________________
ધર્મહીન હોવાથી ધર્મકોટિમાં આવી શકતો નથી. તો સધર્મ કોટિમાં તો આવે જ કયાંથી? જે નીતિ પ્રામાણિકપણે જીવનનું બલિદાન કરીને પણ રાષ્ટ્રનું કે સમાજનું હિત જાળવતી હોય, તો તેવી નીતિ સુધર્મ ગણી શકાય છે.
(૨) ન્યાયધર્મ : સુધર્મનો બીજો ખંડ ન્યાયમાર્ગ છે. અન્યાયમાર્ગનો પ્રતિકાર કરી ન્યાયમાર્ગની સ્થાપના કરવી. ન્યાયમાર્ગે ચાલવું, એક પણ જીવનું અહિત ન થાય તેનો ખ્યાલ રાખવો, તે આખો ન્યાયધર્મ પણ સુધર્મની કક્ષામાં આવે છે. ન્યાયમાર્ગમાં પોતાના દોષ બદલ સજા ભોગવવી પડે છે અને તે પણ સુધર્મનો અંશ ગણાય છે.
(૩) અધ્યાત્મધર્મ : સુધર્મનો ત્રીજો ખંડ સર્વોતમ ખંડ છે. અહીં શાસ્ત્રકારને આ ત્રીજો ખંડ ઈષ્ટ છે. જીવનમાં રહેલા વિભાવોનો પરિત્યાગ કરી, વિકારોથી દૂર રહી અથવા વિભાવનું કર્તાપણું છોડી સમભાવમાં રમણ કરવું, તે ઊંચ કોટીનો સુધર્મ છે. કર્તાપણું તે સૂક્ષ્મ અહંકાર છે. સુધર્મનું સેવન કરવાથી ધીરે—ધીરે સૂમ અહંકાર ક્ષય પામે છે અને ત્રિવેણી યોગ થતાં અર્થાત્ કર્તૃત્વનો અભાવ, સુધર્મની પરમ સીમા અને દેહનો પરિત્યાગ, આ ત્રિવેણી સંગમ થતાં મુકિતરૂપી ફળ પ્રાપ્ત થાય છે. સિદ્ધિકારે જેમ કહ્યું છે કે પાંચમું સ્થાન મુકિત તે સાધ્ય છે અને છઠ્ઠું સ્થાન સુધર્મ તે સાધન છે. ત્રિવેણી સંગમ થાય ત્યારે પરમ સીમા પ્રાપ્ત થવાથી મુકિતરૂપી ફળ ઉદ્દભવે છે. આ મુકિતફળને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ માર્ગ છે, આરાધના છે, ભકિત છે અને જે સ્વરૂપ દર્શન છે, તે બધી અવસ્થાઓ સુધર્મની અવસ્થાઓ છે. સુધર્મનો આ ત્રીજો ખંડ સર્વશ્રેષ્ઠ સુધર્મ છે.
શાસ્ત્રકારે અહીં “સુધર્મ' શબ્દનો ઉલ્લેખ કરીને છઠું સ્થાન તો વર્ણવ્યું જ છે પરંતુ સાથે સાથે સમાજ અને અધ્યાત્મ બંનેના શ્રેષ્ઠ ભાવોને વણી લીધા છે. ધન્ય છે ! આવા એક પદમાં ગાગરમાં સાગર ભરી દીધો છે.
ઉપસંહાર : હવે આપણે ૪૩ મી ગાથાનો ઉપસંહાર કરીશું. આ ગાથાનો ઉપસંહાર પણ મહત્વપૂર્ણ છે. છ પદ કે છ બોલ આત્મસિધ્ધિ રૂપી વૃક્ષનું મોટું થડ છે. છ બોલ ઉપર જ આગળની બધી ગાથાઓ વિકાસ પામી છે.
શાસ્ત્રકારે આ છ પદમાં સાર્વભોમ પાયો નાંખ્યો છે. આ છ બોલ કેવળ જૈનસંસ્કૃતિ પૂરતા સીમિત નથી પરંતુ આ છ પદમાં સમગ્ર આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ છે. આત્મવાદ તે ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. આત્માનું નિરાળું અસ્તિત્વ સ્થાપીને ઋષિ મહાત્માઓએ વિશ્વની મૂળભૂત સત્તાને સ્પર્શ કર્યો છે અને ત્યારબાદ તે તત્ત્વ શાશ્વત છે, સનાતન છે, નિત્ય છે, અખંડ છે, અવિનાશી છે, અનંત છે એવો ઉદ્ઘોષ કરીને કાલાતીત તત્ત્વની સ્થાપના કરી છે. આ બે પદ ઉપર જૈનદર્શન અને તે સિવાયના બધા આસ્તિકદર્શન આધારિત છે. ત્યારબાદ બીજા બે બોલમાં કર્તૃત્વ અને ભોકતૃત્વના નામે કર્મવાદની સ્થાપના કરી છે. આ કર્મવાદ પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે, એક નિરાળું ચિંતન છે. કર્મવાદને દૃષ્ટિગત રાખીને જ બધી સાધનાઓનો ઉપક્રમ બન્યો છે. ત્યાર પછીના બે બોલ અર્થાત્ પાંચમું સ્થાન એ પણ ભારતીય સંસ્કૃતિનું અખંડ લક્ષ છે અને બધા આસ્તિક દર્શનોમાં જેનું વિવરણ આવે છે, તે મોક્ષતત્ત્વ છે. જયારે છઠું સ્થાન
SSSSSSSSSSS
Nlb\\\S (૧૭) SSSSS