________________
S
વર્તમાન નીતિ-ન્યાય અને અધ્યાત્મને સ્પર્શતી સુધર્મ છે. આ રીતે વિચારતાં માલુમ પડે છે કે આ છએ સ્થાન સાર્વભૌમ સંસ્કૃતિના સ્તંભ છે. આ રીતે “૪૩' મી ગાથા સ્વયં આત્મસિધ્ધિનો પ્રાણ છે. બહુ વધારે વિવેચન થાય તે ભયથી આ ગાથાને આપણે અહીં જ આટોપી લઈએ છીએ. આ ગાથાનો ઉપસંહાર તે છ મણકાની એક રત્નમાળા છે. જેને સાક્ષાત્ ધારણ કરવાથી માનો ત્રણે લોકના અને ત્રણે કાળના બાહ્ય અને આત્યંતર તેવા બબ્બે વિભાગ કરીએ તો છ વિભાગ ક્ષેત્રના અને છ વિભાગ કાળના, એમ સાંગોપાંગ લોક અને કાળની અંદરની અને બહારની બધી જ સીમાઓને સ્પર્શી રહેલી આ એક અદ્ભુત ગાથા છે.
૪૩ મી ગાથામાં કથિત છ બોલને ચાર પ્રકારના અભાવમાં દૃષ્ટિગત કરીએ કારણ કે આ છ એ પદ મહત્વપૂર્ણ હોવા છતાં જેમ તે ભાવાત્મક છે, તેમ તેની અભાવાત્મક સ્થિતિ શું છે? તે જાણવું રસપ્રદ થશે. | દર્શનશાસ્ત્રોમાં ચાર પ્રકારના અભાવનું કથન છે. યથા– પ્રાભાવ, પ્રધ્વસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યંતાભાવ. કેટલાક દ્રવ્ય સર્વ રીતે અભાવયુકત છે. અહીં આત્મા અને તેની નિત્યતા બંને શાશ્વત હોવાથી તેનો પ્રાગુભાવ કે પ્રāસાભાવ હોતો નથી. આ બંને તત્ત્વ શાશ્વત ભાવાત્મક છે. જ્યારે મોક્ષનો પાંચમો બોલ છે, તેનો પ્રાગભાવ છે, પણ પ્રāસાભાવ નથી અર્થાત્ મોક્ષનો આરંભ છે પણ અંત નથી. છઠ્ઠો બોલ ‘સુધર્મએ પરંપરાની દૃષ્ટિએ શાશ્વત હોવા છતાં વ્યકિત તરીકે તેનો પ્રાભાવ છે અને પ્રધ્વસાભાવ પણ છે અને એ જ રીતે કર્તૃત્વ અને ભોકતૃત્વ બંને અભાવને સ્પર્શે છે. જયારે આત્મા છે, તેમાં અન્ય દ્રવ્યના ગુણ પર્યાયનો નિત્ય અભાવ છે. વિભાવોનો અભાવ અનિત્ય અભાવ છે પરંતુ સર્વથા મુકિત થતાં તેનો નિત્ય અભાવ થઈ જાય છે.
ભાવ અને અભાવ એક દ્રષ્ટિ છે. હકીકતમાં ભાવ અભાવનો વધારે સંબંધ કાળ સાથે જોડાયેલો છે. અહીંયા આ છ પદમાં શાશ્વત ગુણોને છોડી વર્તમાનમાં જેની સ્થાપના કરવામાં આવી છે છતાં ભવિષ્યમાં તેનો અભાવ થઈ જશે. અસ્તુ.
કે
:
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS (૧૮) SSSSSSSS