________________
પરંતુ જીવ જો આ છેદન ક્રમને સમજ્યા વિના એક સાથે શુભાશુભ બંનેને પરિહાર્ય માને અને એક સાથે જોડવાનો પ્રયાસ કરે, તો તે વિપરીત પુરુષાર્થથી જીવ પાપકર્મથી મુક્ત થઈ શકતો નથી. બંને પરિહાર્ય છે, તેમ જ્ઞાનમાં સમજી લેવાનું છે પણ તેને છેદવાનો માર્ગ ક્રમિક છે. અશુભ કર્મ અને અશુભ ભાવો તો પ્રથમ ભૂમિકામાં છેદવાના છે, છોડવાના છે. જ્યારે અશુભ ક્રિયા અને અશુભ ભાવો છૂટે છે, ત્યારે શુભભાવ કે શુભકર્મો સહજ વૃદ્ધિ પામીને સત્કર્મરૂપે પુણ્ય બંધ કરતાં રહે છે. તે જીવને માટે હાનિકર નથી કારણકે તે બધા પુણ્ય કર્મો જીવાત્માની ઉચ્ચ દશાનું પરિણમન થતાં પોતાની મેળે જ ખરી પડવાના છે. પાપનો ક્ષય કરવા માટે જીવે પુરુષાર્થ કરવો પડે છે પરંતુ પુણ્યનો ક્ષય સમયાનુસાર સ્વતઃ થતો રહે છે. પ્રારંભમાં પાપનો સંવર થાય છે. અને પુણ્યનો આશ્રવ થાય છે પરંતુ ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ થયા પછી પુણ્યનો પણ સંવર થાય છે. પુણ્યની આશ્રવ–સંવરની પ્રક્રિયા સ્વતઃ થનારી એક નિરાળી પ્રક્રિયા છે.
જ્યારે પાપના આશ્રવ અને સંવરની ક્રિયા જીવે વિચારપૂર્વક પુરુષાર્થ સાથે કરવાની હોય છે. સાધનાની પ્રથમ ભૂમિકામાં અશુભ નિવારણ થાય છે, અશુભ ભાવોનું છેદન થાય છે. સાધનાની બીજી ભૂમિકામાં પુણ્ય ભાવો સ્વતઃ છેદાય છે, કારણ કે જ્ઞાનમાં તો તે છેદાયા જ હતા. એટલે તે સમય થતાં ખરી પડે છે. આ છે આખો શુભાશુભ કર્મના ફળ અને તેના છેદનનો ક્રમ
અહીં સિદ્ધિકારે લખ્યું છે કે “તેહ શુભાશુભ છેદતાં આ આખું વાક્ય જ્ઞાનદષ્ટિએ, તત્ત્વ નિર્ણયની દ્રષ્ટિએ અભિવ્યક્ત કરીને મોક્ષની સ્થાપના કરી છે. પદનો મર્મ મુક્તિનો ઈશારો છે. કવિરાજે જ્ઞાનાત્મક ભાવે મોક્ષના દર્શન કરાવ્યા છે. મોક્ષ ક્યારે થાય છે તેનું દર્શન કરાવતા કહ્યું જો કારણનો નાશ થાય, તો સંસારરૂપી કાર્યનો નાશ થાય. જે આપણે પૂર્વમાં કહી ગયા છીએ અને તે વાતને પુનરુક્તિ કરીને સ્પષ્ટ ભાવે અભિવ્યક્ત કરી છે. | ઉપજે મોક્ષ સ્વભાવ : ચોથા પદમાં મોક્ષને સ્વભાવ કહ્યો છે. હકીકતમાં તો મોક્ષ અભાવાત્મક અવસ્થા છે. અહીં મોક્ષને સ્વભાવ કહ્યો છે, તે મોક્ષના પરિણામરૂપ સ્વભાવ છે. જેને શાસ્ત્રોમાં ભાવમોક્ષ કહે છે. કર્મની નિવૃત્તિ થવી, તે અભાવ મોક્ષ છે અને ક્ષાયિક ભાવોનો અને પારિમાણિક ભાવોનો ઉદ્ભવ થવો, તે ભાવમોક્ષ છે. કર્મની નિવૃત્તિ સ્વભાવની પ્રગટ દશામાં કારણ બને છે. અરીસા ઉપરનો મેલ જતાં, અરીસાની મૂળસ્થિતિ પ્રકાશિત થાય છે. મેલનું જવું, તે નિવૃત્તિ છે અને દર્પણના ગુણ પ્રગટ થવા, તે સ્વાભાવિક સ્થિતિ છે. આ જ રીતે કર્મરૂપી મેલ દૂર થતાં આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રગટ થાય છે, જેને “મોક્ષ સ્વભાવ' કહ્યો છે. પાંચમી શંકાનું સમાધાન કર્યા પછી આ ગાળામાં મોક્ષની સ્વાભાવિક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મની વ્યાવૃત્તિ થયા પછી જે કાંઈ સ્વરૂપ ઉદ્ઘાટિત થાય છે, તે મોક્ષસ્વભાવ છે. ખરું પૂછો તો સ્વભાવ મુક્ત થયો છે. સ્વભાવનો આવિર્ભાવ થયો છે.. અસ્તુ. હવે આપણે આ ગાથાના આધ્યાત્મિક સંપૂટ પર દૃષ્ટિપાત કરીએ.
આધ્યાત્મિક સંપૂટ : ભલે અનંતકાળ વીત્યો હોય પરંતુ હવે આત્મસ્વરૂપ પ્રગટ થવામાં અનંતકાળની આવશ્યકતા નથી. જેમ દૂધનો ઉભરો શાંત થાય, તો દૂધ મૂળ સ્થિતિમાં આવી જાય છે, એ જ રીતે શુભ કે અશુભ બંને પ્રકારના કર્મથી જીવમાં જે કાંઈ ભાવો પ્રવર્તમાન થતાં હતા,
RSSSS
sssssssssb\\\\\\(૩૬૯) SSSSSS