે ષસ્થાનકને સમજે, તો પરમાર્થને સમજે અને પરમાર્થને સમજવો હોય, તો તેણે ષસ્થાનકનો નિર્ણય કરવો જોઈએ. આમ પરસ્પર આ બંને સમજણનું સમકાલીનપણું છે. ષસ્થાનકનો નિર્ણય પરમાર્થને સમજવા માટે છે. જો પરમાર્થને ન સમજે, તો ષસ્થાનકની બૌધ્ધિક સમજ શ્રધ્ધા રહિત હોવાથી તે એક માત્ર કલ્પના બની જાય છે. આવી કોઈ કલ્પનાનો ઉદ્ભવ થાય તે માટે આ ગાથા નથી પરંતુ પરમાર્થને સમજવા માટે છે. અસ્તુ.
આખી ગાથા પરમાર્થને અને તેના લક્ષને રેખાંકિત કરે છે અને આ ષસ્થાનકનો માત્ર સામાન્ય બોધ નથી પરંતુ તેમાં ષદર્શનની વિશાળ ભાવનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આટલો ઉપોદ્ઘાત કર્યા પછી હવે ૪૪ મી મૂળ ગાથાનો સ્પર્શ કરીએ.
પટું સ્થાનક સંક્ષેપમાં, પટદર્શન પણ તેe
સમજાવવા પરમાર્થને, કહાં જ્ઞાનીએ એહ I ૪૪ I ષદર્શન : આ ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે આ છ એ સ્થાનક ઘણા સંક્ષેપમાં કહ્યાં છે. અહીં વિસ્તારનો અવકાશ નથી. જેમ કે પ્રથમ સ્થાનક આત્માને ગ્રહણ કરીએ તો આત્માના વિષયમાં સમગ્ર જૈનદર્શનનો અને એ સિવાય અન્ય દર્શનનો શું દૃષ્ટિકોણ છે ? તથા શાસ્ત્રોમાં આત્મા વિશે કેટલો વિસ્તાર છે ? તેનો વિસ્તાર કરીએ, તો એક મોટો ગ્રંથ પણ નાનો પડે. આ જ રીતે નિત્યતા આદિ સ્થાનો માટે યુકિત-પ્રયુકિતના આધારે વિસ્તારથી લખવામાં આવે, તો તે સ્થાનક પણ વિશાળકાય બની જાય. બાકીના ચાર બોલની પણ એવી સ્થિતિ છે. માટે કવિરાજે અહીં સ્વયં તેનો સંક્ષેપ કર્યો છે. આત્મા ઉપર વેદાંતદર્શન કે જૈનદર્શનનો મોટો અધિકાર છે. આ દ્રવ્યો નિત્ય નથી, તેમ કહેનારા બૌધ્ધદર્શનનો તે નિત્ય છે', એમ કહી પ્રતિકાર કરવામાં આવ્યો છે. જ્યારે
IN\\\\\\\\\S (૧૯) SSSSSSSSSS
\
SSSSSSS