________________
નોપષ્યતે | અર્થાત્ કર્મહીન થવાથી કર્મરહિત મુકતદશા મેળવી શકાતી નથી. શુદ્ધ કર્મ દ્વારા જ્ઞાન અને ક્રિયાના સુમેળથી મોહરહિત કર્મ કરતો કરતો જીવાત્મા સંપૂર્ણ કર્મરહિત અવસ્થાને મેળવે છે.
અહીં આપણા શાસ્ત્રકારે પણ આ ગાથામાં આ ગૂઢ કર્મયોગનો સમાવેશ કર્યો છે. કર્તા અને ભોકતાપણાની અવસ્થામાંથી જ આત્મજ્ઞાન દ્વારા તે કર્મોથી મુકત થાય છે. અર્થાત્ ઉચિત કર્તૃત્વ અને ભોકતૃત્વ એ પણ સાધનાનું અંગ બની રહે છે. એકાએક કર્તાપણાથી છૂટી શકાતું નથી. એ રીતે કર્મનો ભોગ પણ છૂટતો નથી. આ બંને અવસ્થા માટે આપણે “કર્મયોગ” શબ્દ વાપરશું. અર્થાત્ કર્મયોગ શરીર સાથે જોડાયેલો છે અને જ્યાં સુધી સર્વથા મુકિત ન થાય, ત્યાં સુધી એક પછી એક શરીરનું નિર્માણ થતું રહે છે, “વળી' મોક્ષ છે. એમ જે લખ્યું છે તે અંતિમ અવસ્થાને લક્ષમાં રાખીને કહેવામાં આવ્યું છે કારણ કે અસ્થાયી કર્તાપણાનો અભાવ તે વાસ્તવિક મુકિત નથી પરંતુ અહીં એક શાશ્વત આશ્ર્વાસન આપવામાં આવે છે કે હે ભાઈ ! આ જીવ કર્મયોગથી મુકત થાય છે. આ પાંચમુ પદ લક્ષાર્થી છે. લક્ષ નિર્ધારિત થયા પછી જ તેના ઉપાયનો વિચાર કરી શકાય. સાધ્ય અને સાધનની એક વાકયતા થવી જોઈએ. અહી મોક્ષ તે સાધ્ય છે અને તેના સાધનરૂપે આગળ છઠ્ઠા પદમાં સુધર્મ શબ્દ મૂકયો છે.
જો કે આપણે પૂર્વની ગાથાઓમાં મોક્ષ માટે ઘણું ઊંડું વિવેચન કર્યું છે, તેથી અહીં પુનરુકિત ન કરતાં એટલું જ કહેશું કે ભારતના બધા ધર્મો કે બધી આરાધનાઓ લગભગ મોક્ષના લક્ષવાળી છે. જો કેટલાક ભકતો એમ પણ કહે છે કે “ભકત ન ચાહે મુકિત, ભવોભવ માંગે ભકિત’ પરંતુ અંતે તે જ શાસ્ત્રો ભવોભવની ભકિત દ્વારા મુકત થાય છે. આમ ભકિત એ સાધન છે, જયારે મુકિત એ સાધ્ય છે. બૌદ્ધશાસ્ત્રમાં પણ ભગવાન બુધ્ધને ચાર આર્ય સત્ય પ્રાપ્ત થયા. (૧) સંસારમાં દુઃખ છે. (૨) દુઃખના કારણ છે. (૩) દુઃખનો નાશ થઈ શકે છે. (૪) નાશનો ઉપાય પણ છે. આમ આ ચાર આર્ય સત્યમાં બે આર્ય સત્ય આપણા આ છ બોલમાં છેલ્લા બે પદ સાથે મેળ ખાય તેવા છે. અહીં સિધ્ધકાર “વળી મોક્ષ છે' અર્થાત્ કર્મયોગનો નાશ થાય છે અને તે નાશનો ઉપાય સુધર્મ પણ છે. એ જ રીતે આર્ય સત્યમાં દુઃખનો નાશ થાય છે અને તેનો ઉપાય સસાધનો છે. જેથી આ સામ્યયોગ સમજવાથી છેલ્લા બે પદની મહત્તા વધારે સ્પષ્ટ થાય છે. આ પદમાં ‘વળી’ એ ગુજરાતી ભાષાનો બહુ જ લઢાયેલો શબ્દ છે. તેના ઉપર થોડો વિચાર કરીશું.
“વળી’ શબ્દનું તાત્પર્ય : “વળી’ એટલે આમ પણ છે, આમ પણ થાય છે અને આમ થઈ શકે છે. આવા અર્થમાં ‘વળી' શબ્દ વપરાય છે. જેમ કે આ છોકરો મુંબઈ જાય છે. પણ વળી પાછો આવશે. એક અવસ્થાથી વિપરીત અવસ્થાને પ્રગટ કરવા વ્યવહારમાં “વળી' બોલાય છે. અહીં શાસ્ત્રકારે “વળી' શબ્દ મૂક્યો છે, તે કર્મયોગ શાશ્વતભાવ નથી તેમ પ્રગટ કરવા માટે મૂકયો છે. કર્મયોગ તો છે જ પણ તેની મુકિત પણ છે અર્થાત કર્મ થાય છે અને વળી મુકિત પણ થાય છે. વર્તમાન પ્રત્યક્ષ અવસ્થાને નજરઅંદાજ કરી ભવિષ્યની બીજી અવસ્થા માટે જે ભાવ સાકાર કરવામાં આવે છે, તેના માટે પણ અહીં “વળી' શબ્દ મૂકયો છે. અર્થાત્ કર્મયોગ તે જીવની
૧ (૧૪)
K
SSSSSSSSSSS