________________
INNNN
કે ધર્મ શબ્દ સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય છે પરંતુ ધર્મમાં ઘણી અંધશ્રદ્ધાઓ, હિંસાદિ પાપોનો પ્રવેશ થઈ જવાથી ધર્મ શબ્દ અસદ્ વ્યવહારોનો ભાજન બની ગયો છે, તેથી અહીં શાસ્ત્રકારને સુધર્મ કહેવાની ફરજ પડી છે, ધર્મ તો ધર્મ જ છે, પરંતુ ધર્મમાં આવેલા અધર્માત્મક ભાવોનો પરિહાર કરવા માટે શાસ્ત્રકારે અહી “સુ” શબ્દ મૂકીને વિશેષ શુધ્ધ ધર્મની હિમાયત કરી છે. મોક્ષમાર્ગમાં જે આવશ્યક છે, તેવા નિર્મળ ભાવોને સુધર્મ શબ્દથી સંબોધવામાં આવ્યા છે. જેમ જળ અને સુજળ. જળનો અર્થ પાણી થાય છે. સામાન્ય રીતે પાણી શબ્દ સ્વચ્છ પાણી માટે જ વપરાય પરંતુ પાણી મેલ, ડહોળું થઈ શકે છે, તેવા મેલનો પરિહાર કરવા સ્વચ્છ કે નિર્મળ પાણી અર્થાત્ સુજળ બોલવું જરૂરી થઈ જાય છે. ધર્મ, હિંસા, પરિગ્રહ, કામ અને આસકિતથી કલંકિત થયો છે. ધર્મના નામે બલિદાન થાય છે, વિશાળ પરિગ્રહ સંચિત કરવામાં આવે છે અને ઈશ્વરીય પ્રેમને સાંસારિક પ્રેમમાં પલટીને ધર્મ વાસનાપૂર્તિનું સાધન બની જાય છે. આ રીતે ત્રિદોષ આવવાથી કુધર્મ કે પાખંડ જેવા શબ્દો ઉદ્ભવ્યા છે, જેથી અહીં શાસ્ત્રકારે સુધર્મ શબ્દનો પ્રયોગ કરીને શુદ્ધ ધર્મની સ્થાપના કરી છે.
જો કે બધા સંપ્રદાયવાળા પોતપોતાની રીતે પોતે અખત્યાર કરેલા માર્ગને સુધર્મ ગણાવતા હોય છે પરંતુ અહીં સુધર્મ શબ્દ તીર્થકરોની શાશ્વત પરંપરામાંથી ઉદ્ભવેલો જે આરાધ્ય માર્ગ છે, જે તર્કથી શુધ્ધ થયેલો છે અને કોઈ પણ પ્રકારના દોષથી રહિત છે, કેવળ પવિત્ર ભાવનો સ્પર્શ કરે છે, તેવા મંગળમય ભાવોને જ સુધર્મ કહી શકાય, તે ન્યાયમાર્ગ છે. સોનું તે સોનું છે, ગમે તેવી અગ્નિ પરીક્ષામાંથી પાર થાય, તો પણ સોનું કાળું પડતું નથી. તેમ અગ્નિ પરીક્ષાથી પરિપકવ થયેલો, તપશ્ચર્યાથી નિર્મળ બનેલો, અને જ્ઞાનભાવથી આંતર દૃષ્ટિવાળો થયેલો માર્ગ સિદ્ધિકારની દ્રષ્ટિમાં ‘સુધર્મ તરીકે અંકિત થયેલો છે. ' ગમે તેવા કુતર્ક કરવાથી અસત્ય સત્ય થતું નથી અને સત્યને માટે બહુ સાક્ષી આપવાની જરૂર નથી. સત્ય સ્વયં સિધ્ધ તત્ત્વ છે. અગ્નિ ઉષ્ણ છે, તેને સિધ્ધ કરવાની જરૂર નથી. એ જ રીતે સત્ય શાશ્વત માર્ગ છે. વિશ્વકલ્યાણના જે કાંઈ નાના મોટા રસ્તા છે તેમાં પ્રસિધ્ધ થયેલો આ રાજમાર્ગ છે, તેને જ અહીં આપણા શાસ્ત્રકાર સુધર્મ કહી સંબોધી રહ્યા છે. જૈનશાસ્ત્રોમાં સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્ર, એ રત્નત્રયને સુધર્મ કહેવામાં આવ્યો છે. પરંતુ હકીકતમાં આ સુધર્મ શબ્દ જૈનદર્શનમાં મર્યાદિત ભાવોને સૂચવે છે, એટલું જ નથી પરંતુ વિશ્વપ્રસિધ્ધ બધા સારા માર્ગનું સૂચન કરે છે.
સુધર્મના ત્રણ વિભાગ : સુધર્મ શબ્દને ત્રણ ભાગમાં વિભકત કરી શકાય છે (૧) નીતિધર્મ (૨) ન્યાયધર્મ (૩) અધ્યાત્મધર્મ.
' (૧) નીતિધર્મ : સ્વયં શાસ્ત્રકાર પાછલી ગાથાઓમાં સ્વીકાર કરી ગયા છે કે લોપે નહીં સદ્ વ્યવહાર', આ સવ્યવહાર, તે નીતિધર્મ છે અને નીતિધર્મને સુધર્મ કોટીમાં મૂકી શકાય છે. નીતિનો અને અનીતિનો બહુ ટૂંકમાં આપણે સામાન્ય અર્થ કરીએ તો ઓછામાં ઓછું લેવું અને વધારે દેવું, તે નીતિ છે અને વધારેમાં વધારે લેવું અને ઓછું દેવું, તે અનીતિ છે. અનીતિનો માર્ગ
\\\\\\\\\\\S (૧૬) IIIIIIIIIIIIIN