________________
પ્રત્યક્ષ અવસ્થા છે. માણસ કર્મ કરે છે અને ભોગવે છે. આમ કરવું અને ભોગવવું, તે બંને ક્રિયા પ્રત્યક્ષ છે. જયારે આ બંને ક્રિયાનો અભાવ, તે જીવની આગામી ઉદ્ભવતી એક ભવિષ્યની અવસ્થા છે. આ ભવિષ્યની અવસ્થાને સાકાર કરી નિશ્ચયપણે કહેવામાં આવ્યું છે કે “છે વળી મોક્ષ' જો અહીં “વળી' શબ્દ મૂકવામાં ન આવ્યો હોત, તો “છે મોક્ષ' એટલું કહેવાથી બંને અવસ્થામાં સમકાલીત્વનો દોષ પ્રગટ થાત અર્થાત્ કર્તા પણ છે અને મોક્ષ પણ છે, બંને સાથે રહી શકે છે અને વારાફરતી પણ આવી શકે છે. સદંતર કર્તાપણાનો અભાવ દર્શાવવાનું અસ્પષ્ટ રહી જાત પરંતુ “વળી' શબ્દ મૂકી શાસ્ત્રકારે બન્ને અવસ્થાની ભિન્નતા બતાવી કર્તુત્વનો સદંતર અભાવ થતાં મુકિત પ્રગટ થશે, એમ કહ્યું છે. આ રીતે “વળી શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. આ પાંચમા પદમાં મોક્ષની નિર્મળ અવસ્થાનો દ્યોતક શબ્દ “વળી” છે. અત્યારે અંધારું છે. “વળી પ્રકાશ પણ થશે. પાણી મેલું છે વળી સ્વચ્છ પણ થઈ જશે. આમ એક દ્રવ્યની બે અવસ્થાને સ્પષ્ટ કરવા માટે “વળી' શબ્દ દીવાદાંડી જેવો છે.
મોક્ષ ઉપાય સુધર્મ : પાંચ પદનું વિવેચન યથાસંભવ કરી હવે જે મુખ્ય પદ “સુધર્મ છે તેના ઉપર વૃષ્ટિપાત કરીશું. છએ સ્થાનમાં આ છઠું સ્થાન સૌથી મહત્ત્વપૂર્ણ હોવાથી તેને છેલ્લે મૂકવામાં આવ્યું છે. સમસ્ત મંદિરનું નિર્માણ થયા પછી કળશ મૂકવાથી અથવા મંદિરનું મસ્તક શિખરબંધ કરવાથી તે પરિપૂર્ણ થાય છે. તે ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. “સુધર્મ' શબ્દ અહીં કળશ સમાન છે. બધુ કહ્યા પછી જાણવા જેવો, આચરવા જેવા કે અનુસરવા જેવો જે કાંઈ ધોરી માર્ગ છે, તે “સુધર્મ' છે. પાંચ બોલની સ્થાપના કર્યા પછી જીવને સુધર્મ તરફ વાળવો, તે મુખ્ય લક્ષ છે. બધુ સમજયા પછી જીવ જો સુધર્મ તરફ ન વળે તો આખી યાત્રા અધૂરી રહી જાય છે. પાંચે પદ તે શ્રદ્ધાનો વિષય છે. જ્યારે સુધર્મ તે આચરણનો વિષય છે. આત્મસિદ્ધિના પ્રારંભમાં જ શાસ્ત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે એકાંત જ્ઞાન તે શુષ્કતા છે અને એકાંત ક્રિયા તે જડતા છે. પરંતુ શાસ્ત્રોકત કથન છે કે “જ્ઞાન ક્રિયાપ્યામ્ નોલ” અર્થાત જ્ઞાન અને ક્રિયાનો સુમેળ થાય, તો મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય.
અહીં આ પાંચે સ્થાન જ્ઞાનાત્મક છે અને છ સ્થાન ક્રિયાત્મક છે (૧) આત્માનું અસ્તિત્વ (૨) નિત્યતા (૩) વર્તમાન કર્તુત્વ (૪) ભોકતૃત્વ (૫) બંનેથી છૂટકારા રૂપ મોક્ષ (૬) અને સુધર્મ આચરણ. આ છે પદમાં પ્રથમના બે પદ શેય છે. પછીના બે પદ હેય છે અને છેલ્લા બે પદ ઉપાદેય છે પરંતુ પૂર્વના પાંચ પદો હેય-શેય અને ઉપાદેય રૂપે સમજવાના છે. જયારે છેલ્લું પદ સમજીને આચરણ કરવાની પ્રેરણા આપે છે.
જો કે શાસ્ત્રકાર આ છ બોલ ઉપર જ સ્વયં આગળ ચાલીને આત્મસિદ્ધિના પદોમાં વિવેચન કરવાના છે અને તેનું રહસ્ય પણ પ્રગટ કરવાના છે, તેથી અહીં આ પદોનું મહત્ત્વ સમજી આપણે આ ગાથાની પૂર્ણાહૂતિ કરીશું.
ધર્મ સાથે “સુ મૂકવાથી ધર્મ અને સુધર્મ તેવા સામાન્ય-વિશેષ બે ભાવો પ્રગટ થાય છે. પરોક્ષ રીતે કુધર્મ પણ આવી જાય છે. અર્થાત્ ધર્મના બે ભાગ થાય છે. સુધર્મ અને કુધર્મ. જો
(૧૫) I